Book Title: Mohanlalji Arddhshatabdi Smarak Granth
Author(s): Mrugendramuni
Publisher: Mohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
View full book text
________________
૫૫
આબુ-દેલવાડાના જૈનમન્દિરની શિલપસમૃદ્ધિ નથી. પાછળથી જીર્ણોદ્ધાર થતાં શ્રી ઋષભદેવની પાષાણની મૂર્તિની પ્રતિષ્ઠા થયેલી જણાય છે.
| વિમળવસહીના મંદિરની બહાર સામે જ એક સુંદર હસ્તિશાળી છે. તેના દરવાજાના મુખ્ય ભાગમાં ઘોડેસ્વારીમાં વિમળમંત્રીની પ્રતિમા છે. તેની બન્ને બાજુએ આગળપાછળ કુલ ૧૦ હાથીઓ છે. તેના ઉપર મંદિરને વિસ્તાર અને જીર્ણોદ્ધાર કરનાર વંશપરિવારના લેખો છે.
વિ. સં. ૧૦૮૮ માં વિમળમંત્રીએ આ મંદિરની પ્રતિષ્ઠા શ્રી વિદ્ધમાનસૂરિજી પાસે કરાવી હતી. તે સમયમાં મુખ્યમંદિર અને નૃત્યમંડપ બંધાયા હોય એવું શિલ્પશાસ્ત્રીએનું માનવું છે. તેની પાસની દેરીઓ અને મંદિરને બહારનો બેલાણકમંડપ (પ્રવેશમંડ૫) તથા હસ્તિશાળા વગેરે પાછળથી ૧૨૦૧-૨ ની આસપાસ બંધાયા છે.
મુખ્ય નૃત્યમંડપની ઉત્તર બાજુની વચ્ચેની ચોકીની છતમાં સરસ્વતીદેવીની મૂર્તિની અને બાજુ સૂત્રધાર કેલા અને લેયણની મૂર્તિઓ છે. આ શિલ્પીઓએ પાછળના ભાગે બાંધ્યા હશે. દુકામાં વિમલશાહનું મંદિર એક સાથે આખું બંધાયું નહોતું કકડે કકડે પૂરું થયું છે, એવું બીજા લેખો ઉપરથી પણ સિદ્ધ થાય છે. વખતો વખત મંદિરના જીર્ણોદ્ધારનું કામ ચાલ્યા કર્યું છે. તેમ, સિરોહી, સિદ્ધપુર, પાટણ અને પાલનપુર એ ચાર નગરેના કારીગરોના નામ મળે છે. ૧૮૨૧ ના લેખમાં ઝવેરચંદજી, આશકરણજી અને માણેકચંદજી દેખરેખ રાખે છે. કારીગરે ભાલે, રેખા, કને, ખીમો, હરખચંદ, ડા, ભાય, હરોળ, કેસર, રામો, ગંગારામ વાંચે તેને રામ રામ બતાવે છે. આ લેખ હસ્તિશાળાના મંડપમાં છે.
વિમલવસહીના મંદિરમાં પ્રધાનમૂર્તિ શ્રી ઋષભદેવ ભવ ની છે. તેમાં પ્રકાશ માત્ર સામેના દ્વારમાંથી મળે છે તેની સામે મુખ્ય મંડપ છે. જેની બીજી ત્રણે બાજુ પરસાળે કે ચાકીએ છે. આ મંદિરના ૧૪૦ ફૂટ લાંબા ૯૦ ફૂટ પહેલા ચગાનની ભતેને અડતી સ્તંભેવાળી લાંબી પરસાળમાં કે તખતીમાં બુદ્ધવિહારે જેવી દેરીઓ છે, તે દરેકમાં પદ્માસનવાળી પ્રતિમાઓ છે. મંડપના સ્તંભ પર પાટડાઓ ચડાવેલ છે, તે પર ઘુમ્મટની છત ટેકાવેલી છે. તેમાં અનેક વસ્તુના કંદરા પાડી દરેકમાં વેલ, ચક્ર, હાથીઓ વગેરે કોતરેલાં છે. અને છતમાંથી ઝુલતા ફૂલતરાઓની આરસમાં ઉતારેલી કમળ પાંખડીઓ વિશ્વનું આશ્ચર્ય બની છે. પાટડા ટેકવતી કમાને કે તારણે જૈનમંદિરનું એક કલાત્મક સંશોભન તત્વ છે.
વિમલવસહી મંદિર પ્રાચીન મંદિરની કાળી પત્થરની પીઠ ઉપર રચાયેલું છે. તે બધા આબુના પહાડમાંથી કાઢેલા જણાય છે. વિમલશાહે નવા મંદિર માટે આરસને પત્થર અંબાજી પાસેની ઝરીવાવની ખાણોમાંથી કાઢીને મંગાવેલો છે. જુના વખતમાં આબુ ઉપર જવાને માગ અચળગઢ તરફથી ગાડા રસ્તાને પણ હતો, પણ પત્થર હાથીની પીઠ ઉપર બાંધીને પર્વત ઉપર લાવવામાં આવ્યા હશે એવી માન્યતા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org