Book Title: Nay Margdarshak Yane Sat Naynu Swarup
Author(s): Jain Atmanand Sabha
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 76
________________ નયમાર્ગદર્શક, વિદ્વાનું શ્રાવક બેન્કર્મચંદ્ર, કેઈ એવું દષ્ટાંત આપે કે, જેમાં સાતે નયનું સ્વરૂપ ઘટાવી શકાય. કર્મચંદ્ર બે –ભદ્ર, કેઈ આસ્તિક શ્રાવક હતું, તેને કઈ પવિત્ર પુરૂષે સંગ્રહાયને મતે પુછયું કે, “તમે કયાં વસે છે? તેણે ઉતર આપે કે, શરીરમાં વસું છું. પછી તેણે વ્યવહારનયે પુછયું કે, “તમે ક્યાં વસે છે ત્યારે તેણે કહ્યું, “હું આ સંથારા ઉપર (બીછાના ઉપર) બેઠે છું.” પછી તેણે જુસૂત્રનય પ્રમાણે પુછયું, તમે ક્યાં વસે છે?” તેણે કહ્યું, “હું ઉપયોગમાં રહું છું.” (અ. હિં જ્ઞાન અજ્ઞાનને ભેદ પાડવામાં આવતું નથી.) પછી તેણે શબ્દનયનમતે પુછયું, “તમે ક્યાં રહે છે?” તેણે કહ્યું, “હું સ્વભાવમાં રહું છું.” સમભિરૂઢનયથી પૂછ્યું, “તમે ક્યાં રહે છે. તેણે કહ્યું, હું ગુણમાં રહું છું.” પછી એવંભૂતનયને અનુસરીને પુછયું, “તમે કયાં રહે છે?' તેણે ઉતર આપે, “જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ ગુણમાં રહું છું.” આ પ્રમાણે એક જાતના પ્રશ્નમાં સાતેય ઘટાવી શકાય છે. ભદ્ર નયચંદ્ર, આ પ્રમાણે કર્મચંદ્ર જ્યારે ઉત્તર આપે, તે સાંભળી તે વિદ્વાન શ્રાવક ઘણેજ ખુશી થઈ ગયે, અને તેણે તે બંને મિત્રોને હૃદયથી ધન્યવાદ આપ્યા હતા. નયચંદ્ર અતિશય આનંદિત થઈને બે –ભગવન આપે જે આ અવાંતર કથા કહી, તે ઉપરથી મને સાતનયના સ્વરૂપને માટે ઘ જ બોધ થયું છે. હવે મારૂં હદય શેકારૂપ અંધકારથી રહિત થઈ ગયું છે. હું આપના મહાન્ ઉપકારથી આકાંત થયો છું. તે વખતે શ્રાવિકા સુબેધા અને પુત્ર જિજ્ઞાસુએ પણ આનંદ સૂરિને અતિ આભાર માન્યું હતું, અને તે શ્રાવક ત્રિપુટીએ ભકિત ભાવથી ગુરૂની સ્તુતિ કરી હતી. પછી નયચંદ્ર –ભગવદ્ , આપની વ્યાખ્યાન વાણીથી સાત નયનું સ્વરૂપ અમારા સમજવામાં આવી ગયું છે, તથાપિ તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90