Book Title: Mohanlalji Arddhshatabdi Smarak Granth
Author(s): Mrugendramuni
Publisher: Mohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
View full book text
________________
શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ: પરન્તુ મુંબઈને જૈન સંઘ મહારાજ સાહેબને એમ કેમ જવા દે? સંઘની આગેવાન વ્યકિતઓએ મહારાજશ્રીને મુંબઈમાં સ્થિરતા કરી જવા આગ્રહ કર્યો. લોકોના મનની વેદના મહારાજશ્રી સમજતા હતા, પણ તેમને નિશ્ચય અટલ હતા. લોકોના મનને સાંત્વન આપતાં મહારાજશ્રીએ કહ્યું: “મેં તો જાત્રા કરનેક જા રહા હું, તે આપકો ખુશ હોના ચાહિયે કે દુઃખ મનાના ચાહિયે? સાધુઓંકા ધમ હૈ કી શકય હવે વહાં તક અપને આત્માકો ઔર દુસરે ભવ્ય આત્માના કલ્યાણ અર્થે ક્ષેત્રમંતર જાના હિ ચાહિયે.”
મહારાજશ્રીની વિદાય વખતનું દશ્ય અતિ કરુણ હતું. મહારાજશ્રીના થવાના વિયોગના કારણે લોકોના હૃદયને ભારે આંચકો લાગ્યા અને મક્કમ મન કરવા છતાં લોકેની આંખમાં આંસુઓ આવી રહ્યા હતાં. મુંબઈ શહેરમાંથી મહારાજશ્રીની એ અંતિમ વિદાય હતી, તેની કલ્પના તે એ વખતે કઈને કયાંથી હોય? પરંતુ મહારાજશ્રીની એ વિદાય અંતિમ નાવડી. મહા વદ ૧૩ના મુંબઈથી વિહાર કરી મહારાજશ્રી સુરત આવવા નીકળ્યા.
૧૮ - ગુરુદેવને શિષ્ય સમુદાય દીક્ષાર્થીઓને શ્રી મોહનલાલજી મહારાજ પ્રત્યે ભારે આકર્ષણ થતું, અને તેમના દીક્ષા પર્યાય-સમયમાં મુખ્યત્વે તેમનો શિષ્ય સમુદાય નીચે મુજબનો હત
૧ શ્રી આલમચંદજી મહારાજ : જોધપુરના રાજકર્મચારી પુરુષ શ્રી આલમચંદજી મહારાજશ્રીના વ્યાખ્યાનમાં હંમેશા આવતા અને સંસારનું ક્ષણભંગુર સ્વરૂપ સમજાતાં તેમણે મહારાજશ્રી પાસે દીક્ષા લીધી. મહારાજશ્રીના પ્રથમ શિષ્ય થવાનું સૌભાગ્ય શ્રી આલમ દજી મહારાજના ફાળે જાય છે.
૨ જશમુનિજીઃ મેહનલાલજી મહારાજ જ્યારે જોધપુર હતા, ત્યારે સ્થાનકવાસી ભાઈ જેઠમલજીની ચારિત્ર લેવા માટે ભાવના થઈ અને ત્યાંના સંઘે દીક્ષા મહત્સવનો જશ લીધે, અને તેમનું નામ પણ જશમુનિ રાખ્યું.
૩ કાંતિમુનિજી મહારાજશ્રી પાલણપુરમાં હતા, ત્યારે તેમનાં વ્યાખ્યાન સાંભળી બાદરમલ નામને શ્રાવકને સગરંગ લાગ્યો અને ગુરુદેવ પાસે સંસારરૂપ સાગર તરવા માટે ચારિત્રરૂપી નૌકાની માગણી કરી. દીક્ષાર્થીની તીવ્ર ભાવના જોઈ મહારાજશ્રીએ તેમને ધામધૂમપૂર્વક ભાગવતી દીક્ષા આપી અને નામ કાંતિમુનિ રાખ્યું. જોધપુરમાં વડી દીક્ષા થઈ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org