Book Title: Mohanlalji Arddhshatabdi Smarak Granth
Author(s): Mrugendramuni
Publisher: Mohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
View full book text
________________
શ્રી મોહનલાલ અર્ધશતાબ્દી મe વિમલવસહીની પડખામાં જ લગભગ બસો વર્ષે ફરી પાટણના મંત્રીમંડળના પરિ વારમાંથી પ્રભાવી મહાન જૈનોએ વિમળશાહની ધર્મપ્રિયતાનું દર્શન કરાવ્યું.
પ્રતાપી ગુર્જરનરેશ સિદ્ધરાજ જયસિંહના મંત્રીમંડળમાં પોરવાડ જ્ઞાતિના સેમસિંહ નામના મંત્રી હતા તેને પુત્ર અધરાજ (આસરાજ) કેઈ કારણસર પાટણ છેડી. પાસેના “સંહાલક ગામમાં જઈ વસ્યા હતા. તેની મહાપતિવ્રતા ધર્મપત્ની કુમારદેવીના ચાર પુત્રો લુણંગ, મલ્લદેવ, વસ્તુપાળ અને તેજપાળ હતા. અને બુદ્ધિશાલી ધર્મરત સાત પુત્રીઓ હતી.
પિતાના દેહવિલય પછી વસ્તુપાળ અને તેજપાળ સંહાલક છેડી મંડળી (હાલનું માંડલ) ગામે જઈને રહ્યા. સદગુરુ સૂરીશ્વરના ઉપદેશથી તે બન્નેએ શત્રુંજય અને ગિરનારને સંઘ આડંબરપૂર્વક કહાડ્યો હતે.
તે સમયે ધવલકપુર (ધૂળકા)માં મહામંડલેશ્વર અર્ણોરાજના પુત્ર લવણપ્રસાદ વાઘેલા રાજા ગુજરાતના મુખ્ય સામંત હતા. તેમને પુત્ર વિરધવલ મહાપરાક્રમી હતું, મહારાજા ભીમદેવે (બીજા) લવણપ્રસાદને રાજ્યની સીમા સંભાળવાનું કામ સેપ્યું, અને વિરધવલને પિતાને યુવરાજ બનાવ્યો. વિરધવલે બાહેશ મંત્રી માટે શેધ કરતાં તેમાંથી વસ્તુપાળ અને તેજપાળને બોલાવી મહામંત્રી બનાવ્યા. મંત્રી તેજપાળને ધોળકા અને ખંભાતને અધિકાર મેં અને મંત્રી વસ્તુપાળને આખા રાજ્યનું મહામંત્રીપદ આપ્યું.
વસ્તુપાળ-તેજપાળે ઘણી લડાઈએ કરી છતાં તેઓ કદી ન્યાય અને નીતિથી વિમુખ થયા નહતા. તેમણે પિતાના અને કુટુંબીઓના, અને પ્રજાના કલ્યાણ માટે મંદિરે, ઉપાશ્રય, ધર્મશાળાઓ, દાનશાળાઓ, હિન્દુમંદિરે, મસીદે, પરબ, વાવકુવા, ઘાટે એવા લેકે પગી ઘણું કામ કરાવ્યાં તેમાં લુણવસહી સૌથી મુખ્ય છે. વસ્તુપાળના નાનાભાઈ તેજપાળે પિતાની ધર્મપત્ની અનુપમાદેવીના પુત્ર લાવણ્યસિંહના કલ્યાણ માટે સેલંકીરાજ ભીમદેવ બીજાની તથા આબુના પરમાર રાજા સોમસિંહની અનુમતિ લઈને 'દેલવાડામાં વિમલવસહિની જોડે લુણવસતિ નામનું શ્રી નેમિનાથનું ભવ્યમંદિર બંધાવ્યું. તેમાં મૂળ ગભારે, ગૂઢમંડપ, નવ ચોકીઓ, રંગમંડપ, એલાનક, ખનીકો (ગેખલા ) જગતી, ભમતી, હસ્તીશાળા વગેરે વિમલ-વસહિ જેવા જ કરાવ્યાં
નવ ચેકીમાં બે ગોખલા છે. તેને લોકે દેરાણી-જેઠાણીના ગોખલા કહે છે. તે અને મંત્રી તેજપાળે પિતાની બીજી પત્ની સુહડાદેવીના કલ્યાણ માટે કરાવ્યા છે અને ભમતીની દેરીઓમાં પોતાના કુટુંબીજનોના કલ્યાણ લેખે કરાવ્યા છે. મેટી દેરીઓ બીજા વેવાઈઓ અને બીજા સંબંધીઓની કરાવી છે. દેરાણી-જેઠાણીના ગોખલામાં એટલું બધું બારીક કામ છે કે તેમાં સાદુ કામ થયા પછી વધુ બારીક કરવાને જે ભૂકો નીકળે તેની ભારોભાર ચાંદી આપવામાં આવી હતી પણ તે કિમત ઓછી ગણાય. સોનું આપ્યું હેત તે વાત જુદી હતી. અત્યારે પણ જીર્ણોદ્ધાર માટે જે કોતરકામ થાય છે તેમાં ભૂકાના ભાર કરતાં દેઢી ચાંદી જેટલું ખર્ચ થાય છે. કામની ઝડપ વધારવા કારીગરોની સરભરા માટે રસયા, કરે અને ચંપી કરનારા રાખ્યા હતા, એમ કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org