Book Title: Mohanlalji Arddhshatabdi Smarak Granth
Author(s): Mrugendramuni
Publisher: Mohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti

View full book text
Previous | Next

Page 331
________________ ર શ્રી મેહનલાલજી અર્ધ શતાબ્દી ગ્રંથો વલસાડથી મુંબઈ સુધીના નાના મોટા શહેરો અને ગામોમાં જિન મંદિર અને ઉપાશ્રયે કરાવવામાં તેમને જ ઉપદેશ હતો. બરડીમાં જૈન વિદ્યાર્થી ભવન કરાવવામાં આચાર્યે પ્રેરણા કરી હતી. જગ્યાએ જગ્યાએ સંઘેમાં નાના મોટા મતભેદ, કુસંપ મીટાવી શાંતિ સ્થાપન કરી શાસન ઉદ્યોતના કાર્યો કરાવ્યાં હતાં. ખંભાતમાં દાદાશ્રી જિન કુશળ સૂરિજી તથા શ્રી જિન ચંદ્રસૂરિજીની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાવી મનહર દાદા વાડી બનાવરાવી છે. ખંભાતમાં ચમત્કારિક શ્રી માણીભદ્રની દેરીનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યો હતો. સુરતમાં શ્રી શામળા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી હતી. કચેરામાં લગ્ન પ્રસંગે થતાં રાત્રિ જમણે બંધ કરાવ્યાં હતાં. સ્ત્રીઓ સ્વામી વાત્સલ્યમાં જઈ શકતી નહતી વગેરે સુધારા કરાવવામાં આચાર્યશ્રી યશભાગી નીવડ્યા હતા. સુરતમાં શ્રી મેહનલાલજી જૈન જ્ઞાન ભંડારને સર્વાગ સુંદર બનાવવામાં શેઠ નગીનદાસ કપુરચંદભાઈ તથા શેઠ ફકીરચંદ તથા મહેતાજી કપુરચંદભાઈ ઝવેરીને પ્રેરણા આપનાર પણ આચાર્યશ્રી હતા. તપસ્વી આચાર્યશ્રીએ ઘણું ઘણું જગ્યાએ ઉપધાન તપના ઉધાનો કરાવ્યા હતા અને સેંકડે બહેન ભાઈઓને તપશ્ચર્યાનું રહસ્ય સમજાવી ધમ ઉદ્યત કરાવ્યા હતા. સ્થલી પ્રદેશમાં હજારો માઈલેને વિકટ વિહાર કરી ધર્મથી વિમુખ થતા જતા હજારો ગ્રામવાસીઓને ધર્મને સચેટ ઉપદેશ આપી ધર્મ માર્ગમાં વાળવાનું ભગીરથ કાર્ય આપણુ ચરિત્ર નાયકે કર્યું હતું. દાદરના શ્રી સંઘની વિનતીથી પન્યાસજી મહારાજ દાદર પધાર્યા. દાદરમાં પ્રતિષ્ઠા મહોત્સવ મંડાય. હજારો ભાઈ બહેને ઉમટી આવ્યા. ત્રણ સંઘજમણ કરવામાં આવ્યા. પ્રતિષ્ઠા ધામધુમ પૂર્વક કરવામાં આવી. પ્રતિષ્ઠાને દિવસે આકાશમાંથી વિમાન દ્વારા પુષ્પ વૃષ્ટિ જોઈને દાદરના નગરજને ચકિત થઈ ગયા. પ્રતિષ્ઠા અંગે ઉપજ પણ ઘણું સારી થઈ. થાણામાં ચતુર્વિધ સંઘની માનવ મેદની વચ્ચે પન્યાસજીને આચાર્ય પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. આબાલ વૃદ્ધના હૃદય આનંદથી નાચી ઉઠ્યા. જન્મભૂમિ ચૂરમાં ધર્મને ઘણો સારો ઉદ્યોત કર્યો. બીકાનેરમાં ઉપધાન તપની માળારોપણ વિધિ આચાર્યશ્રીએ કરાવી અને શાંતમૂતિ શ્રી મણિસાગરજી મહારાજને આચાર્યશ્રીની નિશ્રામાં બીકાનેર શ્રી સંઘ સમસ્તની હાજરીમાં આચાર્ય પદવીથી વિભૂષિત કર્યા. ગેગોલાવમાં દહેરાસરજી માટે ઉપદેશ કર્યો અને પ્રેરણા ફળી રૂ. ૨૫૦૦૦) થઈ ગયા અને દહેરાસરજીનું કામ શરૂ થયું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366