Book Title: Prachin Bharat Varsh Bhag 03
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 13
________________ “ જ નથી. તેમાં મારા જેવાને અત્યારે સાઠ વર્ષ તે થયાં છે. પછી કઈ ગણત્રીએ “વખત ગુમાવ કે પ્રમાદ કરે પિવાય? વળી ચર્ચામાં તથા પ્રશ્નોત્તરીમાં તો વખતને ભેગ જ આપ રહે! અને તેમ થતાં મૂળ જે ધ્યેય છે તેનાથી વિપથમાર્ગી “થવું પડે છે. માટે જ તેમ ન કરતાં તેમના તરફથી પુસ્તક બહાર પડે તે વાંચી, “વાચક પોતાના નિર્ણય બાંધે તેજ શ્રેયસ્કર ગણશે. આ પ્રમાણે પૂ. આ. ભ. શ્રીએ રજુ કરેલી વિગતોથી વાચક વર્ગને પિતાનો જે વિચાર બાંધો હોય તે બાંધવાની છૂટ છે પણ મારે આટલું લાંબુ નિવેદન બહાર પાડવાની મતલબ એ છે કે, નવીન વિચાર રજુ કરનાર ઉપર કેવી તડપીટ પડે છે તેને ખ્યાલ વાચક મહાશયને આવી શકે. ઉપરની સઘળી ઘટના બની રહી હતી ત્યારે કારણવશાત્ મારે મુંબઈ જવું થયું હતું. ત્યાં એક મહાશયે તે મને ઉભો રાખીને એટલે સુધી જણાવવા હીંમત કરી હતી કે, જુઓ ભાઈશ્રી, નવીન વિચારો બહાર પાડતાં આર્થિક, સામાજીક કે અન્ય ક્ષેત્રમાં જેમ સ્થાપિત હક્કવાળાનાં નાકનાં ટેરવાં ચચડી ઉઠે છે, તેમ તમારા પ્રકાશનથી હવે સાહિત્ય વિષયમાં પણ તેજ રિથતિ ઉભી થવાની છે. એક બીજી વાત–ગોમટની મૂર્તિ (પુ. ૨ પૃ. ૨૦૦૨) મૂળ દિગંબર અવરથામાં છે. તે રજુ કરવા માટે બ્લેક બનાવનારને આપતાં તેમણે સૂચના કરી કે, પુસ્તક તે સ્ત્રી વર્ગના હાથમાં પણ જવાનું છે તો સભ્યતાની ખાતર પુરૂષલિંગનું આચ્છાદન કરાય તે સારૂં. તે વિચાર સુસંગત લાગતાં અન્ય ચિહ્નો જેમને તેમ રહેવા દઈ બ્લેક બનાવી છાપી કાઢ્યો છે. છતાં એક વિદ્વાનને તે અક્ષમ્ય લાગવાથી તેમના ઉપર વ્યક્તિગત મેં પત્ર લખીને તેમને સંતોષ આપ્યો છે. . (મા) પ્રસ્તાવના આગળ જણાવી ગયા પ્રમાણે દરેક ભાગમાં બે ખંડ, અને તેવા ચાર ભાગના આઠ ખંડઃ તેવી રીતે પુસ્તક સંપૂર્ણ કરવા ધાર્યું હતું. પણ પુસ્તક બીજામાં જ તે ધારણ છોડી દેવી પડી હતી. એટલે ચોથા ખંડન શેષ ભાગ તથા શુંગવંશને પાંચમે, પરદેશી આક્રમણકારેને છઠ્ઠો, ગર્દભીલ વંશને સાતમે, કાળગણનાના વિવિધ સંવત્સરની સ્થાખાને લગતે આઠમે, ચેદી વંશને નવમો, શતવહન વંશને દશમે અને કુશાન તથા ચકણવંશને લગતી હકીકતને અગિઆરમો ખંડ–એમ લગભગ સાત ખંડને સમાવેશ બે પુસ્તકમાં કરી નાંખવા ધારેલ જેને અનુસરીને આઠ ખંડ સુધી તૃતીયભાગમાં અને અને બાકીના ત્રણને ચતુર્થ ભાગે વહેંચવાનું નક્કી કરેલ. પણ જ્યાં છ ખંડ છપાયા ત્યાં જ પુસ્તકનું કદ, પ્રથમના બે ભાગ જેવડું થઈ ચૂકયું. એટલે એમ કરાવવું પડયું કે, હવે વધારે થતાં એકંદરે પાંચ પૃષ્ઠોને સરખા બે ભાગે વહેંચી નાંખી પ્રથમનાં અઢીસે ૧૯ જુઓ પુ. ૧ પ્રાચીન ભારતવર્ષની પ્રશસ્તિ ૫. ૩૮ ની અંતિમ પંક્તિના શબ્દ. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 502