________________
( ૩૨) નયમાર્ગદર્શક
ત્મા એ પદાર્થ જ્ઞાન સ્વરૂપ કહેવાય છે, જો કે તે આત્માની અંદર દર્શન, ચારિત્ર, વિર્ય, લેશ્યાદિક અનંત ગુણો રહેલા છે, તથાપિ સર્વની અંદર જ્ઞાન સ્વભાવ ઉત્કૃષ્ટ છે. કારણકે, બીજા દ્રવ્યથી જ્ઞાન સ્વભાવવડે આત્મા જુદે દેખાય છે, તેથી આત્માને જ્ઞાન એ પરમ ઉત્કૃષ્ટ ભાવ છે. તેથી કરીને આત્માની અંદર અનેક સ્વભાવ રહેલાં છે, તે છતાં જે “જ્ઞાનમય” આત્મા એમ કહેવાય છે, તે પરમભાવ ગ્રાહક દ્રવ્યાર્થિકનયથી કહેવાય છે. એવી રીતે બીજા પણ જે જે દ્રવ્ય પરમભાવ અસાધારણ ગુણથી દેખાતા હોય અને તેથી તેમની એલખ થતી હોય તે તેમની અંદર પણ પરમભાવ ગ્રાહક વ્યાર્થિકનય જાણી લેવું.
હે ભદ્ર, નયચંદ્ર હવે દ્રવ્યાર્થિકનયના પાંચમા ભેદ વિષે કહું, તે ધ્યાનપૂર્વક સાંભળજે-તે પાંચમે ભેદ કપાધિક નિરપેક્ષશુદ્ધક વ્યાર્થિકનય એવા નામથી ઓળખાય છે. જેમ સર્વ સંસારી પ્રાણી માત્રને સિદ્ધ સમાન શુદ્ધાત્મા ગણીએ––એટલે તેને સહજભાવ જે શુદ્ધાત્મ સ્વરૂપ તેને આગલ કરીએ અને તેમના જે ભવપર્યાય એટ લે સાંસારિકભાવ છે, તેને ગણીએ નહીં, અત તેની વિવક્ષા ન કરીયે તે કપાધિક નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિનય કહેવાય છે. એ ઉપરથી એમ સમજવાનું છે કે, ચતુર્દશમાગણા અને ગુણસ્થાનવડે અશુ દ્ધનય હોય છે એમ જાણવું. અને સર્વ સંસારી શુદ્ધનયની અપેક્ષાએ શુદ્ધ છે, એમ જાણવું,
ઉત્પાદયની ગણતાએ અને સત્તાની મુખ્યતાએ શુદ્ધદ્રવ્યાર્થિક જેમ દ્રવ્ય નિત્ય છે, અહી ત્રણે કાળે તેના રૂપની સત્તા વિચલિત નથી અચલ છે. આ પ્રમાણે દ્રવ્યના રૂપની સત્તા મુખ્યપણે ગ્રહણ કરવી. જો કે દરેક દ્રવ્યના પર્યાય ક્ષણે ક્ષણે પરિણામી એટલે રૂપાંતરને પમનારા છે, તથાપિ જીવ તથા પુગલ વગેરે દ્રવ્ય સત્તા કદિપણ ચલાયમાન થતી નથી. કહેવાનો આશય એ છે કે દ્રવ્યની ઉત્પત્તિ અને નાશનું ગાણપણું કરી તેની સત્તાને મુખ્ય મનાવે તે છઠે ઉ. પાદ વ્યથાણુ સત્તાગ્રાહક શુદ્ધદ્રવ્યાર્થિકન કહેવાય છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com