________________
(૨૬) નયમાર્ગદર્શક. વસ્તુને તેના વિવિધ પ્રકારના સ્વભાવમાંથી નિવૃત્ત કરી એક સ્વભાવમાં લાવે, તે નય કહેવાય છે, અથવા પ્રમાણથી સંગ્રહ કરેલા અર્થને જે એક અંશ તે નય કહેવાય છે, કેટલાક વિદ્વાને એમ પણ કહે છે કે, જ્ઞાતા પુરૂષને અભિપ્રાય અથવા શ્રુત વિકલ્પ તે નય કહેવાય છે, અથવા અનુગદ્વારની વૃત્તિમાં એમ કહે છે કે, સર્વ અનંત ધર્મવાળી વસ્તુમાં જે એક અંશને ગ્રહણ કરનારે બેધ, તે નય કહેવાય છે. નયચક્રમાં તે એમ લખે છે કે, એક વસ્તુ અનંત ધર્મવાળી છે, તેમાંથી એક ધર્મની મુખ્યતા કરવાનું જે જ્ઞાન તે નય કહેવાય છે.
આ વખતે નયચંદ્ર વિચાર કરી બે –મહારાજ, આપે નયનું સ્વરૂપ સમજાવવાને જુદા જુદા તેના લક્ષણે કહ્યા, પણ તેમાં થી એક લક્ષણ દાખલો આપી સમજાવે, કે જેથી મારી બુદ્ધિમાં તે ગ્રાહા થાય. આ સૂરિવર નયચંદ્રને ધન્યવાદ આપીને બેલ્યા–ભદ્ર નયચંદ્ર, નય એટલે શું? તેને દાખલો એ છે કે, જીવ વગેરે જે એક દ્રવ્ય છે, તે અનંત ધમાંત્મક છે, એટલે તેમાં ઘણા ધર્મો રહેલા છે, તેમાં થિી એક ધર્મનું ગ્રહણ કરવું, અને તેની અંદર રહેલા બાકીના ધર્મ ને નિષેધ ન કરે તેમ તેમનું ગ્રહણ પણ ન કરવું, અર્થાત્ તે દ્રવ્યના અનંત ધર્મમાંથી એક ધર્મને મુખ્ય કરે, તે ન કહેવાય છે, જે તે દ્રવ્યના એક અંશને માની બાકીના અને નિષેધ કરે તે તે નયાભાસ કહેવાય છે, એ નયાભાસ જૈનમત સિવાય બીજા મતમાં આવે છે.
તે નયના સાત પ્રકાર હોવાથી તે સાત નય કહેવાય છે. ૧નગમનય, ૨ સંગ્રહનય, ૩ વ્યવહારનય, ૪ રૂજુસૂવનય, ૫ શબ્દનય, ૬ સમભિરૂઢય, અને ૭ એવભૂતનથ– આવા તે સાત નવના નામ છે.
આ વખતે નયચંદ્ર પ્રશ્ન કર્યા–ભગવન, જેવી રીતે આપે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com