Book Title: Mohanlalji Arddhshatabdi Smarak Granth
Author(s): Mrugendramuni
Publisher: Mohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
View full book text
________________
૫૪
શ્રી મેહનલાલજી અર્ધ શતાબ્દી ગ્રંથ:
બીજા અનેક ધર્મસ્થાનેાના વિનાશ કર્યાં હતા. પરન્તુ તેણે પુંઠ ફેરવી કે તરત હિન્દુધર્મ સર્જેલા સામપુરા શિલ્પીઓનાં ટાંકણાં પ્રતાપી જૈનમંત્રીએ અને શ્રીમન્તાના આશ્રયે આબુ, ગિરનાર અને શત્રુંજય ઉપર ગાજતાં થઈ ગયાં. ૧૦ થી ૧૬ મા સૈકા સુધીના સમય જૈનધર્મના પ્રભાવ અને કલાસ...સ્કૃતિના એક ઉજ્જવલ અને જ્વલંત ઇતિહાસ બની રહ્યો છે.
સં. ૧૦૮૮ માં પાટણના દંડનાયક સેનાપતિ વિમલશાહે જૈનમદિશ બધાવ્યા તે વખતે ત્યાં જૈનમંદિરે ન્હાતાં પણ પ્રાચીન ઉલ્લેખા પરથી જણાય છે કે ત્યાં પૂર્વકાલમાં મંદિશ હતાં પણ કાળખળે નષ્ટ થયેલા તે મદિરાના ઉદ્ધાર કરવાના શ્રી ધ ઘાષસૂરિ મહારાજે તેમના શિષ્ય દંડનાયક વિમળશાહને આદેશ આપ્યા હાય એમ લાગે છે.
વિમલમ'ત્રી ચૌલુક્યરાજા ભીમદેવ પહેલાના મહામ`ત્રી હતા. તે અત્યન્ત કાર્યદક્ષ, શૂરવીર અને ઉત્સાહી હતા તેથી મહારાજા ભીમદેવે તેમને સેનાપતિ બનાવ્યા. તેમણે ઘણી લડાઇઓમાં પરાક્રમ બતાવી વિજય પ્રાપ્ત કર્યાં હતા.
આબુની પૂર્ણાંની તળેટીમાં ચંદ્રાવતી મેાટી નગરી હતી. ત્યાંનેા પરમાર રાજા ધંધુક તે પાટણના સામંત હતેા પણ તેણે માથું ઉંચકયું . ત્યારે મેટા સૈન્ય સાથે સેનાપતિ વિમળમત્રીએ તેને વશ કર્યાં. તે પછી ચદ્રાવતી પ્રદેશના દંડનાયક તરીકે તેનું રક્ષણ કરવાનું કાર્યં રાજા ભીમદેવે વિમળમ`ત્રીને સેાંખ્યું. ચંદ્રાવતીમાં તે કાળે આરસપાષાણુના ઘણા દેવસ્થાને હતાં. અને આજે તેનાં ભગ્નાવશેષમાં જે શિલ્પકામ જોવા મળે છે તેની અખંડ પ્રતિકૃતિ દેલવાડાનાં જિનમદિશમાં જોવા મળે છે એટલે તે કાળે અનેક શિલ્પવિશારદે દેશમાં ઠેર ઠેર હશે એમ લાગે છે.
વિમળમંત્રીને પુત્ર ન હતેા. કથા એવી છે કે-પુત્ર માટે તેમણે અખિકાદેવીની આરાધના કરી. દેવીએ સ્વપ્નામાં તેને વરદાન માંગવાનું કહ્યું, ત્યારે તેણે પુત્ર માંગ્યા અને ગુરુઆજ્ઞા પ્રમાણે આખુ ઉપર એક જૈનમંદિર બાંધવાનું માંગ્યું. દેવીએ કહ્યુ કે “ એ વરદાન આપી શકાય નહીં, એક જ પસંદ કરી લે.” તે પરથી તેણે પેાતાની પત્નીને પૂછીને નિર્ણય કરીને કહેવાનું કહ્યું. તેની પત્નીએ કહ્યું કે પુત્રથી કેાનાં નામ ચિરકાળ અમર રહ્યાં છે. પુત્ર કરતાં મદિર બંધાવી પુણ્ય પ્રાપ્ત કરવું ઇષ્ટ છે. દેવીએ સ્વપ્નમાં ફી દન આપ્યું ત્યારે વિમળમત્રીએ મદિરના સ્થાન માટે સંકેત માગ્યા અને દેવીના આદેશ પ્રમાણે એક ચપાના ઝાડ નીચે કંકુના સાથીયાનું ચિહ્ન જોઇ ત્યાં ખાદાવતાં તી...કર ભગવાનની મૂર્તિ નિકળી તે પરથી ત્યાં પ્રાચીન જૈનતીર્થં હતું એવી સાખિતી મળી.
આજે ઉભેલા મદિરના પાયામાં આબુના કાળા પાષાણેાની પીઠ બાંધેલી જણાય છે. તે જમીન ઉપર વમળમત્રીએ અપૂર્વ કારણીવાળા આરસ પત્થરોથી મૂળ ગભારા, ગૂઢ સડપ, નવ ચાકીએ, રંગમ'ડપ અને બાવન જિનાલયે બંધાવી તેનું નામ વિમલવહી આપ્યું. તેમાં કાંચનમિશ્રિત ૧૮ ભાગ પીત્તળની ૫૧ આંગળની પ્રમાણવાળી શ્રી આદીશ્વર ભગવાનની સપરિકર મનેહરમૂર્તિ કરી મૂળનાયક તરીકે સ્થાપના કરી. તે હાલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org