Book Title: Mohanlalji Arddhshatabdi Smarak Granth
Author(s): Mrugendramuni
Publisher: Mohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
View full book text
________________
સ્વર્ગસ્થ પુણ્યાત્મા શ્રીમાન્ મુનિ મહારાજ
શ્રી મેહનલાલજી લેખક : શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ. (બી. એ. એલ. એલ. બી.)
રાગ-સોહણી. અંતર ભરે છે ઉભરા, કયાં આ૫, ને ક્યાં જઈ શકું! દેહાભિમાનીને થતા, કયાં આપ, ને કયાં જઈ શકું? શુભ ને અબાધિત ધામમાં, શાન્તિ અનુપમ ભેગો, સંસાર છોળો મારતા તોફાની દરિયામાં ભમ્. અંતર યમ દમ અને ઉપશમનો ઉપદેશ સાધુ કયાં સુણું? દુઃખમુક્તિસાધન એ વિના દુ:ખમાંથી ક્યાંથી વિરમું? અંતર૦
[ ] - જીવનભૂમિકા:-શ્રીમાનનો જન્મ બ્રાહ્મણના કુલમાં મારવાડના ગામમાં ચાંદરમાં સંવત ૧૮૮૫ ના ચૈત્ર વદ ૬ ને દિને થયો. પિતાનું નામ બાદરમલજી હતું અને માતાનું નામ સુંદરી હતું. તેમણે યતિદીક્ષા સંવત્ ૧૯૦૩ માં લીધી. ૨૪ વર્ષ યતિ તરીકે રહી સંવત્ ૧૯૨૭ માં સંવેગી સાધુની દીક્ષા કલકત્તાના દેરાસરમાં લીધી. યતિત્વને પરિત્યજી સાધુત્વ સ્વીકાર્યું. ત્યારપછી કેટલાએક સ્થાનમાં વિહાર કર્યો. મુંબઈ અનાર્ય દેશ કહેવાતે, તેથી ઘણું લાંબા કાલ સુધી મુંબઈ નગરી પવિત્ર મુનિશ્રીના પૂજ્ય પગલાંથી પવન થવાથી અભાગી રહી; મુંબઈની પ્રજા કેવળ ધનસંચય કરવામાં તત્પર રહેતી તેથી ઉદરંભરીનું નામ અન્યજનોએ પાડયું. આને પ્રતિકાર કરવાનો સમય પ્રાપ્ત કરવાને તે પ્રયત્નવતી બનતી ગઈ. આ પ્રયત્નો પ્રાંતે પ્રતિફલિત થયા. શ્રીમાન્ મેહનલાલજીનું આવાગમન સંવત્ ૧૯૪૭ માં થયું. અત્યારસુધી સાધુએ દક્ષિણમાં દમણ સુધી વિહાર કરી વિરમી જતા. દમણ પછી રહેલો કેટ કેઈપણ ભેદી શકવાને સમર્થ થયા ન હતા. પરંતુ મુંબઈના સદ્ભાગ્યે શ્રીમાનું મોહનલાલજી દમણ કેટ ચીરીને એટલે મુંબઈને માર્ગ ખુલ્લે કરી મોહમયીની મેહધનતૃષ્ણ નિવારવા પધાર્યા. મુંબઈની ઉત્કંઠ જૈન પ્રજાએ મહારાજશ્રીને વધાવી લીધા અને જિનશાસનની ઉન્નતિને પ્રસાર ધીરે ધીરે અને દઢપણે થતે ગયે. તે વર્ષ પછી મુંબઈમાં શ્રીમાને સંવત્ ૧૯૫૪ માં બીજી વખત અને સંવત્ ૧૯૫૮ માં ત્રીજી વખત પિતાનાં પનોતાં પગલાં કર્યાં. છેલી વખતે તે પોતે કેટલાક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org