________________
* *
* *
*
* *
* *
( ૬ ) નયમાર્ગદર્શક
ભદ્ર નયચંદ્ર, આ પ્રમાણે અશુદ્ધ વ્યવહાર નયના મૂલ એક ભેદ અને તેના પાંચ ઉત્તર ભેદ મેં તમને કહ્યા, તે તમે તમારા હૃદયમાં સ્થાપન કરી રાખજો, અને તે દરેક પદાર્થમાં ઘટાવી વસ્તુ સ્વરૂપ પને યથાર્થ રીતે ઓળખી લેજે.
હવે હું તમને શુદ્ધ વ્યવહાર નયનું સ્વરૂપ કહું, તે ધ્યાનપૂ ર્વક સાંભલજે. મેં તમને જે પૂર્વે શબ્દ નય સમજાવ્યું છે, તે શબ્દને મતે સમ્યકત્વ ભાવથી માંડીને છઠા તથા સાતમા ગુણઠાણ પર્યત સાધુ, સાધ્વી, શ્રાવક, અને શ્રાવિકા, એ સર્વ શુદ્ધ વ્યવહારનયે વર્તે છે, તેમાં પાંચ નયની ઘટના થાય છે.
નયચંદ્ર–ભગવન એ પાંચ નય કેવી રીતે ઘટે તે સમજાવે.
સરિવર-ભદ્ર, પહેલા સંગ્રહનયને મતે સિદ્ધસમાન પિતાના આત્માની સત્તા અસંખ્યાત પ્રદેશરૂપ છે, બીજાનૈગમનયને મતે આઠ રૂચક પ્રદેશ સદાકાલ સિદ્ધસમાન નિર્મલા છે, ત્રીજા વ્યવહાર નયને મતે ઉપરથી ગુણ ઠાણા માફક પિતાની કરણી કરે છે, ચોથા - જુસૂત્રનયને મતે સંસાર તરફ ઉદાસી વિરાગ્યરૂપ પરિણામ વર્તે છે, અને પાંચમા શબ્દનયને મતે જીવ અજીવ રૂપે સ્વ–પરની વહેંચ ણ કરી જેવી હતી તેવીજ શુદ્ધ નિર્મલ સ્વ-આત્માની પ્રતીતિ કરી છે–એવી રીતે સમ્યકત્વ ભાવથી માંડીને છઠા સાતમા ગુણ ઠાણું પર્વત ઉપરથી વ્યવહાર દ્રષ્ટિએ જોતાં એક શબ્દનય અને અંતરંગ નિશ્ચય દષ્ટિએ પાંચ નય જાણવા, એ શબ્દનયને મતે શુદ્ધ વ્યવહાર નયનું સ્વરૂપ કહેલું છે, હવે સમભિરૂઢ નયને મતે શુદ્ધ વ્યવહાર નયનું સ્વરૂપ કહું છું, તે તમે લક્ષપૂર્વક મનન કરજે. સમભિરૂઢનયને મતે આઠમ નવમા ગુણઠાણથી માંડીને તેરમા-ચદમાં ગુણઠાણ પર્યત કેવળી ભગવાન તે શુદ્ધ વ્યવહારને વર્તે છે, તેમાં છ નય ઘટાવી શકાય છે, જે ઘટાવાથી શુદ્ધ વ્યવહારનયનું સ્વરૂપ સારીરી તે જાણી શકાય છે,
નયચંદ્ર-ભગવન, તે છ નય કેવીરીતે ઘટાવી શકાય, તે અમને સારી રીતે સમજાવે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com