________________
નયમાર્ગદર્શક. ( ૩૧ ) ગેરે જે કાલે તે બનાવ્યું છે, તે સ્વીકાલ છે. અને તેની અંદર જે ૨તાશ વિગેરે દેખાય છે, તે સ્વભાવ છે. એ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ અને સ્વભાવ–એ ચારથી જે ઘડાની સત્તા છે, તે પ્રમાણ છે અને સિદ્ધ છે–આ પ્રમાણે માનવું, તે સ્વદ્રવ્યાદિક ગ્રાહક દ્રવ્યાર્થિક નય કહેવાય છે. કેમ નયચંદ્ર, હવે એ નયનું સ્વરૂપ તમારા સમાજવામાં આવ્યું કે નહી ?
નયચંદ્ર-ભગવન, હા, હું દ્રવ્યાર્થિકનયના તેબીજા પ્રકારને સારી રીતે સમજી ગયો છું. મારા હૃદયમાંથી શંકા દૂર થઈ ગઈ છે.
આનંદસૂરિભદ્ર, હવે દ્રવ્યાર્થિકનયને ત્રીજો પ્રકાર સમજાવું તે ધ્યાનપૂર્વક સાંભળજો. દ્રવ્યાર્થિકનયને ત્રીજો પ્રકાર પર દ્રવ્યાદિગ્રાહક કહેવાય છે. પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરાલ અને પરભાવ– એ ચારની અપેક્ષાએ જે પ્રવે, તે પરદ્રવ્યાદિ ગ્રાહક દ્રવ્યાર્થિકનય કહેવાય છે.
જિજ્ઞાસુ–મહારાજ, તે કઈ દષ્ટાંતથી સમજાવે.
આનંદસૂરિ–જેમ સ્વદ્રવ્યાદિ ગ્રાહક દ્રવ્યાર્થિકનયથી ઘડે સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ અને સ્વભાવની અપેક્ષાએ સત છે. તેમ તે ' તે પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાલ, અને પરભાવની અપેક્ષાએ અસત્ છે. તંતુ વિગેરે એ ઘડાને પારદ્રવ્ય છે. કાશી પ્રમુખ પરક્ષેત્ર છે. ભૂત અને ભવિષ્ય વિગેરે પરકાલ છે. અને શ્યામતા વિગેરે પરભાવ છે– એ ચારેની અપેક્ષાએ ઘડે અસત છે. આ પ્રમાણે જે માનવું, તે ત્રીજો પરદ્રવ્યાદિક ગ્રાહક દ્રવ્યાર્થિકાય છે.
જિજ્ઞાસુ–ભગવન, એજ દષ્ટાંત ઉપરથી એ નયનું લક્ષણ સારી રીતે સ્પષ્ટ થયું છે. - આનંદસૂરિ–પરમભાવ ગ્રાહક નામે દ્રવ્યાર્થિકનયને ચોથે ભેદ દષ્ટાંતો સાથે કહું છું, તે તમે લક્ષ દઈને સાંભળજે.
દ્રવ્યની અંદર અનેક જાતના ગુણે રહેલા હોય છે, તેમાંથી જે ઉત્કૃષ્ટ ગુણને ભાવ ગ્રહણ કરવામાં આવે અને તેથી તે દ્રવ્ય સિદ્ધ થાય, તે પરમભાવ ગ્રાહક દ્રવ્યાર્થિક નય કહેવાય છે. જેમ આ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com