________________
૧ર
“વિશેષમાં એ છે કે, જે પ્રશ્નો તેઓશ્રીએ ચર્ચાને અમુક શંકાઓ ઉઠાવી છે તેના ખુલાસા “(એક બે દષ્ટાંતે વિશેની સમજ નીચે આપું છું તે જુઓ) તેજ પુસ્તકમાં મેં જણાવ્યા “પણ છે'છતાં તે ઉપર તેમણે દુર્લક્ષ કેમ કર્યું હશે? આ સ્થિતિ શું સૂચવે છે?
દષ્ટાંત-જેમકે (૧) ગોમટની મૂર્તિની પ્રતિષ્ઠાને સમય, તેમની પેઠે મેં પણ “ચામુંડરાયને સ્વીકારી લીધો છે. પણ મેં જે શંકા ઉઠાવી છે તે તેના ઘડતરકાળ વિશેની છે. (૨) તેવીજ રીતે શ્રી મહાવીરના નિવાણ કલ્યાણકને લગતી હકીકત “સંબંધી છે. તેનું નામ પાવાપુરી હેવાનું તે મારે પણ કબૂલ જ છે. પણ તેના સ્થાન “(spot) વિશેજ પુરા ન હોવાનો પ્રશ્ન મેં ઉપસ્થિત કર્યો છે. આ પ્રમાણે દરેક
મુદ્દામાં બનવા પામ્યું છે. વળી અન્ય વિદ્વાનોનાં કેટલાંક મંતવ્યો મેં ટાંકયા છે તેને “મારાં તરીકે લેખી તે ઉપર પિતે ટીકાની ઝડી વરસાવવા મંડી પડ્યા છે. ખેર !
“જ્યારથી મારું પુસ્તક બહાર પડયું છે ત્યારથી તેના ટીકાકાર તરીકે તેઓશ્રીએ “ત્રણ ચાર વખત દેખાવ દીધું છે. અને દરેક વખતે એક જ વલણ (attitude) તેમણે ગ્રહણ કર્યું છે. તે દરેક વખતે અંતમાં જણાવતા રહ્યા છે કે પોતે સામો જવાબ ભરપૂર ટીકા અને વિવેચન સાથે મોટા દળદાર ગ્રંથરૂપે છપાવવાના છે. ખરી વાત છે કે તેઓ શ્રી પાસે વિપુળ પ્રમાણમાં સાધન અને સામગ્રી હશેજ. વળી ઈતિહાસતત્ત્વમહોદધિ જેવી ઉપાધિ ધરાવનાર છે એટલે તેમની પાસેથી આ પણ સને ઘણુંઘણું જાણાવાનું મળી શકશે જ, જેથી તેમના તરફથી બહાર પડતા “પ્રસાદની જરૂર રાહ જોવી જ રહે છે.
બાકી મારે તે ચર્ચા કે પ્રશ્નોત્તરીમાં ઉતરવાનું રહેતું નથી. કેમકે મારા શેષ “જીવનનું દયેય મેં નકકી કરી રાખ્યું છે. અને અવાર નવાર જણાવતે પણ રહ્યો'૮
છું. હજુ સમ્રાટ પ્રિયદર્શિનનું જીવન ( લગભગ ૫૦૦ પૂછો , શ્રી મહાવીરનું જીવન “(તે પણ લગભગ તેટલાં જ પૂછો) તથા જૈન જ્ઞાન મહોદધિ (Encyclpoedia) ત્રીસ હજાર પાનામાં ( અકેક હજારનું એક હ્યુમઃ તેવાં વીસ નંગ) તૈયાર કરવાનાં
છે. મતલબ કે સ્વતંત્ર છાપખાનું કરીને ઉપરનું સાહિત્ય બહાર પાડી શકાય તે પણ “જે પચીસ વર્ષથી મહેનત કરી રહ્યો છું તદુપરાંત તેને પરિપૂર્ણ કરવાને કમમાં કમ “બીજ પંદર વીસ વર્ષને સમય મળે તો જ પાર પાડી શકે; જ્યારે બીજી બાજુ, “યુવાન હોય તે પણ-કાલ કોણે દીલી છે તે ન્યાયે-કાંઈ અંદગીને ભરૂસે તે રખાતે
૧૫ જેમ આ પુસ્તકમાં ખુલાસા અપાયા છે તેમ તેમણે જે ૨૭ પ્રશ્નો ઉપસ્થિત કર્યા હતા તે પ્રશ્નોના ખુલાસા પણ તેજ પુસ્તકમાં અપાયાનું જૈન પત્રમાં પ્રગટ થયેલ છે તેના ઉત્તરોમાં પણ જણાવાયું છે.
૧૬ ઉપરની ટીક નં ૧૫ જુઓ તથા ટીક નં. ૨ અને ૮ ની હકીકત પણ સાથે વાંચે અને સરખા
૧૭ ઉપરની ટીક નં. ૧૫ તથા ૧૬ જુઓ તથા તેમાં ટાંકેલી ટીકા નં. ૭ અને ૮ ની હકીકત સાથે સરખાવો.
૧૮ પ્રાચીન ભારતવર્ષમાં ઘણે ઠેકાણે બહાર પાડવાનાં આ પ્રકાશને વિશે ઇસારા થઈ ગયા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com