________________
નયમાર્ગદર્શક. (ર૭) નયના લક્ષણના પ્રમાણ આપ્યા, તેવી રીતે નયાભાસના લક્ષણનું કઈ પ્રમાણ છે કે નહીં?
સૂરિવર બેલ્યા–ભદ્ર, નયાભાસને માટે પણ પ્રમાણ છે, તે સાંભળ–
“સ્વા િવેતા તિરાપલાળી નાના”
પિતાના ઇરછેલા પદાર્થના અંશથી બીજા અંશને જે નિષેધ કરે તેમજ નયની જેમ દેખાય તે નયાભાસ કહેવાય છે. ' - નયચંદ્ર–મહારાજ, આપે આ પ્રમાણ બહુ સારું આપ્યું, હવે હું તેને યાદ કરી રાખીશ, પણ એક બીજી શંકા ઉત્પન્ન થઈ છે કે, આપે જે સાત નય કહ્યા, તે શિવાય બીજા હશે કે નહીં? - સૂરિવર પ્રસન્ન થઈને બોલ્યા-ભદ્ર, બીજા વિશેષ હોઈ શકે છે, પણ પ્રાયે કરીને આ સાત નય મુખ્ય હોવાથી સદા સ્મરણમાં રાખવા યોગ્ય છે, જે વિદ્વાન વક્તાનને વિસ્તાર કરવાની ઈચ્છા રાખે તે તે કહી શકે છે. નાના પ્રકારની વસ્તુમાં અનેક અંશેના એક એક અંશનું કથન કરનાર વકતાના ઉપન્યાસમાં સર્વ નય આવી શકે છે. - ભદ્ર નયચંદ્ર, આજે વ્યાખ્યાન સમાપ્ત કરવાનો સમય થઈ ગયે છે, તેથી આવતી બીજી યાત્રા કર્યા પછી તે વિષે વ્યાખ્યાન કરીશું, આજનું વ્યાખ્યાન સમાપ્ત કરવામાં આવે છે. આ પ્રમાણે કહી સૂરિવરે પિતાનું વ્યાખ્યાન સમાપ્ત કર્યું, તે વખતે સર્વના મુખમાંથી “આદિશ્વર ભગવાનની જય” એ ધ્વનિ પ્રગટ થયે,તે પછી સૂરિવર પિતાના શિષ્યની સાથે પાદલિપ્ત નગરી તરફ આવ્યા, અને નયચંદ્ર પિતાના કુટુંબની સાથે મેતીશાહ શેઠની ધર્મશાળામાં પિતાને ઉતારે આવ્યા હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com