________________
નયમાર્ગદર્શક.
( ૬ ) સમિલ નયના મત છે. એ નયના મતવાળા સિદ્ધરૂપ પરિણામ તે ધર્મ પણે કરી માને છે. શુદ્ધ શુકલધ્યાન, રૂપાતીત પરિણામ, ક્ષપકશ્રેણી એ કર્મક્ષયના જે કારણેા છે, તેને સાધન ધર્મ તરીકે જાણે અને જીવના મૂલ સ્વભાવ મોક્ષરૂપ કાર્ય નિષ્પન્ન સિદ્ધિમાં રહે તે ધર્મ માનવા, તે એવ‘ભૂત નયના મત છે. આ પ્રમાણે ધર્મની અ ંદર સાતે નયની ઘટના થાય છે. ભગવત્, આ ઘટનામાં જે કેાઈ દોષ હાય તા ક્ષમા આપી તેમાં સુધારણા કરી મને સમજાવશે.
સૂરિવર સાન'દાશ્ર્ચય થઈને મેલ્યા—ભદ્ર, જિજ્ઞાસુ, તારા મુખથી ધર્મ ઉપર સાત નયની ઘટના સાંભળી મને અતિ આનંદ થાય છે, મને હવે ખાત્રી થઇ કે, આર્હુત ધર્મના તત્ત્વજ્ઞાનનુ` રહેસ્ય જિજ્ઞાસુના હૃદયમાં સારી રીતે સ્થાપિત થયુ છે. એ ભવ્યાત્મા અલ્પ સમયમાંજ આર્હુત ધર્મના ઉત્તમ અધિકારી અની માનવ જીવનની સાર્થકતા કરશે,
ભદ્રનચચ’દ્ર, શ્રાવિકા સુખાધા અને વત્સ જિજ્ઞાસુ, હવે આજે વ્યાખ્યાન સમાપ્ત કરવાના સમય થઇ ગયા છે, સૂરિવરના મુખમાંથી એ શબ્દ નીકળતાંજ આદીશ્વર ભગવાનની જય એવા ધ્વનિ પ્રગટ થયા અને તેના પ્રતિધ્વનિથી તળાટીને પવિત્ર પ્રદેશ ગાજી ઉઠયેા. નયચંદ્ર પેાતાના કુટુંબને લઇ સ્વસ્થાન પ્રત્યે ચાલ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com