________________
રજુ કરતા દેખાશે. પ્રાચીન શિલ૫ના નમુનામાં મથુરાને સિંહ૫ જેને “ૉડવાસ્તૂપ તરીકે ઓળખાવવામાં આવે છે તેનું ચિત્ર મૂખપૃષ્ટ ઉપર જ પુરાતત્વના એક અંશ તરીકે દર્શાવાયું છે. રાજાઓનાં મહોરાં સંબધી કાંઈ વિશેષ કહેવાપણું નથી. પરંતુ સિકકા ચિત્રના વર્ણનમાં ઘણી ઘણી નવી વસ્તુને ભંડાર ઉઘાડો થતા નજરે પડે છે.
હિંદ ઉપર ચડી આવેલી જે પરદેશી પ્રજાએ કાંઈક સત્તા જમાવી હતી તેમને લગતા ઈતિહાસના સર્વ અશે સમજવા માટે, જેટલી જરૂરિઆત તેમના સમયને લગતા પાકા નિર્ણયની છે, તેટલી જ જરૂરિયાત તેમના સમકાલીન પણે કયા હિંદી રાજવીઓ
ક્યા પ્રાંત ઉપર હકુમત ભોગવી રહ્યા હતા, તે જાણી લેવાની પણ ગણાય. આ બન્ને પ્રકારની રિથતિને એકી સાથે જ, તેમજ નજર માત્ર ફેરવતાં જ ખ્યાલ બંધાઈ જાય, તે પ્રમાણે બે વંશવૃક્ષે–વંશાવળીના કોઠાઓ મેં કેટલીય મહેનત લઈને તૈયાર કર્યા છે. તેમાંનું એક પૃ. ૧૫ ઉપર અને બીજું પૃ. ૪૦૩ ઉપર જેડયું છે. તે તૈયાર કરતાં કેટલી મહેનત ઉઠાવવી પડી હશે તેનું વર્ણન કરવા કરતાં નજરે જોવાથી તેની ક૯૫ના સહજ કળી શકાશે.
- હવે એકજ બાબત જણાવીને પ્રસ્તાવના પૂર્ણ કરીશ. અત્યાર સુધી એમ કબૂલ રખાયું છે કે શિલાલેખ અને સિક્કાઈ પુરાવા હમેશાં અટળ ગણવાર અમુક અંશે તે મત સ્વીકાર્ય છે અને પુસ્તકીયા કે દંતકથાના પુરાવા કરતાં તે વધારે સજજડ અને અફર કહેવાશે; છતાં ભૂલવું જોઈતું નથી કે, શિલાલેખમાં એકલા લિપિલેખનને અને સિક્કામાં લિપિલેખન ઉપરાંત ચિત્રને ઉકેલ-એમ બે વસ્તુ ઉપર આધાર છેઃ લિપિ લેખનના ઉકેલમાં અનેક વિદને છે, જેમકે, એક યા બીજા કારણે તેના અક્ષરોનું કે કાના માત્રાના વળાંકનું તથા તેના અમૂક ભાગનું છેદન-ખંડન થઈ ગયું હોય છે કે કયાંક વળગાડ થઈ ગયા હોય છે. તેને લીધે અથવા તો તેવા ઉકેલની ખરી ખૂબી માલુમ પડી ન હેવાને લીધે, ભળતાજ અર્થ કરાઈ જવાય છે. એટલે શિલાલેખમાં તેટલા પ્રમાણમાં અનિશ્ચિતતા કહી શકાશે. જ્યારે સિકકામાં ચિત્રને પણ વિચાર કરે રહેતા હોવાથી અને તેમાં આખુયે ચિત્ર કાંઈ એકી સમયે વિકૃત અવસ્થા ધારણ કરતું ન હોવાથી, સિકકાને આધાર લે તે શિલાલેખ કરતાં વિશેષ મજબૂત કહેવાય જ. છતાં સૌથી શ્રેષ્ઠ અને બળરમત ગણિતને જ પુરાવો લેખ રહે છે. એક વખત અમુક બનાવ કે હકીકત, ગણિતના આધારે અમુક સમયે બનેલી પુરવાર થઈ ગઈ કે પછી દુન્યવી કઈ પણું અને દેન નથી-મગદૂર નથી, કે તે અન્યથા કરી શકાય. હા, એટલું જ વિચારવું રહે છે, જેમ ગણિતમાં તાળો મેળવીને સર્વ જડબેસલાક કરવામાં આવે છે તેમ એક વખત બાંધેલ નિર્ણયને પણ તે પ્રમાણે કસી જતાં, સર્વ હકીકતને એક દેરામાં ગૂંથી શકાય છે કે નહીં? જો તેમ કરવામાં ક્યાંય પણ ખાંચ આવતી દેખાય, તે ત્યાં આગળ સાવધાનતા પૂર્વક ફરી પ્રયાસ આદરવાને આપણને મળે હાકલ છે એમ સમજવું. પણ જે બધી રીતે સુમેળ જામી ગયો છે, તે નિર્ણય સર્વદા અને સર્વથા અચળજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com