Book Title: Mohanlalji Arddhshatabdi Smarak Granth
Author(s): Mrugendramuni
Publisher: Mohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
View full book text
________________
ર
શ્રી માહનલાલજી અર્ધ શતાબ્દી ગ્રંથ:
કર્યાં. એથી તે તંગદીલી ખૂબ જ વધી જવા પામી. હવા એટલી બધી કલુષિત બની ગઈ કે પ્રસંગને જતા કરવામાં શાણપણ જણાતું હતું. છેવટ સથે અખાલા, પૂર્વ શ્રી આત્મારામજી મહારાજને આ બધી વાતથી વાકેફ કરતા પત્ર લખ્યા અને આ અંગે શું કરવું તેનું માદન માંગ્યું.
શ્રી આત્મારામજી મહારાજે તુરત જ વળતા જવાબ આપ્યા, અને જણાવ્યું કે—“ શ્રી સંઘની આજ્ઞાથી શ્રી ગાંધી શત્રુજય તીર્થની યાત્રા કરી લે.” આ ઉપરાંત વધુ મા દર્શન માટે તેમણે લખ્યું:—
विशेषतः बम्बओमें मुनिराज श्री मोहनलालजी बिराजमान है. वे भी भवभीरु और श्री जिनाज्ञा के भंग से डरनेवाले है इस वास्ते उनकी संमति लेनी चाहिये और कोइ अन्य गीतासे पूछ लेना. अब में बहुत नम्रता से श्री संघ से विनति करता हूं कि जो कुछ जिनाज्ञा विरुद्ध अयोग्य लखाण करा होवे सो सर्वश्री संघ मुजको माफ करें. इतिश्री कल्याण होवे सकल संघको.
મુનિશ્રી તે। આ જાણી દ્વિધામાં પડી ગયા. પૂ॰ આત્મારામજી મહારાજે તેમને માદન આપવા જણાવ્યું હતું. અને પોતે તે આ પ્રસંગમાં માધ્યસ્થ ભાવ રાખતા હતા. વળી શ્રી ગાંધી મુનિશ્રીના વ્યક્તિત્વથી પ્રભાવિત અનેલા હતા, અને અવરનવર તેમની સાથે જ્ઞાનચર્ચા પણ ગેાઠવતા હતા. જ્યારે શ્રી સંઘ તે શ્રી ગાંધી ો ઉપાશ્રયમાં પગ મૂકે તે તેમને કેાના બારણાં બતાવવા સુધી ઉકળેલા હતા. સંધ કાઇ પણ હિસાબે શ્રી ગાંધીને સ્વીકાર કરવા તૈયાર ન હતા.
દઃ વલ્લભવિજય. સહી. આત્મારામજી મહારાજ
મુનિશ્રીએ સમયની નાડ પારખી લીધી. સમાજના રાષનું માપ પણ તેમણે કાઢી લીધું. અને સમયને અન્નબ ભરી ખાનગીમાં શ્રી ગાંધીને કહેવડાવી દીધું કે “હમણાં અત્રે આવવું હિતાવહ નથી, કાળક્ષેપ કરવા.”
""
એક બાજુ ખાનગીમાં સદેશેા મેકલ્યા ને જાહેર વ્યાખ્યાનમાં ખૂબ જ તટસ્થતા જાળવીને સમય એળખા વિષય પર સતત ઉપદેશધારા વહાવી. ઉત્સર્ગ ને અપવાદની તર્કબદ્ધ છણાવટ કરી. રાગ-દ્વેષના પ્રસંગેાથી દૂર રહેવાની વાતા સમજાવી.
સમય સરતા ગયા. કાળના થર જામતા ગયા. વિરાધને ઉઠેલ વટાળ પણ ધીમે ધીમે શમતા ગયા. કલુષિત હવા ધીરે ધીરે સ્વચ્છ બનતી ગઈ. અને એક દિવસ એવે આવીને ઊભે। રહ્યો કે જાણે કશું જ બન્યું નથી. એ પ્રકરણ તે મધરાતનું એક ભયાનક સ્વપ્નું જ બની ગયું !!
૧. ‘‘આચાર્યાં શ્રી વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ” ના પૃ. ૩૬ થી ૪૦ પર આ પત્ર આખા પ્રગટ થયા છે. અમે તેમાંથી આપણા ચરિત્રનાયકના સંબંધની જ વિગત લીધી છે. જિજ્ઞાસુઓએ તે પત્ર તે ગ્રંથમાંથી વાંચી લેવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org