Book Title: Mohanlalji Arddhshatabdi Smarak Granth
Author(s): Mrugendramuni
Publisher: Mohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
View full book text
________________
શ્રી મોહનલાલજી અધશતાબ્દી ગ્રંથ
સુંદર, હદયંગમ અને રેચક શૈલીમાં થવું જોઈએ. એ પછી અમો પણ એ વિચારમાં સહમત બન્યા અને ચરિત્રાલેખનથી માંડી સ્મારકોપયોગી તમામ જરૂરી સામગ્રી મેળવવાનું કાર્ય મુનિશ્રી મૃગેન્દ્રમનિજીને સોંપવામાં આવ્યું અને તેમણે ગુરૂ–ભકિતની ભાવનાથી પ્રેરાઈને અને સાહિત્યોપાસનાની દ્રષ્ટિથી સહર્ષ સ્વીકારી લીધું.
અને તે પછી તેમણે ચરિત્રનું રોચક શૈલીમાં આલેખન લેખ--સામગ્રી, કલાત્મક ફોટાઓ, અને ચરિત્ર નાયક સંબંધી માહિતી એકત્રિત કરવી વિગેરે કાર્ય જે ખંતથી તેમણે કર્યું છે તે ખરેખર અનમેદનીય છે. અને તેના પરિણામેજ આ દળદાર સુંદર સ્મૃતિગ્રંથ બહાર મૂકી શક્યા છીએ.
સં. ૨૦૧૭નું ચોમાસું ભાયખલા કરી સં. ૨૦૧૮ નું પં. શ્રી નિપુણમુનિજી આદિ છે. ૬ નું ચાતુર્માસ લાલબાગ-(ભૂલેશ્વર)માં થયું ત્યારે સ્મારક ગ્રંથના પ્રકાશનની કાર્યવાહી અંગે “શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ પ્રકાશન સમિતિ ની સ્થાપના કરવામાં આવી. જેના સભ્ય નીચે પ્રમાણે છે
માનાર્હ મંત્રી - શા. જયંતિલાલ રતનચંદ બી. કેમ
શા. મનસુખલાલ તારાચંદ મહેતા શા. ફતેહચંદ ઝવેરભાઈ શા. માણેકલાલ હરખચંદ
શા. કેશરીચંદ હીરાચંદ ઝવેરી ગ્રંથના ગ્રાહકોની આવેલી રકમ સમિતિને સુપરત કરવામાં આવી. તેમજ ગ્રંથમાં થનારા ખર્ચને હિસાબ સમિતિ હસ્તક રાખવામાં આવ્યો. અલબત્ત, ગ્રંથના પ્રકાશનમાં ઘણી ઢીલ થઇ છે. તે પણ આજે ગ્રંથ આપ સૌની સમક્ષ મૂકાઈ રહ્યો છે તેથી તેને દરેક ઘડવૈયાઓની મહેનત સફળ થઈ છે એમ હું માનું છું.
અંતમાં ઉપકારી ગુરૂદેવશ્રીની સ્મૃતિમાં બહાર પડેલે આ ગ્રંથ લેકે વાંચે અને તે દ્વારા જીવનને ઊ વગામી બનાવે એજ શુભેચછા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org