________________
નયમાર્ગદર્શક.
(40)
છે, અને શબ્દાદિક ત્રણ નય પર્યાયાસ્તિકપણે ભાવનિક્ષેપમાં રહેલા છે. એમ કહે છે, અને શ્રી સિદ્ધસેન દિવાકરજી મહારાજ પ્રથમના ત્રણ નયમાં દ્રવ્યાસ્તિપણે ત્રણ નિક્ષેપા અને ઋજુસૂત્ર વગેરે ચાર નય પર્યાયાસ્તિકપણે એક ભાવ નિક્ષેપમાં રહેલા છે એમ કહે છે, પ્રમાણે તેમના જુદા જુદા મત છે, તથાપિ તેમને આશય એકજ છે, અને બન્ને આચાર્ય મહારાનુ' વચન પ્રમાણુ છે.
આ
નયચંદ્ર—મહારાજ, એ કેવી રીતે ?
સૂરિવર——ભદ્ર નયચંદ્ર, વસ્તુની ત્રણ અવસ્થા કહેવાય છે. ૧ પ્રવૃત્તિ, સંકલ્પ અને પરિણતિ જે વસ્તુની અંદર યાગ વ્યા પારરૂપ ક્રિયા છે, તે પ્રવૃત્તિ કહેવાય છે. ચેતનાના યાગ સાથે મનને વિકલ્પ તે સ’કલ્પ, અને પરિણામ રૂપાંતર પામવું તે પરિણતિ કહેવાય છે, તેથી કેાઈ આચાર્ય પ્રવૃત્તિ ધર્મ અને સંકલ્પ ધર્મ એ અનેને આદયિક મિશ્રિતપણાને લઈને દ્રવ્ય નિક્ષેપા કહે છે, અને જે વસ્તુના પરિણતિ ધર્મ છે, તેને ભાવનિક્ષેપા કહે છે. કાઇ આચાર્ય તા વિકલ્પ તે જીવની ચેતના માટે તેને ભાવ નયમાં ગવેષે છે, અને પ્રવૃત્તિને વ્યવહાર નયમાં માને છે, સકલ્પને ઋજુસૂત્ર નયમાં ગણે છે અને પરિણતિમાં જે એકવચન પર્યાયરૂપ તે શબ્દ નય ગણે છે, વળી બીજા નયને માટે એમ પણ માને છે કે, સ‘કલ્પવચનપર્યાયરૂપ તે સમભિરૂઢ નય, વચન તથા અના સંપૂર્ણ પર્યાયરૂપ તે એવ‘ભૂતનય છે, અને તે ત્રણ શુદ્ધ ગણાયછે.
આ વખતે નયચંદ્ર શંકા કરી- ભગવત્, શુદ્ધ નય અને અ શુદ્ધ નય શું, તે વિષે બરાબર ઘટાવી સમજાવે.
સૂરિવર—ભદ્ર નયચંદ્ર, નિશ્ચય અને વ્યવહાર નય જે કહે. વાય છે, તેમાં વ્યવહાર નયના ભેદ થઈ શકે છે. અશુદ્ધ વ્યવહાર અને શુદ્ધ વ્યવહાર તેમાં અશુદ્ધ વ્યવહારના પાંચ ભેદ છે. ૧ અશુદ્ધ વ્યવહાર, ૨ ઉપચરિત વ્યવહાર, ૩ અશુભ વ્યવહાર, ૪ શુભ વ્યવહાર અને પ અનુપચરિત વ્યવહાર, આપણાં શરીરમાં જે જીવ છે, તે જીવને જે રાગ, દ્વેષ, અજ્ઞાનરૂપ અશુદ્ધતા અનાદિ કાલથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com