Book Title: Mohanlalji Arddhshatabdi Smarak Granth
Author(s): Mrugendramuni
Publisher: Mohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
View full book text
________________
આબુ-સલવાડાના જૈનમનિરોની શિલ્પસમૃદ્ધિ
૫૭ લુણવસહિમાં દિવાલે, દરવાજા, ભંતે, તેણે અને છતના ઘુમટે વગેરેમાં કુલઝાડ, વેલબુટ્ટા, હાંડી, ઝુમ્મર એવી બીજી અનેક ચેતન વસ્તુઓની કારણે કરેલી છે, તે ઉપરાંત હાથી, ઘોડા, ઉંટ, વાઘ, સિંહ, માછલી, પક્ષિઓ, મનુષ્ય, દેવદેવીઓ, જુદી જુદી અનેક પ્રકારની આકૃતિઓની સાથે મનુષ્ય જીવનના અનેક પ્રસંગે જેવાં કે-રાજદરબાર, સવારીઓ, વરઘેડા, જાન, વિવાહની ચેરી, નાટક, સંગીત, રણસંગ્રામ, પશુપાલક, સાધુઓ અને શ્રાવકની ધર્મક્રિયાઓ અને તીર્થંકરના જીવન એવા સુંદર અને સુવાગ્યરૂપે કતરેલાં છે કે તે બધાનું બારીકાઈથી નિરીક્ષણ કરતાં દિવસેના દિવસે પૂરા ન થાય અને વર્ણનથી પુસ્તકે ભરાય. , આ બે મંદિરમાંથી કેને શ્રેષ્ઠ ગણવું તેને માટે વાદ કરી શકાય. દરેક જણ પિતાની મેળે રુચિ પ્રમાણે ગમે તેને શ્રેષ્ઠ ગુણ આપી શકે. કતરણીની શ્રેષ્ઠતામાં વિમળવસહિ ચડી જાય તે લુણ–વસહિમાં કેરણીને વિસ્તાર અને બારીકી અને સુંદરતા વધે. વિમળ-વસહિમાં મનુષ્ય જીવનના પ્રસંગે વધારે છે. લુણવસતિની દરેક નાની ચાકીની છતમાં ભિન્ન ભિન્ન પ્રકારની રચનાઓ છે. તેમાંથી ગાલીચાની અનેક ભાતે ઉપજાવી શકાય. અનેક ઘુમ્મટમાં ૧૦૦૦ પુતળીઓ છે તે જોઈ આટલે ઊંચે આટલા નાના કદની અનેક આકૃતિઓ કારીગરે શી રીતે કરી શક્યા હશે તેને વિરમય થાય છે. વિમળવસતિના કેટલાક ઘુમ્મટમાં પુરાણના પ્રસંગો મહાકુશળતા પૂર્વક રજૂ થયા છે. કાલીયદમન અને હિરણ્યકશ્યપ વધ વગેરે ઓળખાય છે.
લુણવસહિને બાંધનાર શાનદેવ નામને શિલ્પાચાર્ય હતે. શિલાલે તેમજ અન્ય સાહિત્યમાં તેને ઉલ્લેખ છે.
. अहो शोभनदेवस्य सूत्रधारशिरोमणिः ।
.. तच्चैत्यरचनाशिल्पं नाम लेभे यथार्थताम् ॥ આશ્ચર્ય છે કે આ મંદિરની ઉત્તમ રચનાવાળા જ્ઞાનથી સૂત્રધારમાં શિરમણિ શેભનદેવનું નામ યથાર્થ ગુણવાળું છે.
ઈ. સ. ૧૩૬૮ માં અલાઉદ્દીન ખીલજીના સૈન્યએ દેશને ધમરોળી નાખ્યો હતે. તેમાં આ મંદિરના ગભારા, ગૂઢ મંડપ અને મૂર્તિઓ તેમજ બને હસ્તિશાળાઓની ઘણી પ્રતિમાઓને નાશ કરી નાખ્યો હતો તે પછી અનેક પ્રકારે તેને જીર્ણોદ્ધાર કરનારાઓના પ્રયત્નો છતાં તેનું પૂર્વનું સંપૂર્ણ સ્વરૂપ મળ્યું નહોતું. - ૧૯૫૦ ના ઓગસ્ટની ૧૫ મી તારીખે આ મંદિરનો જીર્ણોદ્ધારનું કામ સમસ્ત ભારતના વેતામ્બર મૂર્તિપૂજક જૈનોની પ્રતિનિધિ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી હાથ ધરવામાં આવ્યું છે અને હવે લગભગ પૂરું થઈ ગયું છે. - મેટા ભાગના માણસો એમજ માનતા હતા કે આ જમાનામાં આવું કામ કરી શકે તેવા માણસો મળી શકે નહીં અને આ કામનું સમારકામ થઈ શકે નહિ. પરન્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org