Book Title: Mohanlalji Arddhshatabdi Smarak Granth
Author(s): Mrugendramuni
Publisher: Mohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
View full book text
________________
પુણ્ય હજુ પરવાર્ય નથી
૬૭ મુકાબલો’ પુસ્તક પ્રગટ કરવાનું કામ ઉપાડી લીધું. સાથે સાથે વ્યાખ્યાન બાદ તેમણે શ્રી નગીનચંદ કપૂરચંદ ઝવેરીને ભલામણ કરી કે–“મુનિરાજશ્રી બુદ્ધિસાગરજીના પંડિતજીને પગાર તેઓ અભ્યાસ કરે ત્યાં સુધી ચાલુ જ રાખવે....”
આ પ્રસંગથી તે વિરોધીઓ છક જ થઈ ગયા. બંને વચ્ચે આવો નિર્મમ અને નિર્દોષ નેહસંબંધ જોઈ બધા વિરોધીઓ તે મેંમાં આંગળા જ નાંખી ગયા, આજે પણ આ બે ગો વચ્ચે જે કંઈ સુમેળ ને સંપ છે તે આ પ્રસંગને જ આભારી છે.
મુનિશ્રી એ ૧૫૩ નું સુરતનું ચોમાસું પૂરું કરી પાટણ પધાર્યા. સંવત ૧૯૪૧ માં તેઓ પધાર્યા હતા. તે ફરી તેર વરસના ઘણા લાંબા સમય પછી ૧૯૫૪ માં પાટણ આવ્યા અને આ સાલનું ચોમાસું તેમણે અહીં પાટણમાં જ કર્યું.
આ ચાતુર્માસ દરમિયાન તેમણે ત્રણ કાર્ય મહત્ત્વનાં કર્યા, અને બીજા ધાર્મિક અનુષ્ઠાન કરાવ્યાં તે જુદાં.....
સૌ પ્રથમ તેમણે પેથાપુરના રહીશ, મુમુક્ષુ શ્રી કેશવલાલને અહીં પાટણમાં દીક્ષા આપી અને તેમનું નામ કલ્યાણમુનિજી રાખ્યું.
બીજું કામ તેમણે જ્ઞાનોદ્ધારનું કર્યું. તેમણે કરાવેલું કામ તે યાદગાર રહેશે. પાટણના ગ્રંથભંડારેના સંરક્ષણની તેમણે જરૂરિયાત જોઈ અને આ માટે તેમણે પ્રેરણા કરી. અને આ પ્રેરણાથી તે કાર્ય માટે રૂા. ૨૨૦૦૦) ની રકમ ભેગી થઈ ગઈ. - ત્રીજું કરેલું કાર્ય તે જીર્ણોદ્ધારનું હતું. યુગપ્રધાન આચાર્યશ્રી જિનદત્તસૂરિજી તથા આચાર્ય ભગવંત શ્રી જિનકુશળસૂરિજી મહારાજની ચરણપાદુકાની દહેરી, સમારકામ અને યોગ્ય માવજત માંગતી હતી, તે એવી તો જીર્ણ અને લગભગ ખંડેર જેવી બની ગઈ હતી કે, ત્યાં ખૂબ જ આશાતના થતી હતી. મુનિશ્રીએ આ કાર્યને પણ હાથ પર લીધું. શ્રી પન્નાલાલ પૂરણચંદને આ માટે વાત કરી અને તેમણે તે કાર્ય સહર્ષ વધાવી લીધું. આથી. પીતાંબર તળાવ પરથી તે દહેરી ખસેડીને જોગીવાડાના શામળા પાર્શ્વનાથના બગીચામાં તે બંધાવી અને તેની પુનઃ સ્થાપના કરાવી. એ આજ દાદાવાડીના નામથી ઓળખાય છે.
ચોમાસું પૂરું થયા પછી ૧૯૫૫ માં મુનિશ્રીની પુનિત છાયામાં શેઠશ્રી નગીનદાસ સાંકળચંદભાઈએ શ્રી શંખેશ્વર તીર્થને છરી’ પાળતે સંઘ કાઢ્યો. આ સંઘ માગશર વદ દસમના શુભ પ્રયાણ કર્યું. આ સંઘમાં ઘણા ભાવિક યાત્રાળુઓએ ભાગ લીધો હતે.
ત્યારપછી તેઓ ચાતુર્માસ માટે સુરત પધાર્યા. આ સાલ તેઓ શ્રી પ્રેમચંદ રાયચંદની ધર્મશાળામાં બિરાજ્યા હતા. આ સાલ તેમણે કરાવેલી વિવિધ પ્રતિષ્ઠા માટે યાદ રહેશે.
સૌ પ્રથમ તેમણે ગોપીપુરા, મેઈન રોડ પર આવેલાં શ્રી કુંથુનાથજીના દેરાસરમાં પ્રતિષ્ઠા કરાવી. બીજી પ્રતિષ્ઠા એસવાલ મહોલ્લામાં આવેલા શ્રી મનમોહન પાશ્વનાથ જિનાલયની કરાવી. તેમના વરદહસ્તે થયેલું ત્રીજું પ્રતિષ્ઠાન હાથીવાળા જિનમંદિરમાં શ્રી સૂરજમંડન પાર્શ્વનાથનું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org