________________
નયમાર્ગદર્શક
( ૨૯ ) સમયને ઉપયોગ નહીં રાખનારા મનુષ્યની આયુષ્ય તદન વૃથા જા ય છે, અને તેઓ પ્રમાદના પાત્ર બની પિતાનું અમૂલ્ય માનવ જીવન ગુમાવે છે,
આ પ્રમાણે કહી સૂરિવરે પિતાના વ્યાખ્યાનનો આરંભ કર્યો. આરંભ કરતી વખતે તેઓ નીચે પ્રમાણે મંગલાચરણને લેક બેલ્યા હતા –
" ऐंद्रश्रेणिनतः श्रीमानंदतान्नाभिनंदनः । उधार युगादौयो जगदज्ञान पंकतः ॥१॥ ઈની રાણીએ નમેલા નાભિરાજાના પુત્ર શ્રીમાન આદીશ્વર ભગવાન્ આનંદ પામે, જેમણે યુગની આદિમાં આ જગને અજ્ઞાનરૂપી કાદવમાંથી ઉદ્ધાર કર્યો છે. ૧
આ પ્રમાણે મંગલાચરણ કર્યા પછી આનંદસૂરિ પિતાના ઉપદેશને આરંભ કરતાં બેલ્યા–ભદ્ર નયચંદ્ર, શ્રાવિકા સુધા અને વત્સ જિજ્ઞાસુ, આજે સાત નય વિષે જે કહેવામાં આવે, તે તમે એક ચિત્તે સાંભળજે. ભટ્ટ નયચંદ્ર, સંપૂર્ણ રીતે નયમાર્ગ કહી શકાય તેમ નથી. જેટલા વચનના માર્ગ છે, તેટલા નયના વચને છે, અને જેટલા નયના વચન છે, તેટલા એકાંત માનવાથી અન્ય મત છે, તેથી સર્વનયનું સવિસ્તર સ્વરૂપ કહી શકાય તેમ નથી; માટે હું 'તમને તેનું સંક્ષેપથી વર્ણન કહી બતાવું છું. ઉપર જે નયના લક્ષણે કહ્યા છે, તે નય મુખ્ય રીતે ૧ દ્રવ્યાર્થિકનય અને ૨ પર્યાયાર્થિક નય એમ બે પ્રકારે છે, તેમ વળી તે નિશ્ચયનય અને વ્યવહાર નય—એવા બે પ્રકારે પણ ગણેલા છે. તે દ્રવ્યાર્થિકનય, પર્યાયાર્થિકનય, નિશ્ચયનય અને વ્યવહારનય—એ સર્વ નયના મૂળ ભેદ છે. તેમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એ નિશ્ચયનયના સાધન હેતુ છે, એમ સમજવું, જેની અંદર ઉપર કહેલ દ્રવ્ય પ્રજન રૂપે હોય તે દ્રવ્યાર્થિક નય કહેવાય છે. એટલે દ્રવ્ય છે અર્થ-પ્રજન જેનું, તે દ્રવ્યાર્થિક કહેવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com