Book Title: Paryushan Parv Vyakhyanmala
Author(s): Jainatva Vicharak Mandal
Publisher: Jainatva Vicharak Mandal

View full book text
Previous | Next

Page 7
________________ અને નવમાનસ માટે નવીન રીતે ઉપયોગી રાક તૈયાર કરવો જોઈએ. આ ભાવનામાંથી તમારી વ્યાખ્યાનમાળાને જન્મ થયો છે. અને તમે જોશો કે એને ઈચ્છનાર તેમજ વધાવનાર વર્ગ વો ન હોય તો ઘટયો તે નથી જ. વો ન હોય તો તેનું કારણ એ છે કે વ્યાખ્યાનમાળામાં જે જે તો દાખલ કરવા ઘટે, જે જાતની તૈયારી હોવી જોઈએ તે નથી; પણ મારી પૂરી ખાત્રી થઈ છે અને તે માત્ર કોઈ એક શહેરના જ અનુભવથી નહિ, પણ ચોમેરના અનુભવથી ખાત્રી થઇ છે કે જે ઉદાર અને અસાધારણ અભ્યાસી તજ્જ્ઞ પાસે સમયાનુકુળ વિષયો ઉપર ધાર્મિક, સામાજિક, રાજકીય અને સાહિત્યિક દૃષ્ટિએ પ્રવચને કરાવ્યાં હોય તે નવયુગની ધર્મજિજ્ઞાસા પોષાય, વિકાસ પામે અને સાથે સાથે સંસ્કૃતિ વિસ્તરે. એક દિવસ અહીંના સાર્વજનિક ગીતાવર્ગમાં આચાર્ય ધ્રુવ પ્રવચન કરતા હતા. કોલેજના જુદા જુદા પ્રાંતના અને જુદા જુદા વર્ગના વિદ્યાર્થીઓની ઠઠ જામી હતી. અનેક વિષયના નિષ્ણાત પ્રોફેસરે બેઠા હતા, અને વધારામાં આખા જૈન સમાજને જે પંડિતાઈની કલ્પના ન આવે, જે પંડિતાઈ એના ભાગ્યમાં હવા વિષે મને શંકા છે તેવી અને તેટલી પંડિતાઈ ધરાવનાર જુદા જુદા વિષયના સંસ્કૃત પંડિતો પણ બેઠા હતા. ધ્રુવજીએ જ્યારે પ્રવચન શરૂ કર્યું ત્યારે હું કલ્પી શકતો હતો કે આખીયે સભા મંત્રમુગ્ધ હતી, એમાં ચર્ચાનો વિષય તે ધર્મ અને વેદાંત હતા. પણ એમ લાગતું હતું કે જાણે એક પચાસ વર્ષના સતત વિધાત૫ની મૂર્તિ ઉપસ્થિત થાય છે, એમાં કૃત્રિમતા ન હતી, પુનરૂક્તિ ન હતી, નકામા બરાડા અને સાંપ્રદાયિક્તાને અઘટિત ભાગ ન હતા. તો જુનાં હતાં, વિચાર પણ જુને હતા, એની રીત નવીન વિદ્યાપ્રકાશથી જીવન પામી સૌને તૃપ્ત કરતી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 130