________________
નયમાર્ગદર્શક. (૬૭). સાત નયને એકવાર જીવ ઉપર ઘટાવી સમજાવે, તે અમને વિશેષ લાભ થશે.
સૂરિવર સાનંદ ચિત્ત બેલ્યા–ભદ્ર સાંભળે–આ જીવગુણ પર્યાય સહિત છે. શરીરમાં જીવપણું માનવાથી બીજા પુદગલ તથા ધમસ્તિકાયાદિ દ્રવ્ય તે સર્વે જીવમાં ગણાણું એ નૈગમનય સમજછે. અસંખ્યાત પ્રદેશી જીવમાં આકાશ પ્રદેશટાળી બાકીના સર્વ દ્રવ્ય ગણવા–એ સંગ્રહનયને મત છે. ધમસ્તિકાય, અધમસ્તિકાય આકાશાસ્તિકાય તથા બીજા પુદ્ગલે ટાલ્યા, પણ પચંદ્રિય, મન લેશ્યાના પુદ્ગલ છે, તે જીવમાં ગણ્યા. તે વ્યવહાર નયને મત છે. ક. હેવાનું તાત્પર્ય એ છે કે, એ નયના મતથી એમ મનાય છે કે, જે વિષયાદિક છે, તેને તે ઇઢિયે ગ્રહે છે, તેથી તે જીવથી જુદા છે. છતાં તેને જીવની સાથે ગ્રહણ કરેલા છે. જે ઉપયોગવંત છે, તે જીવ છે એટલે સર્વ ઇધિયાદિકને જીવથી જુદા ટાળ્યાં અને જ્ઞાન તથા અજ્ઞાનને ભેદ છવથી જુદે ટાળ્યું નહીં એ ત્રાજુસૂત્રનયને મત છે. નામજીવ, સ્થાપના જીવ. દ્રવ્યજીવ અને ભાવ જીવ–એ ચાર નિક્ષેપે જીવપણું છે. તેમાં ગુણી કે નિર્ગી—એ ભેદ ન ગયે-એ શબ્દનયને મત છે. જે જ્ઞાનાદિ ગુણવંત તે જીવ એટલે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન ઈત્યાદિ સાધક સિદ્ધરૂપ પરિણામ, તે જીવનું સ્વરૂપ છે. આ પ્રમાણે જે માનવું, તે સમભિરૂઢનયની પ્રવૃત્તિ છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર જે શુદ્ધસત્તા માત્ર તે જીવ છે. એવી રીતે સિદ્ધ અવસ્થા ના ગુણનું ગ્રહણ કરવું, તે એવભૂતનય કહેવાય છે. આ પ્રમાણે છેવની અંદર સાત નયની ઘટના થાય છે. ભદ્ર નયચંદ્ર, આ વિષયને તારા હદયમાં સ્થાપિત કરી બીજી સર્વ વસ્તુઓમાં તેને ઘટાવજે. -
વત્સ જિજ્ઞાસુ, આ વિષય તારા સમજવામાં આવ્યું છે કે?
જિજ્ઞાસુ–ભગવન, આપના પ્રસાદથી તે યથાર્થ રીતે મારા સમજવામાં આવેલ છે.
સૂરિવર–શ્રાવકપુત્ર, એ વિષય તારા સમજવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com