________________
(૧૬) નયમાર્ગદર્શક. છે, તે અગુરુલઘુત્વ નામે પાંચમે ગુણ છે. તે ગુણ સૂક્ષમ હોવાથી કહી શકાય તેવું નથી. તે માત્ર આગમપ્રમાણથી જ ગ્રાહ્ય છે. જે ક્ષેત્રપણે જેટલા અવિભાગી પરમાણુ યુદ્ગલે હોય તે પ્રદેશત્વ નામે દ્રવ્યને છઠે ગુણ છે. જેનાથી વસ્તુને અનુભવ થાયતે ચેતના નામે સાતમે ગુણ છે. જે વસ્તુમાં જ્ઞાન રહિત પણું, તે અચેતન નામે આઠમે ગુણ છે. જે વસ્તુમાં રૂપ, રસ, ગંધ, અને સ્પર્શ હેય તે મૂર્તવ નામે નવ ગુણ છે. જે દ્રવ્યમાં ઉપર કહેલ રૂપાદિન હેય, તે અમૂર્તત્વ નામે દશમે ગુણ છે. આ દશ ગુણે દ્રવ્યના સામાન્ય ગુણ કહેવાય છે અને તે ઉપરથી દ્રવ્યનું સ્વરૂપ યથાર્થ રીતે સમજવામાં આવે છે.
નયચંદ્ર ખુશી થઈને બે –ગુરૂવર્ય, આપની વાણીરૂપીગ ગામાં સ્નાન કરવાથી મારું હૃદય નિર્મળ થતું જાય છે. અને તેમાંથી શંકારૂપીમલ દૂર થતા જાય છે.
સૂરિવર બેલ્યા–ભદ્ર, હવે તે વિષે કઈ જાણવાની અપેક્ષા
નયચંદ્રને હવે તે વિષે કાંઈ શંકા નથી. આ વખતે જિજ્ઞાસુ વિનયથી બે –પિતાજી, જે અવિનય ન થાય તે એક વાત હું જણાવું.
સુરિવાર–એમાં અવિનય નહીં થાય. જે કહેવાનું હોય તે ખુશીથી કહે.
જિજ્ઞાસુ–કપાળ ગુરૂ મહારાજ, જેવી રીતે આપે દ્રવ્યના સામાન્ય ગુણે કહ્યા, તેવી રીતે તેના વિશેષ ગુણે પણ હોવા જોઈએ. મારા પિતા એ વાત પુછવી ભુલી ગયા છે.
નયચંદ્ર–વત્સ, તને સાબાશી ઘટે છે. એ વિષે મારી ભૂલ - થઈ છે. કૃપાળુ ગુરૂ આપણને દ્રવ્યના વિશેષ ગુણે સમજાવશે.
સૂરિવર પ્રસન્નતાથી બેલ્યા–હે ભવ્ય આત્માઓ, દ્રવ્યના વિ. શેષ ગુણ સેળ છે. તે તમે સાવધાન થઈને સાંભળે–૧ જ્ઞાન,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com