Book Title: Mohanlalji Arddhshatabdi Smarak Granth
Author(s): Mrugendramuni
Publisher: Mohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
View full book text
________________
૫૮
શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી પ્રથા શ્રી અમૃતલાલ ત્રિવેદી જેવા નિષ્ણાત સેમપુરા શિલ્પીની દેખરેખ નીચે અંદાજેલી કિંમતમાં હજાર વર્ષ પહેલાની ધાટીનું કામ કરી આપે તે રીતે કારીગરોને તાલીમ આપવામાં આવી. તુટેલા ખંડેને બહુ હિસાબથી બારીકીપૂર્વક મેળવી દેવામાં આવ્યા છે, અને લગભગ બધી જ પ્રતિમાઓ તથા આકૃતિઓને અખંડ રૂપ આપી પત્થરને રંગ ઘાટ જરા પણ જુદે ન પડે એવી મરામત થઈ ગઈ છે. કેટલાક પાટડાએ પણ બદલી નવા નાખવા પડ્યા છે. કેટલાક ખેડે નવા બહાર આવ્યા છે. જે જૂના આકારે મળ્યા છે, તેમાંના કેટલાક મથુરાના શિ૯૫ને મળતા છે. સંશોધકે માટે તે એક નવું પૃષ્ઠ બને છે.
આ કાર્ય માટે આજે શિલ્પી પરિવારમાંથી યેગ્યે જ મળી આવ્યા તેઓ ધન્યવાદના અધિકારી બન્યા છે. દેલવાડાની વસ્તીને દૂર ખસેડી મંદિરનું જુમખું ચેગમથી ખુલ્લું મૂકવાને નિર્ણય લેવાય તે તે આવકાર પાત્ર છે. - માનવસંસારની આટલી બધી લીલા નીરખ્યા પછી તેને અમર કરનાર શિલ્પીઓ આજ અનેક વર્ષો પછી આપણા હૃદયમાં ઊર્મિભર્યા સન્માન પામે છે. - દેલવાડાના આ બે જૈન દેવાલયે ભારતવર્ષના સર્વોત્તમ નમૂના ગણાય છે. એ દેવમંદિરે એકલા જૈનસમાજની સંસ્કૃતિ નથી પણ ગુજરાતની અમાપ શક્તિની પ્રતિભા અને પ્રતિષ્ઠાનાં પ્રતીક છે. એને મૂર્તસ્વરૂપ આપવાનું કાર્ય બુદ્ધિનિધાન બે મહાન જેનમંત્રીશ્વરેએ કર્યું છે, એ જેનોને માટે ગૌરવને વિષય છે.
Das
૨
E
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org