Book Title: Mohanlalji Arddhshatabdi Smarak Granth
Author(s): Mrugendramuni
Publisher: Mohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
View full book text
________________
શ્રી આત્મારામજી મહારાજ અને શ્રી મેહનલાલજી મહારાજ જેમ કહે તેમ માર્ગ કાઢવો. આથી તે વખતના સંઘના આગેવાને શેઠ વીરચંદ દીપચંદ તથા શેઠ પ્રેમચંદ રાયચંદ વગેરે સામાન્ય જનતાને કાબૂમાં રાખીને શ્રી મેહનલાલજી મહારાજ પાસે આવ્યા અને હવે આ સંબંધમાં શું કરવું તે પૂછયું. પ્રત્યુત્તરમાં મહારાજશ્રીએ કહ્યું કે “દરિયાપાર જવા માટે શ્રી વીરચંદ ગાંધીએ જિનેન્દ્રપ્રભુની એક સ્નાત્ર પૂજા ભણવવી.” સૌએ આ ફેંસલાને વધાવી લીધો અને એ રીતે ઉગ્ર. વાતાવરણ શાંત પડયું.
સંવત ૧૫૩ ના જેઠ વદી ૮ ના પ્રભાતે શ્રી આત્મારામજી મહારાજના સ્વર્ગ ગમનના સમાચાર ચારે તરફ ફરી વળ્યા. આ દુઃખદ ખબરથી દરેક ગામના શ્રીસંઘમાં શેક અને ગ્લાનિની કાલિમા છવાઈ ગઈ. તે સમયે શ્રી મોહનલાલજી મહારાજ વાલકેશ્વર (મુંબઈ) ઉપર શ્રી ચુનીલાલ સાંકળચંદના બંગલામાં બિરાજતા હતા. તેમણે જ્યારે આ ખેદજનક સમાચાર સાંભળ્યા, ત્યારે ગદગદિત કંઠે કહ્યું કે –“જૈનશાસનનો એક મહાન સ્થંભ આજે આપણી વચ્ચેથી અદૃશ્યમાન થયો છે, મારી જમણી ભૂજા ગઈ હોય તેવું મને લાગે છે. એ કહેતાંની સાથે જ તેમણે મંડળીને કહ્યું કે–“આહારપાણ પછી કરાશે પણ પહેલાં શ્રી આત્મારામજી મહારાજના સ્વર્ગગમનના દેવ વાદીએ....” એ ક્રિયા સમાપ્ત થયા પછી તારથી ખબર મળ્યા કે “વિધીઓએ શ્રી, આત્મારામજી મહારાજ માટે ખોટી અફવા ફેલાવી હતી અને તેના પરિણામે તપાસ કરવા માટે તેમના દેહની રથીને સરકારી અમલદારેએ અટકાવેલ છે.” આ ખબર મળતાં શ્રી મેહનલાલજી મહારાજે આગેવાન ગૃહસ્થને ભેગા કર્યા અને તત્કાળ તે કાર્યના નિવારણ અર્થે એક ફંડ કરાવ્યું. જેમાં તે જ વખતે ૫-૭ આગેવાનમાંથી લગભગ રૂા. ૩૦૦૦૦) થઈ ગયા. તે ફંડ કરવાની સાથે મુંબઈમાંથી મોટા પ્રમાણમાં પંજાબના આગેવાન સરકારી અફસર ઉપર શ્રી આત્મારામજી મહારાજની નિર્દોષતા જાહેર કરતા હજારે તારે કરાવ્યા. છેવટે વિધીઓનું કંઈ પણ ચાલ્યું નહિ અને તે પ્રસંગે શાંતિથી ઉકલી ગયો.
આ મહાપુરુષોનું અરસપરસ આવું ઉચ્ચ વર્તન જે દષ્ટિ સન્મુખ રાખીને વર્તવામાં આવે તે આજે જૈન સમાજમાં ચાલી રહેલ અનેક ઝગડાએ એક ક્ષણ પણ ટકી શકે ખરા કે ?
[ શ્રી આત્મારામજી જન્મશતાબ્દી મારક ગ્રંથમાંથી ઉદ્ભૂત. ]
'
6
)
LS S ee
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org