Book Title: Mohanlalji Arddhshatabdi Smarak Granth
Author(s): Mrugendramuni
Publisher: Mohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
View full book text
________________
વચનસિદ્ધ વિભૂતિ
(૪) હાલમાં “ધ્યાની” તરીકે જાણીતા મુનિશ્રી હર્ષવિમળાજીએ પિતાની યુવાનવયમાં જ્યારે પૂ. મહારાજશ્રી મેહનલાલજીના દર્શન કરેલાં, ત્યારે તેમણે આપેલા આશીર્વાદને સાક્ષાત્કાર આજે તેઓ કરી રહ્યા છે, અને પિતાને અનુભવ મુનિશ્રીએ પિતાના પત્રમાં જે રીતે રજુ કર્યો છે, તે તેમને પત્ર અક્ષરશઃ અહિં રજુ કર્યો છે –
“સંવત ૧૬૨ માં હું સંસારીપણામાં કચ્છ-ભૂજથી વર્ધા જવા નીકળેલ, વચમાં મુંબઈ લાલબાગમાં પૂજ્યશ્રીના દર્શને બપોરના બે વાગે હું ગયેલ. મેડા ઉપર મુનિરાજશ્રી બિરાજમાન હતા. મેં વંદના કરી. પૂ. મુનિરાજશ્રી અંદરના ભાગમાં માળા ફેરવી રહ્યા હતા. મેં દર્શન માટે માગણી કરી, ત્યારે જવાબમાં તેઓશ્રીએ કહ્યું કે–“વચા થોડી સેર હૈ.” લગભગ એક કલાક થવા આવ્યા છતાં મહારાજશ્રીની રજા ન મળી એથી હું કંટાળે, મારી ધીરજ ખૂટી, મેં તે જવાની તયારી કરી. ત્યાં પૂ. શ્રી બહાર પધાર્યા, અને મને કહ્યું—“ ઘા हभी तुम बहुत झंझट में पडा हय, हभी झंझट छूटेगा नहीं, लेकीन पीछली અવરથા મેં છ જૈન ધર્મ મ મ ાા .” ત્યારે મારી ઉંમર ૨૫ વર્ષની હતી. કુટુંબમાં સ્ત્રી-પુત્ર હતાં. હમણાં આજે બધી ઉપરની વાત યાદ આવે છે અને તેમનાં ચરણે મસ્તક ઝૂકી પડે છે.'
આમ મહારાજશ્રીનું જીવન અનેક મનુષ્યો માટે ઉન્નતિકારક અને પ્રેરક નીવડયું હતું. એમના મનમાં સૌ માટે વાત્સલ્યને ઝરે વહેતે હતે. અહિંસાની આદર્શ માનવ હૃદય ઉપરની અવિચલ આસ્થા છે. એ આસ્થા કેવલ પ્રેમ, વાત્સલ્ય કે કરુણારૂપે જ અભિવ્યક્ત થાય છે. મહારાજશ્રીનું જીવન આવી આસ્થામાં નમુનારૂપ હતું. એમની જન્મસિદ્ધ સંસ્કાર સમૃદ્ધિ હતી.
સરળતા, મધ્યસ્થતા, નિર્દભતા, જ્ઞાન, ક્રિયા આદિ અનેક ગુણેના વિરલ સુગવાળા શ્રી મેહનલાલજી મહારાજ તેમની અમૂલ્ય પ્રતિભાશક્તિવડે ભવ્યજનેને જીવન પર્યત ઉપદેશ આપી સાતક્ષેત્રમાં અનેક શુભ કાર્યો કરાવી સંયમી જીવન જીવી સ્વપર આમાનો ઉદ્ધાર કરી સુરતમાં સં. ૧૯૯૩ માં ચૈત્ર વદ ૧૨ સમાધિપૂર્વક સ્વર્ગવાસી થયા. તેમના જવાથી સમાજને એક ઉત્તમ સાધુરત્નની ખોટ પડી. તેમની અંતિમ અવસ્થા વખતે સ્વર્ગવાસના આગલા દિવસે રૂ. અઢી લાખનું ફંડ થયું. આ રકમ મુનિશ્રીની સ્મૃતિમાં પાઠશાળા, જ્ઞાનભંડાર તથા જીવદયાના ક્ષેત્રમાં વપરાઈ હતી.
કવિ ભવભૂતિ કહે છે તેમ “નત તેવિ નમના ના7” મહાપુરુષનાં જન્મથી જગત્ જયવંત વર્તે છે.
૧. તા. ૩૧-૧૨-૬૦ ને લખેલે આ પત્ર સં. ૨૦૧૬ માં પૂ. મુનિરાજ શ્રી ચિદાનંદમુનિજી મહારાજ ઉપર ખંભાત ચાતુર્માસ પ્રસંગે આવેલ. તેને ઉતારો અહિં આપેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org