Book Title: Mohanlalji Arddhshatabdi Smarak Granth
Author(s): Mrugendramuni
Publisher: Mohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
View full book text
________________
શ્રી માહનલાલજી અવશતાબ્દી ગ્રંથ
ઉપરના લખાણમાં પાટણના આઠ ચૈત્યવાસી આચાર્યાં અને તેમનાં ચૈત્યાનાં નામ છે, ભરૂચના અગિઆર આચાર્યાં અને દશ ચૈત્યાનાં નામ છે. તદુપરાંત આશાપક્ષી, ધવલઙક (ધાળકા), ખ‘ભાત, વટપદ્રક (વડેદરા ) આદિના ચૈત્યવાસી આચાર્ચી અને ચૈત્યાનાં નામ ખાસ નોંધપાત્ર છે. એ જ સમયના, પાટણના અગિઆર વસતિવાસી આચાર્યાંનાં નામે નાંધપાત્ર છે. જેમાં વસ્તુપાલના ગુરુ વિજયસેનસૂરિ પણ છે. મ`ડળીના ખાલચંદ્રસૂરિ તે વસંતવિલાસ મહાકાવ્યના કર્તા છે અને મંડલી તે હાલમાં સૌરાષ્ટ્રનું માંડલ છે.
૧
આ લેખ મતાવે છે કે એ સમયમાં જૈનસૌંધમાં ઠીક ઠીક સડા ખાસ કરીને ચૈત્યવાસી સાધુસમુદાયમાં-પેઠા હતા તે એટલે લગી કે ચૈત્યવાસી સાધુએ સંતાન પેદા કરતા અને તેમને મોટા થયે આચાય પદવી પણ આપતા. પણ, ચૈત્યવાસીએનું ગુજરાતમાંં જોર હોવા છતાં અને એમનામાં વિદ્વાન અને સારા આચાર્યાં પણ હેાવા છતાં, વસતિવાસી આચાર્યાની સંખ્યા અને એમનું જોર વધુ હોય એમ લાગે છે. કેમકે તેઓ ચૈત્યવાસીઓને સમજાવી એમની પાસે આ ઠરાવમાં સંમતિ લઈ શક્યા છે, એ પણ કારણ હાય કે હાજર રહેલા ચૈત્યવાસી આચાર્ચે અન્ય ચૈત્યવાસી સાધુસમુદાય જેટલા પતિત ના પણ હોય.
આ ઠરાવમાં એ જણાવાયું નથી છતાં, મહામાત્ય તેજપાલની હાજરી અને એમના પ્રભાવે આ પરિષદને આ રીતે સફળ કરવામાં ઘણા અગત્યના ભાગ ભજવ્યેા હોય એમ આગે છે. આ વ્યવસ્થાએ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચૈત્યવાસીઓનું જોર તેાડવામાં મેાટા ભાગ ભજવ્યેા લાગે છે. આમ આ પરિષદમાં હાજર રહેલા વસતિવાસી આચાર્યાં, મહામાત્ય તેજપાલ તેમ જ અન્ય શ્રાવકોએ જૈનસઘની એક કિંમતી સેવા મજાવી છે, જે આજ સુધી આપણને અજ્ઞાત હતી.
આ લેખ ઐતિહાસિક દૃષ્ટિએ અગત્યના છે. આ પ્રતમાં અને એ લખાણમાં અવિશ્વાસ રાખવાનું કાંઈ કારણ નથી. આ લેખથી એ સ્પષ્ટ થાય છે કે વિ. સ`. ૧૨૯૮ માં ત્રિભુવનપાલનું રાજ્ય હતું. વિચારશ્રેણિ પ્રમાણે ભીમદેવ બીજાનું મૃત્યુ વિ. સં. ૧૨૯૮ માં થયું. મીમદેવ ભીજાના સં. ૧૨૯૬ ના દાનપત્ર ( જીએ ઇન્ડિઅન એન્ટિકવેરી વા. ૬, પૃ. ૨૦૫) પછીના એમના કાઈ લેખ મળ્યા નહેાતા. અને વિ. સ. ૧૨૯ પહેલાંના ત્રિભુવનપાલને લેખ મળ્યા નહાતા. એટલે આમ વિ. સં. ૧૨૯૬ ના ફાગણ વદી ૧૪ ના રાજ ત્રિભુવનપાલ રાજ્ય કરતા હતા એ આ લેખથી આપણે હવે જાણી શક્યા છીએ અને આમ ત્રિભુવનપાલે ચાર વર્ષ રાજ્ય કર્યાના જે એક મત છે તે સાચા ઠરે છે.
આ લેખથી આપણે સ્પષ્ટ રીતે જાણી શકીએ છીએ કે લૂણુપસાજ ( લવણુપ્રસાદ ) ને બે દીકરા હતા—એક વીરમદેવ અને ખીજા વીરધવલ. આ વીરધવલને દ્વિતીય જ્યેષ્ઠભુત કહેવાના મતલબ શે। હાઇ શકે? વીરમદેવની મા અને વીરધવલની મા જીદ્દી હોય અને આ બીજી પત્નીના સંતાનામાં વીરધવલ જ્યેષ્ઠ એમ અર્થ લેવા ? વીરમદેવને ફક્ત મહારાણક કહ્યા છે જ્યારે વીરધવલને મહામડલેશ્વર કહ્યા છે અને આ લેખ વખતે એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org