Book Title: Mohanlalji Arddhshatabdi Smarak Granth
Author(s): Mrugendramuni
Publisher: Mohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti

View full book text
Previous | Next

Page 314
________________ પાટણના જૈનમંદિરમાં કાછશિપ આ કાષ્ટ પટ્ટ ૩ ફૂટ પહોળે, અને ૭ ફૂટ લાંબે વિશાળ છે. તેમાં ઉપર-નીચે બે કથાનકે વ્યક્ત કરતાં, બને તીર્થોની અનન્ય પિછાન રજુ કરવાને તેના શિલ્પીએ પ્રયત્ન સાધ્યો છે. ઉપરના વિભાગમાં, વર્તમાન યુગના વીસ તીર્થકરની નિર્વાણભૂમિ સમેતશિખરને તાદશ ચિતાર રજુ કર્યો છે. ત્યાં વીસ તીર્થંકરે નિર્વાણ પામ્યા હોવાથી તે પર્વતની વીસ ટેકરી ઉપર વીસ દેવકુલિકાઓ રજુ કરી છે. આ દરેક મંદિરેમાં, તે તે તીર્થકરની પ્રતિમાઓ રજુ કરી, તેની આજુબાજુ કાત્સગ મૂર્તિઓ પણ વ્યક્ત કરી છે. મધ્યમાં ભગવાન પાર્શ્વનાથનું ત્રણ શિખરવાળું મેટું મંદિર બનાવી, તેમાં તેમની પ્રતિમા આજુબાજુના ચામરધારી ઇંદ્રો સાથે બતાવી છે, તેની આગળ જલમંદિરનું દેશ્ય પણ આબેહુબ રીતે રજુ કરેલ છે. આ ઉપરાંત તે પર્વતનું હદયંગમ ચિત્ર કાષ્ટમાં ઉપસાવતાં તેમાં સરોવરે, કુડે વૃક્ષે, વનરાજીઓ, નદી, વા, તેમાંના જલચરજી તપશ્ચર્યા કરતા મુનિઓ, સંતે, ઋષિઓ, તેમજ આ તીર્થની યાત્રાએ જતા આવતા, ચડતા ઉતરતા, અસંખ્ય યાત્રિકોના વૃદેને સુંદર રીતે. આમાં ઉતાર્યા છે. કાષ્ટ્રમાં બતાવેલ આવે અનુપમ પ્રસંગ, તીર્થદર્શનને આ પટ્ટ ગુજરાતના કાષ્ટ શિલ્પમાં મહામૂલે અને વિરલ કહી શકાય. આ પટ્ટના બીજા વિભાગમાં અષ્ટાપદ પર્વતનું દશ્ય ચરિતાર્થ કર્યું છે. તેમાં ફરતી ચોવીશ તીર્થકરેની દેવકુલિકાઓ, નાની શિખરબંધ દહેરીઓની કલ્પના રજુ કરે છે. મધ્યભાગની એક કુલિકામાં ભગવાન ઋષભદેવની નિર્વાણભૂમિ તરીકે તેમને સ્તૂપ વ્યક્ત કર્યો છે. આ મંદિરના ઉપરના ભાગે બન્ને બાજુ ચામરધારી ઇદ્રો, નીચે મંદિર પાસે સામાસામી દશમુખ રાવણ તથા મંદદરી તંતુવાદ્ય વડે કીર્તન કરતાં જણાય છે. મંદિરના અધેભાગે સૂર્ય પ્રકાશે છે, જેના પ્રકાશથી ગૌતમસ્વામી યાત્રા કરતા હોય તે ભાવ આમાં ઉતારેલ છે, મુનિઓમાં જ ઘાચારણ અને વિદ્યાચરણ અહીં યાત્રા કરવા આવ્યા હતા તેનું સ્મરણ પટ્ટમાંથી થાય છે. સૌથી નીચે સગરના પુત્રો તીર્થ રક્ષા કરવા ખાઈ ખુંદતા હોવાનું જણાવેલ છે. જ્યારે સૌથી ઉપર વીશ વિહરમાન જિન-તીર્થકરેની વીસ કુલિકોએ તેમજ બીજા મંદિરે પણ વ્યક્ત કર્યા છે. આ ઉપરાંત મુનિઓ, સાધુઓ વગેરેને ધ્યાન, જપ, તપ કરતાં પણ આમાં બતાવેલ છે. શિલ્પકલાની વાસ્તવિક રજુઆત કરતે આ કાઈપટ્ટ સપ્રમાણ અને પૂરતી ચેકસાઈથી બનાવ્યા છે. આ કાષ્ટ પટ્ટની વ્યવસ્થિત સમાલોચના પૂ. શ્રી યશોવિજયજી મહારાજે આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથમાં રજુ કરી છે. ગૃહમંદિરે: જૈનમંદિરોની માફક જૈન શ્રેષ્ઠીઓએ પણ પિતાના ઘરની અંદર ભગવાન જિનનાં ગૃહમંદિરો બનાવી, કાષ્ટકલાને સુંદર રીતે આવકારી છે. પાટણ શહેરમાંથી આવા સંખ્યાબંધ ગૃહમંદિરે મળ્યાં છે, જેમાં એક નાનું કાણમય મંદિર સ્થાપત્યના નિયમને અનુસરી બનાવેલ હોય છે. પાટણમાંથી આવા કેટલાંએ ગૃહમંદિરે પરદેશ મોકલતા પૂરાણી વસ્તુના દલાલે ને લોકેએ પાણીના મૂલે વેચી નાખ્યાં છે. કારણ આજના નવા યુગમાં કલાની પિછાન સામાન્ય માણસને હોતી નથી. તેથી જુની કારીગરી પ્રત્યે સુગ ધરા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366