________________
(૭૪)
નયમાર્ગદર્શક નોવૃત્તિ નિઃશંક થઈ હોય તે અમે અમારા કર્તવ્યને બજાવેલું જાણીએ છીએ. અમારે ઉપદેશ સફલ થાય તે અમને વિશેષ આનંદ પ્રાપ્ત થાય, એ સ્વાભાવિક છે, અને મુનિ જીવનની કૃતાર્થતા પણ તેને માં જ છે. ભદ્ર નયચંદ્ર, હવે સાત નયના સ્વરૂપને ઉપદેશ સમાપ્ત કરવામાં આવે છે. તે વિષય એટલો બધે ગહન છે કે, તેને માટે જેટલા વિસ્તાર કરીએ તેટલો થઈ શકે તેમ છે. એ સાતનય અમુક રીતે માનવાથી નયાભાસ થઈ જાય છે, તે નયાભાસનું સ્વરૂપ તમે તમારી બુદ્ધિના બલથી જાણી શકશે. એ બંને નયેને પૃથક પૃથક એકાંત માનવામાં આવે તે મિથ્યાત્વ કહેવાય છે, અને સ્યાદ્વાદ સં. યુક્ત માનવામાં આવે તે સમ્યક્ દષ્ટ કહેવાય છે.
ભદ્ર, તેમાં ખાસ કરીને એક વાત લક્ષમાં રાખવાની છે કે, તે સાતે નયમાં પહેલા ચારનય અર્થનું નિરૂપણ કરવામાં પ્રવીણહેવાથી અર્થનય કહેવાય છે અને બાકીના ત્રણ નય શબ્દ વાગ્યાના અર્થને લગતા હેવાથી શબ્દનય કહેવાય છે, અને તેના બીજા અનેક ભેદ થઈ શકે છે. તેને માટે એક ગાથા સદા સ્મરણમાં રાખો – इकेको घ सयविहो, सत्त नयसया हवंति एमेव । अन्नोवि य आएसो, पंचेव सया नयाणंतु ।। १॥
તેને ભાવાર્થ એ છે કે, નિગમ વિગેરે સાતનયના પ્રત્યેક ના સ સે ભેદ છે. તે સર્વ મળીને સાતસે ભેદ થાય છે. બીજે પ્ર કારે પાંચ પ્રકારના નય માનીએ તે તેના પાંચસે ભેદ થાય છે.
ભદ્ર નયચંદ્ર, જે સામાન્ય ગ્રાહી નિગમનયને સંગ્રહની અં. હર લઈએ અથવા વિશેષગ્રાહી નિગમનને વ્યવહાર નયની અંદર અતત કરીએ તે છ નય થાય છે, અને તે દરેકના સેસે ભેદ ગણવાથી છસે ભેદ થઈ શકે છે. નૈગમ, સંગ્રહ અને વ્યવહાર– એ ત્રણ અર્થ નય અને એક શબ્દ નય એવી વિવક્ષા કરવામાં આ વે તે બધા મલીને ચાર નય થાય છે. તે પ્રત્યેકના સે સે ભેદ લેતાં ચારસો ભેદની સંખ્યા થાય છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક–એ બે બય લઈએ તે દરેકના મેં સે ભેદ ગણતાં બસે ભેદ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com