________________
નયમાર્ગદર્શક, ( ૫ ) ધર્મચંદ્ર-હું જંબુદ્વીપમાં વસું છું.
વિદ્વાન–જબૂદ્વીપમાં ઘણાં ક્ષેત્રે છે, તેમાં તમે કયા ક્ષેત્રમાં રહે છે ?
ધર્મચક–હું ભરતક્ષેત્રમાં વસુ છું.
વિદ્વાન–ભરત ક્ષેત્રમાં બત્રીસ હજાર દેશ છે, તેમાં કયા દે. શમાં વસે છે?
ધર્મચક–હું સૌરાષ્ટ્ર દેશમાં વસુ છું.
વિદ્વાન–સારાષ્ટ્ર દેશમાં ઘણું શહેર અને ગામ છે, તેમાં તમે કયા શહેરમાં કે ગામમાં વસે છે ? - ધર્મચક–હું પાદલિપ્ત નગરીમાં રહું છું.
વિદ્વાન–તે નગરમાં ઘણી શેરીઓ છે, તેમાં તમે કઈ શેરીમાં રહે છે?
ધર્મચક–હું ત્યાં ભાટ શેરીમાં રહું છું.
આ પ્રમાણે કહી તે વિદ્વાને કહ્યું, ભાઈ ધર્મચંદ્ર, આ મારા પ્રશ્ન અને તેના તમે ઉત્તર આપ્યા. તેમાં ક નય ઘટે? - ધર્મચંદ્ર સાનંદ વદને બે –ભદ્ર, એમાં શુદ્ધ નિગમ નય ઘટે છે.
હે ભદ્ર નયચંદ્ર, આ પ્રમાણે ધર્મચંદ્રનો ઉત્તર સાંભળી તે વિદ્વાન પ્રસન્ન થયે હતો. પછી તે વિદ્વાન ગૃહસ્થ કર્મચંદ્રની ૫ રીક્ષા કરવાને પ્રશ્ન કર્યો. ભાઈ કર્મચંદ્ર, તમારા મિત્ર આ ધર્મચંદ્રને નયસ્વરૂપનું સારું જ્ઞાન છે, એવી મને પ્રતીતિ થઈ છે. હવે તમારામાં તે જ્ઞાન કેવું છે? તે જાણવાની મારી ઇચ્છા છે. કર્મચંદ્ર પ્રસન્ન થઈને બોલ્ય–ભદ્ર, આ૫ ખુશીથી પુછે, હું યથામતિ તેને ઉત્તર આપીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com