________________
પ
ર
છે ક ક ય ક
ા
w
( ૩૪). નયમાર્ગદર્શિકા
ભદ્ર નયચંદ્રક, આ પ્રમાણે દ્રવ્યાર્થિક નયન દશ ભેદ છે, તે તમારે સ્મરણમાં રાખવા જોઈએ. હમેશાં જો એ તમારા સ્મરણમાં હશે તે કદિ પણ તમારા હૃદયમાં શંકા ઉત્પન્ન થશે નહીં, કોઈ પણ દ્રવ્ય વિષે વિચાર કરે તે વખતે તેની અંદર આ નયની જના કરશે, તે તમારા નિઃશંક હૃદયમાં જ્ઞાનને શુદ્ધ પ્રકાશ પડશે.
સૂરિવરના આ વચન સાંભળી નયચંદ્ર હૃદયમાં પ્રસન્ન થઈ બે –મહાનુભાવ, આપના વચન યથાર્થ છે, આપના આ ઉપદેશથી મારા હૃદયની નિર્મલતા વધતી જાય છે. આપે જે દ્રવ્યાર્થિક નયને બંધ આપે, તેનાથી મારા હૃદયમાં કોઈ વિલક્ષણ પ્રકાશ પડે છે, હવે મને પ્રતીતિ થાય છે કે આ પ્રમાણે સર્વ નયનું સ્વરૂપ સમજવાથી મારા અંતર્પેટ ઉઘડી જશે.
સૂરિવર–ભદ્ર, “તથાસ્તુ” તારી ઈચ્છા સફળ થાઓ, હવે સમય થઈ ગયો છે, તેથી આજનું વ્યાખ્યાન સમાપ્ત કરવામાં આવે છે. આવતી કાલે યાત્રા કર્યા પછી પુનઃ વ્યાખ્યાન આપવામાં આવશે. સૂરિવરના આ શબ્દની સમાપ્તિ સાથે જ સર્વના મુખમાંથી “આદી. શ્વર ભગવાનની જય–એ વાક્યને ધ્વનિ પ્રગટ થયે. અને સર્વ પિતપોતાને સ્થાને ચાલ્યા ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com