Book Title: Nay Margdarshak Yane Sat Naynu Swarup
Author(s): Jain Atmanand Sabha
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 16
________________ નયમાર્ગદર્શક. રાઈ ગયું. ગુરૂભકિતના પ્રભાવથી શરીર માંચિત થઈ ગયું અને નેત્રે હર્ષાશ્રુથી ભરાઈ ગયા. ક્ષણવાર પછી તે વિનય વચને બેભે–ભગવન, આપે મારા ઉપર બહુ કૃપા કરી છે, પણ મારા હૃદયમાંથી શંકાઓ દૂર થશે કે નહીં, એ મને સંદેહ છે. મેં ઘણાં શાએ વાંચ્યા છે અને ઘણાં જૈન વિદ્વાની સાથે મારે ચચા થઈ છે, પરંતુ હું અદ્યાપિ કેઈરીતે નિઃશંક થયેલ નથી. અહતતત્વના સ્વરૂપ અને લક્ષણમાં મને અનેક શંકાઓ રહ્યા કરે છે. જે હું આપનાથી શંકા રહિત થઈશ, તે આપને સમાગમ અને મારું જીવન કૃતાર્થ થયા વિના રહેશે નહીં. નયચંદ્રના આ વચને સાંભળી આનંદસૂરિ મંદ મંદ હાસ્ય કરતાં બોલ્યા–“ભદ્ર, તમારા હૃદયની શંકા દૂર થવાને જે સત્ય ઉપાય છે, તે તમારા જાણવામાં કે સાંભળવામાં આવ્યું નથી, એમ લાગે છે. જ્યાં સુધી એ ઉપાય ગ્રહણ કરવામાં ન આવે, ત્યાં સુધી જૈનધર્મના સિદ્ધાંતનું સ્વરૂપ સમજવામાં આવતું નથી. અને તમારે માટે પણ તેમજ બન્યું છે.” નયચંદ્ર નિર્મળ હૃદયે જણાવ્યું–ભગવન, એ ક ઉપાય છે? તે કૃપા કરી જણ સૂરિવર બેલ્યા–શ્રાવક, જૈન સિદ્ધાંત અને જૈનમત સમજવાને માટે પ્રથમ છ દ્રવ્યનું સ્વરૂપ અને સાત નય જાણવા જેઈએ. જ્યાં સુધી સાત નયનું સ્વરૂપ સમજવામાં આવે નહીં, ત્યાં સુધી તત્ત્વનું સ્વરૂપ સમજવામાં આવતું નથી. છ દ્રવ્ય, જીવ, અજીવ વિગેરે સર્વ પદાર્થો અને તેની ઘટના નયની રીતિથીજ સમજાય છે. તેથી તમારે પ્રથમ યથાર્થ રીતે નયનું સ્વરૂપ જાણવું જોઈશે, જેથી તમારા હૃદયની શંકાએ તત્કાળ દૂર થઈ જશે. નયચંદ્ર નમ્રતાથી બે -“ભગવન, આપનું કહેવું યથાર્થ છે. સાત નયનું સ્વરૂપ મારા સમજવામાં આવ્યું નથી. હવે આપ કૃપા કરી મને તે વિષે સમજાવે.” ૪૧ ધર્માસ્તિકાય, ૨ અધમતિકાય, આકાશાસ્તિકાય, ૪પુદગલાસ્તિકાય, ૫ કાલ, ૬ વાસ્તિકાય- એ છ દ્રવ્ય કહેવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90