Book Title: Mohanlalji Arddhshatabdi Smarak Granth
Author(s): Mrugendramuni
Publisher: Mohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
View full book text
________________
અતિમ શયન
૫
નનેા લાભ લઈ શકાય. આ મહાન મુનિશ્રીના ઉપદેશથી સુરતમાં ઘેાડા વખતમાં જ જ્ઞાનમંદિર શ્રાવિકાશાળા વગેરેની શરૂઆત થવા લાગી છે.
હવે આ મુનિરાજના સંબંધમાં તેમનું કાયમી સ્મરણ કરવાની જરૂર છે, અને એ માટે મુંબઈ સ્થળ પસંદ કરવું જોઈએ. આવા સ્મરણુ તરીકે જો આ સમયમાં કરવા જેવું હાય તે મુંબઇ ખાતે જૈન સેનેટોરિયમ, લાઈબ્રેરી કે જાહેર વ્યાખ્યાન હાલ કરવાની જરૂર છે. વળી ખેલવાના આ યુગમાં મુંબઇ જેવા શહેરમાં હજારા જૈનો વસે છે પણ તેમને માટે જાહેર વ્યાખ્યાના કે બીજા કેાઈ સમારèા માટે એવું એકે સ્થળ નથી અને તેટલા માટે આવા એકાદ હાલ જો ભૂલેશ્વર કે પાયધૂની લત્તા પર હોય તેા ઘણા જ લાભ થાય.
ટૂંકમાં આ પવિત્ર મુનિરાજ ઘણા વરસ દીર્ઘાયુષી રહે ! અને જે કરવા જેવું છે તે કાલ ઉપર મુલતવી ન રાખતાં તુરત જ આ મહાત્માના સ્મરણ માટે કઇક કરવું જોઇએ.
આ પવિત્ર મુનિરાજ પાસે ઘણાં જ અમૂલ્ય પુસ્તકાના સંગ્રહ છે. એ પુસ્તક ભંડારના લખાણના ખર્ચે લગભગ રૂા. ૭૫૦૦૦) આંકવામાં આવે છે, તે બધાં વ્યવસ્થિત સચવાઇ રહે તે માટે શેઠ શ્રી નગીનદાસ કપૂરચંદ ઝવેરીએ એક પથ્થરનું મકાન બંધાવી આપવા માથે લીધું છે. તે સ્તુત્ય પગલું છે. અને આ સાથે આ પુસ્તકે ખીજાને ઉપયાગમાં આવે તે માટે તેની ખાસ સૂચી છપાવી મુનિરાજોને આપવાની જરૂર છે. જે કાય પણ અમારી સમજ પ્રમાણે જરૂર થશે.
અમે ન ભૂલતાં હાઈએ તે આ પવિત્ર મુનિરાજની ઈચ્છા એકવાર સિદ્ધગિરિ જવાની છે. અને તે ઇચ્છા પાર પડે તેવી શક્તિ પ્રાપ્ત કરવા તેઓશ્રી તપેાખળના પ્રભાવે શક્તિમાન થાય એવું અમે ઇચ્છીએ છીએ.
છેવટે આજે આપણે તેમની ૭૯ મી સાલગીરી જોવા ભાગ્યશાળી અન્યા છીએ તે આવતા વરસે આ પવિત્ર મુનિરાજની ૮૦ મી સાલગીરી જોવા પણ નસીબવંત થઈશું એમ અમે પ્રાર્થીએ છીએ....”.
સં. ૧૯૬૨ નું ચામાસું પૂરું થયું ત્યારે મુનિશ્રીના જીવનદીપ ઝગારા મારી રહ્યો હતા. જીવનન્ત્યાત એવી તે ઝગમગી રહી હતી કે જોનારને ઘડી શકા આવી જાય કે શું ખુઝાતા દીપની તે આ ઝાકઝમેાળ નથી ને ?
દ્વીપકમાં તેલ છૂટયું હતું, અને જ્યાત છેઢ્ઢા ચમકારા મારી રહી હતી. મુનિશ્રીની તબિયત વધુ ને વધુ નરમ અને જતી હતી, પણ એ તે દેહની નિળતા હતી, આત્મજ્યાત તા એવી જ સ્થિર ને તેજસ્વી હતી. આત્માને તે બસ એક જ ઝ...ખના હતી કે આ દેહ પડે તે પહેલાં શત્રુંજયની યાત્રા કરી લેવી.
ભાવના એવી પ્રબળ હતી કે મુંબઇના સંઘે મહામુશીખતે તેમને સ્વીકૃતિ આપી, અને મુનિશ્રી વિહાર કરી સ. ૧૯૬૩ માં સુરત પધાર્યા.
ત્યારે કાને ખબર હતી કે આ સુરત જ તેમનું છેવટનું વિરામસ્થાન બની જશે ? નાદુરસ્ત તખીયત છતાંય ઉપદેશ અને પ્રેરણા કાય તા ચાલુ જ હતાં. મુનિશ્રીની પ્રેરણા થતાં શેઠ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org