________________
નયમા દર્શક,
( ૧૫ ) અથવા ચારાશી લાખ યાનિ–એ પણ વિભાવ પર્યાય કહેવાય છે. આ વખતે સુએધાએ પોતાના પુત્ર જિજ્ઞાસુને પુછ્યું, વત્સ, આ પર્યાય ના ખાર પ્રકાર તારા જાણવામાં આવ્યા, પણ તેની અંદર ગુણ એટલે શું એ તારા સમજવામાં આવ્યુ` છે કે નહી ?
જિજ્ઞાસુ માતાને નમન કરીને બોલ્યેા—માતુશ્રી, તમેજ મને ગુણ વિષે એકવાર સમજાવ્યુ` છે, તેથી તે વાત મારા સ્મરણમાં છે.
નયદ્રે કહ્યું; બેટા,ગુણ વિષે તું શું જાણે છે? તે કહી બતાવ,ને તું યથાર્થ જાણતા હેઇિશ, તેા આ સૂરિવર તને અભિનંદન આપશે,
જિજ્ઞાસુ નિઃશંક થઈને બેચે—પિતાજી, તે વિષે હું ખરાઅર સમજ્યેા નથી, પણ દ્રવ્યના જે સામાન્ય ગુણ છે, તેના નામ મને આવડે છે. તે કહું તે સાંભળેા—૧ અસ્તિત્વ, ૨ વસ્તત્વ, ૩ દ્રવ્ય, ૪ પ્રમેયત્ન, ૫ અનુરૂલઘુત્વ, ૬ પ્રદેશત્લ, ૭ ચેતન૧, ૮ અચેતન ત્વ, ૯ મૂર્ત્તત્વ, અને ૧૦ અમૂર્ત્તત્વ——એ દશ દ્રવ્યના સામાન્ય ગુ ણુ કહેવાય છે.
સૂરિવર પ્રસન્ન થઈને બોલ્યા-ભદ્ર, જિજ્ઞાસુ, તે' કહેલા તે ના મ યથાર્થ છે, પણ તે દરેકના અર્થ જાણે છે કે નહિ ?
જિજ્ઞાસુ—ભગવન, તેના અર્થ તે હું ખરાખર જાણતા નથી. નયચ’---ભગવન, તેના અર્થ તા આપજ કહે। જેથી અમારા કુટુંબ ઉપર મહાન ઉપકાર થશે. સૂરિવર બોલ્યા——હે ભદ્ર આત્માએ,તે દ્રવ્યના દશ સામાન્ય ગુણેાના અર્થ સમજાવું,તે તમે સાવધાન થઇને સાંભળજો—જે દ્રવ્યનું સરૂપપણુ નિત્યાદિ ઉત્તર સામાન્ય અને વિશેષ સ્વભાવનું આધારભૂત છે, તે અસ્તિત્વ નામે પ્રથમ ગુણ છે. દ્રવ્યનું સામાન્ય અને વિશેષ રૂપપણુ, એ વસ્તુત્વ નામે ખો ગુણ છે. દ્રવ્યના સ્વરૂપમાં જે ‘સત્ ’ લક્ષણ કહ્યું, તે વ્યત્વ નામે ત્રી જે જો ગુણ છે. પ્રમાણવડે જે માપી શકાય તે પ્રમેય નામે ચેાથે ગુણ છે. પ્રત્યેક સમયે દ્રવ્યયમાં છ ગુણની વૃદ્ધિ અને હાનિ જે થયા કરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com