Book Title: Mohanlalji Arddhshatabdi Smarak Granth
Author(s): Mrugendramuni
Publisher: Mohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
View full book text
________________
સઘર્ષ અને સમાધાન
૧
ખુલી ગઇ, તેને તે પછી ભૂલ સમજાઇ ગઇ કે જૈનધમ એ કોઇપણ ધર્મની શાખા નથી. એ એક સ્વતંત્ર જ ધર્મ છે, અને એનું તત્ત્વજ્ઞાન ઘણું સૂક્ષ્મ છે.
પશ્ચિમમાં જૈનધર્મને જન્મ આપી શ્રી ગાંધી મુંબઈ પાછા ફર્યા, ખરેખર તેએ એક મહાન ને ઉદાત્ત કાર્ય કરીને પાછા આવ્યા હતા. આ માટે તે જરૂર સન્માનને ચાગ્ય હેતા. પરંતુ મુંબઇના સંઘે તેમને સત્કારવાને બદલે ઉપેક્ષા કરી, તેમના એ કાર્યને નિંદી નાંખ્યું. અરે ! તેટલાથી જ પરિતૃપ્ત ન ખનતાં તેમને સમાજમાંથી હાંકી કાઢવાની વાત કરી. સંઘ આવું કરે તે સ્વાભાવિક હતું. કારણ સંઘ હજી રૂઢિના પૂજારી હતા, તેને તે ભક્ત હતા, તેની દૃઢ માન્યતા હતી કે ધર્મકાર્ય માટે પરદેશ ને તે ય પશ્ચિમના દેશેામાં તે જવાય જ નહિ. વેપાર, કે શિક્ષણ જેવા કાર્ય માટે ત્યાં જાય એ વાત અલગ છે. અને કદાચ એ હજી ક્ષમ્ય છે. વળી આ માન્યતાને ગ્રંથેાના ટેકા પણ મળતા હતા, ગ્રંથા કહેતાઃ“ દ્વિજસ્થાૌ તુ નૌચાતુઃ શોષિતસ્યાવ્યઽસમઃ । ”—કોઇપણ સંજોગેામાં કરેલું સમુદ્ર-ભ્રમણ્ અસ્પૃશ્ય છે, ત્યાજ્ય છે. જળમાર્ગે ગયેલા ગમે તેટલા વિશુદ્ધ બની આવે તે પણ તે મિલન જ છે, ગંદો છે. એવા ભ્રષ્ટ માણસને તે સમાજમાં બેસાડાય જ નહિ. અને તેમાંય શ્રી ગાંધી તેા ધર્મ માટે સમુદ્ર-ભ્રમણ કરી આવ્યા હતા ! એમને તે સમાજમાં લેવાય જ કેમ ?
અને રૂઢિચુસ્ત લેાકેાએ એ માટે પેાતાનાથી થાય તેટલા વિરાધ કર્યા. એકાદ ઠેકાણે તેમને સત્કારવા સભા ભરવામાં આવી. ત્યાં પણ જઇ તેમણે ધાંધલ મચાવ્યું, ખુરશીએ ઊછાળી, મોટા અવાજ કર્યા અને ‘ ગાંધીને સંઘ બહાર મૂકે ’ એવાં સૂત્રો પોકાર્યાં. એ સાથે સાથે તેમણે શ્રી ગાંધીની અહિષ્કાર પત્રિકા બહાર પાડી.
પત્રિકા આ પ્રમાણે હતી.
જાહેર ખબર
સર્વે ધર્માભિલાષી જૈનોને વિનયપૂર્વક સૂચવવામાં આવે છે કે અમેરિકા ખંડ મધ્યે ચિકાગેાની પરિષદમાં સ`ઘના નામથી જૈન એસેાશીએશને પ્રતિનિધિએ મેાકલવા વિષે જૈનૌની સમતિ લીધા વિના ઠરાવ્યું છે. તેના વિરુદ્ધમાં જાણવા જેવી ખાખતા હાલમાં બહાર આવી છે અને તેથી ઘણા લેાકેા નાખૂશ છે. આ વાત હવે એટલી બધી પ્રસિદ્ધ છે કે તેનું વધારે વિવેચન કરવા હવે દરકાર રહેતી નથી. અને અમે આ નીચે સહી કરનારાએ ખુલ્લી રીતે જણાવીએ છીએ કે જે બે પ્રતિનિધિએ ચિકાગે મેકલવાનું ઠરાવ્યું છે તે અમેને તદ્ન પસંદ નથી. તેથી અમે તેને રદ કરીએ છીએ, અને એ બાબતમાં અમારા જૈની લેાકેાની સમતિ નથી.”
મુંબઇ,
તા. ૯ મી જુલાઇ ૧૮૯૩
આ પત્રિકાથી તે વાતાવરણુ ખૂબ જ તંગ બન્યું. શ્રી ગાંધીની તરફેણ કરનાર વગ નાના હતા, જ્યારે તેમના વિરોધીવગ તે ઘણા જ મેાટા હતા. છતાંય બંનેયે સામને
૧. આ પત્રિકા નિચે ૧૩૭ સહીએ કરવામાં આવી હતી તે નીચે લખ્યું હતું કે વધારે લંબાણુ થઇ જવાથી માત્ર જુજ જ સહીએ છપાવી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org