Book Title: Mohanlalji Arddhshatabdi Smarak Granth
Author(s): Mrugendramuni
Publisher: Mohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
View full book text
________________
ઉવસગ્ગહર થત: એક અધ્યયન
તૃતીય ગાથાની આદિમાં જે “ચિ છે તેથી “આચાર્ય” સમજવા. તીર્થકરે જાય તો પણ તીર્થ હોય ત્યાં સુધી આચાર્યો રહે છે. આના સમર્થનાથે ઉચએસમાલા (ગા. ૧૨)નું પ્રથમ ચરણ અપાયું છે. અથવા “સચ્ચિ” એ દ્રવ્ય, ગુણ અને પર્યાયથી અનુગસ્વરૂપી છે. તેમાં રહે તે ચિસ્થ એટલે કે સૂરિ (આચાર્ય ). (ચિસ્થનું પાઈય સમીકરણ “ચિ છે.)
ચતુર્થ ગાથાના પ્રારંભમાંના “તુહ” એ બે અક્ષર વડે “અહંન્ત’ (તીર્થંકર) જાણવા. ચાર ઘાતી કર્મને અથવા સમસ્ત વિશ્વના સંશોના સમૂહને એઓ નાશ કરે છે. એથી તુહ છે. વિહરમાણ અને કેવલી બનેલા અરિહંતે છે.
પાંચમી ગાથાની આદિમાં “ઈથ (સં. ઈત) એ બે અક્ષર “સિદ્ધના સૂચક છે. ફરીથી પાછા ન ફરવું પડે એ માટે જેઓ મેક્ષે ગયા તેઓ “સિદ્ધ’ છે.
અન્ય અર્થમાં વપરાયેલા પદે પરમેષિમંત્રરૂપ છે એમ કહેવું અયુક્ત નથી, કેમકે “નવ રાસનસ્થ થતી” ઈત્યાદિમાં બીજનાં પદ અન્ય અર્થમાં જાયેલાં હોવા છતાં મંત્રરૂપતાનું અતિક્રમણ નહિ કરતા હોવાથી તેને પ્રભાવ ઉપલબ્ધ થાય છે.
જો કે તીર્થકરેની મુખ્યતા ઉચિત છે તેમ છતાં આ તેત્ર શ્રુતકેવલીએ રચ્યું હેવાથી “સૂત્ર છે. એનું અધ્યયન ઉપાધ્યાયે એ જ કરાવવું જોઈએ એટલે પ્રારંભમાં ઉપધ્યાયને નિર્દેશ કરાયો છે. ઉપાધ્યાયની પાસે શીખનારને સાધુઓ જ સહાય કરે છે. . કેમકે તેમને સહાય કરવાનો અધિકાર છે.
આમ ઉપાધ્યાય પાસે ભણેલ સૂત્રનો અર્થ તે આચાર્યો જ કહે છે એટલે એમને ઉપન્યાસ કરાયો છે. આચાર્યના ઉપદેશથી અરિહંતને બંધ થાય છે. અહીં અરિહંત તે આ સ્તંત્રમાં વર્ણવાયેલા ભગવાન પાર્શ્વ છે. એથી આચાર્ય પછી એમને ઉલ્લેખ છે. આ તેત્રના ભાવપૂર્વકના પાઠથી પરંપરાએ “સિદ્ધ થવાય. એથી અરિહંત પછી સર્વ શુભ અનુષ્ઠાનના ફળરૂપ સિદ્ધને ઉલ્લેખ છે. - કપ–લેગસ્ટ, નમુત્યુ ણું ઈત્યાદિને અંગે જેમ કલ્પ રચાયેલ છે તેમ આ ઉવસગ્ગહરથારને અંગે પણ એક કલ્પ રચાય છે. એ કલ્પને ઉપયોગ પાશ્વદેવગણિએ. પિતાની સંક્ષિપ્તવૃત્તિ રચવામાં કર્યો છે પરંતુ એ અદ્યાપિ મારા જેવામાં આવ્યું નથી.
ય -પૂર્ણચન્દ્રસૂરિકૃત લઘુવૃત્તિમાં પહેલી ગાથાને અંગે નીચે મુજબનાં આઠ યંત્રની વિગતે વૃદ્ધ સંપ્રદાય અનુસાર આપી છે
(૧) જગવલ્લભકર, (૨) સૌભાગ્યકર, (૩) લક્ષમીવૃદ્ધિકર, (૪) ભૂતાદિનિગ્રહકર, (૫) જવરનિગ્રહકર, (૬) શાકિનીનિગ્રહકર, (૭) વિષમવિષનિગ્રહકર અને (૮) વિષમવિષશુદ્રોપદ્રવનિર્નાશક.
પાશ્વદેવગણિએ પણ કલ્પ અનુસાર પહેલી ગાથાને લગતાં યંત્ર અને મંત્ર આપ્યાં છે. અથક૯૫લતા (પૃ. ૮) માં તે આઠ યંત્રોનાં કેવળ નામ જ દર્શાવાયાં છે, જૈન સ્તોત્ર સંદેહ (ભા. ૧) માં આઠ યંત્રો પૈકી પહેલાં સાત જ દેરી બતાવાયાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org