Book Title: Mohanlalji Arddhshatabdi Smarak Granth
Author(s): Mrugendramuni
Publisher: Mohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
View full book text
________________
૨૮
શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ યોગમાલા. પંચસિદ્ધાંતિકા શકસંવત ૪૨૭=વિ. સં. પ૬૨ માં રચાયેલી હેવાનું મનાય છે. જે સવા લાખ શ્લેક જેવડું અને વરાહમિહિર નામનું પુસ્તક વરાહમિહિરે જૈન આગમને આધારે રચ્યાનું જિનપ્રભસૂરિ વગેરે કહે છે તે ઉપર્યુક્ત ચાર પુસ્તકે પૈકી કઈ થડેક અંશે પણ હોય તે તે બૃહતસંહિતા છે. ચતુવિંશતિપ્રબંધ (પૃ. ૪) માં વારાહસંહિતાને ઉલ્લેખ છે. તે શું ઉપર્યુક્ત બૃહત્સંહિતા ગણાય ખરી? એક વરાહમિહિર ઈ. સ. ૨૦૦માં થયાનું મનાય છે.
રચના સમય–શ્રુતકેવલી ભદ્રબાહુએ ઉવસગ્ગહરથર પૂર્વમાંથી ઉદ્ધત કર્યાનું ચતુર્વિશતિપ્રબન્ધ (પૃ. ૨) માં કહ્યું છે. એ કથન જે સાચું હોય તે આ સ્તોત્ર વિરસંવત ૧૭૦ જેટલું તે પ્રાચીન ગણાય જ.
બૃહત્સંહિતાના પ્રણેતા વરાહમિહિર તે જ પ્રસ્તુત વરાહમિહિર હોય તે આ સ્તોત્ર ઈ. સ. ની પાંચમી-છઠ્ઠી સદી જેટલું પ્રાચીન ગણાય. ગમે તેમ પણ આ તેત્ર બ્રહવૃત્તિ જેટલું–કંઈ નહિ તે લગભગ ૮૦૦ વર્ષ જેટલું તે પ્રાચીન છે જ.
વિવરણેઉવસગ્ગહરથર પાઈયમાં રચાયેલું છે, પરંતુ એના સ્પષ્ટીકરણરૂપ એક • પણ વિવરણ આ ભાષામાં રચાયેલું જાણવાજવામાં આવ્યું નથી. બાકી એનાં નીચે મુજબના સંસ્કૃત વિવરણે જાયાં છે –
(૧) બૃહદવૃત્તિ–આના કર્તાનું નામ જાણવામાં નથી. એ વિક્રમની બારમી સદી કરતાં પહેલાની હોવાનું કહેવાય છે. આ નામથી તે આ કૃતિ જિનરત્નકોશ (વિભાગ ૧) માં સેંધાયેલ નથી. અથક૯૫લતા (પૃ. ૧૬) માં એક અવતરણ પૂર્વક બૃહદવૃત્તિને ઉલ્લેખ છે. તે આ જ હશે. સિદ્ધિચન્દ્રગણિત ટીકાના અંતમાં (પૃ. ૨૪) માં જે બૃહદવૃત્તિની ધરણેન્દ્ર, પદ્માવતી અને પાર્શ્વ યક્ષને લગતા અર્થ માટે ભલામણ કરાઈ છે તે અથકલપલતા ન જ હોય તે આ હશે. જે આ બૃહવૃત્તિ મળતી હોય તો એ સત્વર પ્રકાશિત થવી ઘટે. પૂર્ણચન્દ્રસૂરિએ લઘુવૃત્તિના અંતમાં (પૃ. ૫ માં) બહવૃત્તિને ઉલ્લેખ કરી એમાંથી ચારેક મંત્ર આપ્યા છે.
(૨) લઘુત્તિ–“નમચ પર ત્રા” થી શરૂ થતી આ વૃત્તિના પ્રણેતાનું નામ પૂર્ણચન્દ્રસૂરિ છે એમ ઈ. સ. ૧૯૨૧માં “શારદાવિજય ગ્રન્થમાલા” માં છપાયેલી
આ વૃત્તિમાં દર્શાવાયું છે, જ્યારે જૈનસ્તોત્ર સંદેહ (ભા. ૧, ગ–પરિશિષ્ટ) માં જે 'આ જ વૃત્તિ પ્રકાશિત કરાઈ છે ત્યાં વૃત્તિકારનું નામ ચન્દ્રસૂરિ અપાયું છે. અને એના અંતમાંના પદ્યમાં કહ્યું છે કે ગુરુ પાસેથી આ સ્તંત્રનું સ્પષ્ટીકરણ જાણીને તેમજ વિદ્યાપ્રવાદને
શ્રી ખેમરાજ કૃષ્ણદાસે મુંબઈથી વિ. સં. ૨૦૦૯ માં પ્રકાશિત કરી છે. એમાં ૧૦૬ અધ્યાય છે. આના ઉપર ઉત્પલે સંરકતમાં ટીકા રચી છે. અને કાને મૂળનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org