Book Title: Mohanlalji Arddhshatabdi Smarak Granth
Author(s): Mrugendramuni
Publisher: Mohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
View full book text
________________
પુણ્ય હજુ પરવા નથી એકલા દેવદ્રવ્યમાં જ રૂ. ૩૫૦૦૦ ની ઉપજ થવા પામી હતી. આ પ્રતિષ્ઠા મહોત્સવ એવી અનેરી શાનથી ઉજવવામાં આવ્યો હતો કે સુરતના ઈતિહાસમાં તે અભૂતપૂર્વ બની ગયે.
આ જ પ્રસંગે એક ચમત્કારિક ઘટના બની ગઈ. કેઈ વિદ્વસંતેષીએ ત્યાંના ગોરા કલેકટરને એવી વાત કરી કે આ પ્રસંગમાં માણની ભરચક્ક ભીડ રહે છે. કીડીયારાની જેમ જ માણસે ઉભરાય છે. અને આ દિવસ ધૂમ ગીદ રહે છે. જે તાત્કાલિક કેઈ ગ્ય પગલાં ભરવામાં નહિ આવે તે ડર છે કે કઈ મહારોગ ફાટી પણ નીકળે ! !”
કહે છે ને સારા કામમાં સે વિઘન નડે. સંઘને આ વાતની જાણ થઈ. સંઘ તે ચિંતામાં પડી ગયે. હવે શું થશે? શું મહાગ ફાટી નીકળશે? અને એવું જે બને તે ?? કલેકટર આવશે તે? શું આ કાર્ય નિર્વિદને પાર નહિંજ પડે? આ ને આવા અનેક સવાલો સંઘને કેરી ખાવા લાગ્યા.
પણ સંતનું પુણ્ય તપતું હતું. મુનિશ્રીનાં નૈષ્ઠિક બ્રહ્મચર્યનું તેજ આવનાર આંધીના ઓળાએને છિન્નભિન્ન કરી રહ્યું હતું. કલેકટર આવ્યું તે ખરે. પણ મુનિશ્રીની પુણ્યપ્રભા જોઈને જ એ તે ઠરી ગયે. ચારિત્ર્યના શીતળ તેજકીરણ વેરતી એ સૌમ્ય મુખમુદ્રા જોઈ એ શું કરવા આવ્યું હતું તે પણ ઘડીભર ભૂલી ગયો. જો કે એ આવ્યું હતું તે બીજા વિચારથી, પરંતુ મુનિશ્રીના મેહક વ્યક્તિત્વથી અંજાઈ જતા એણે કહ્યું – “આવા મહાપુરુષ જ્યાં હેય ત્યાં એવું બને જ નહિ. જાવ, તમે તમારું કામ ચાલુ રાખે ”,
સંઘના આનંદને તે આથી પાર ન રહ્યો. બેવડા ઉમંગથી પછીને કાર્યક્રમ પૂરે થયે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org