________________
( કર ) નયમાર્ગદર્શક માણે આનંદસૂરિની વ્યાખ્યાન ભૂમિમાં દાખલ થઈ ઉપદેશ શ્રવણ કરવાને તત્પર થયું. સૂરિવર નિત્યના નિયમ પ્રમાણે યાત્રા પૂર્ણ કરી તે સ્થાને આવ્યા હતા અને તેમણે ઉપદેશના આરંભ પહેલા નીચે પ્રમાણે મંગલાચરણ કર્યું–
विमनाचनसंस्थानो विमत्रात्मा जिनेश्वरः
जीयादादीश्वरः श्रीमान् विमलझान नास्करः ॥१॥ વિમલાચલ ઉપર રહેલા, નિર્મલ આત્માવાલા અને નિર્મલ જ્ઞાનના સૂર્યરૂપ એવા શ્રીમાન આદીશ્વર જિનેશ્વર જય પામે.
ભદ્ર નયચંદ્ર, શ્રાવિકા સુબેધા અને જિજ્ઞાસુ, સાત નયના મૂલ ભેદ દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નયના ભેદે મેં તમને કહી સંભળાવ્યા છે. હવે તે બંને નયમાં શું જાણવું જોઈએ એ વાત તમારે લક્ષપૂર્વક સાંભળવી. એ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયની અંદર સ્થાન રહેલા છે, તે તમારે પ્રથમ સમજવું જોઈએ. તે સાવધાન થઈને સાંભળજો
જે દ્રવ્યાર્થિક નય છે, તે નિત્યસ્થાનને જણાવે છે, કારણ કે, દ્રવ્ય નિત્ય અને સર્વ કાલમાં હોઈ શકે છે, અને જે પર્યાયાર્થિક નય છે, તે અનિત્યસ્થાનને જણાવે છે, કારણ કે, પર્યાય અનિત્ય છે.
નયચંદ્ર-સૂરિવર્ય, તે વિષે કઈ પ્રમાણ હોય તે દર્શાવી અમને વિશેષ સ્પષ્ટ કરી સમજાવે.
રિવર–ભદ્ર નયચંદ્ર, રાજપ્રક્ષીય વૃત્તિમાં તેને માટે લખે
" द्रव्यार्थिक नये नित्यं पयार्षिक नये त्वनित्यं द्रव्यार्थिक नयो द्रव्यमेव तात्त्विकमनिमन्यते न तु पर्यायान् द्रव्यं चान्वयि परिणामित्वात् सकलकालजावि जवति ॥"
આ પ્રમાણ વાક્યને ભાવાર્થ એ છે કે, “દરેક વસ્તુ દ્રવ્યાર્થિક નયથી નિત્ય છે અને પર્યાયાર્થિક નયથી અનિત્ય છે. જે દ્રવ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com