Book Title: Mohanlalji Arddhshatabdi Smarak Granth
Author(s): Mrugendramuni
Publisher: Mohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
View full book text
________________
ઇતિહાસની આરસી
૩ ગુસકાળ પછીને ચૈત્યવાસને ઈતિહાસ ઉજજવળ છે. કારણ ચાવડા (ચાપોત્કટ) વંશના કુળગુરુ ચૈત્યવાસી હતા.
શિદીયા સંડેસરા, ચઉદશિયા ચૌહાણ -
ચિત્યવાસી ચાવડા, કુળગુરુ એહ વખાણ આ દુહા પરથી એ વાત સાબિત થાય છે.
વિ. સં. ૮૦૨ માં વનરાજે અણહિલપુર પાટણની સ્થાપના કરી અને એ વનરાજનું બાળપણ ચૈત્યવાસી આચાર્ય શ્રી શીલગુણસૂરિ અને તેમના શિષ્ય શ્રી દેવચંદ્રસૂરિજીની સીધી દેખરેખ નીચે વીત્યું હતું. આમ વનરાજના જીવનઘડતરમાં આ. ભ. શ્રી શીલગુણસૂરિજીને મહત્ત્વને ફાળે હતે. માતા રૂપસુંદરીએ જંગલમાં આ વનરાજને આચાર્યશ્રીને સોંપી દીધું હતું. વનરાજ અચાર્યશ્રીની પવિત્ર છાયામાં ઉછર્યો હતો. આ બધું ઉત્તરદાયિત્વ વનરાજ ભુલ્ય ન હતું. જ્યારે એ પાટણની રાજગાદીએ બેઠે ત્યારે પેલી ઉપકારની ભાવનાને વશ થઈ ચૈત્યવાસને રાજ્યાશ્રિત બનાવ્યું અને રાજ્યના ફરમાનમાં જાહેર કર્યું કે “ચૈત્યવાસી સાધુ સિવાય પાટણમાં બીજા કોઈ પણ સુવિહિતેને સ્થાન નથી આમ પૂરેપૂરી કિલ્લેબંધી થઈ ચૂકી હતી. જ આ પછી વિક્રમના ૧૧ મા શતકમાં પાટણમાં દુર્લભરાજનું શાસન હતું ત્યારે પણ આ ફરમાનનું પાલન ચલુ હતું. એ અરસામાં થનારા આચાર્ય શ્રી વદ્ધમાનસૂરિજી ચૈત્યવાસી હતા. ૮૪ ચૈત્ય (મઠ) તેમના હાથ નીચે હતા. પરંતુ પાછળથી એક દિવસે આચાર્યે પોતાના જીવનમાંથી ચૈત્યવાસની પરંપરાને તિલાંજલી આપી દીધી. ચૈત્યનું આધિપત્ય તેમણે છોડી દીધું, અને સુવિહિત માર્ગના બીબામાં જીવનના સુવર્ણરસને ઢાળવાનું નક્કી કર્યું. પિતે ચૈત્યવાસની બદીઓથી તે વાકેફ હતા જ, તેથી તેમણે એનાથી બીજાને બચાવવાનો વિચાર કર્યો.
એક દિવસ પિતાના વિદ્વાન શિષ્ય આ. શ્રી જિનેશ્વરસૂરિ અને શ્રી બુદ્ધિસાગરસૂરિને પાટણ મોકલવાનું નક્કી કર્યું અને તેઓ પાટણમાં આવ્યા.
પણ ત્યાં તે તેમણે બીજી જ હવા જોઈ! પાટણની વણસેલી ધાર્મિક પરિસ્થિતિ અંગે તેમણે જરૂર સાંભળ્યું હતું પણ જે દેખાતું હતું એવી કલ્પના તે તેમણે નહોતી કરી.
કારણ ત્યાં ઉભા રહેવાની મનાઈ હતી, ઉતરવાનું કેઈ સ્થાન ન હતું, કયાંય આદર ન હિતે, સન્માન ન હતું, ચારેય તરફ જાકારે હતો. . પાટણના ચૈત્યવાસીઓના એકહથ્થુ સામ્રાજ્યથી બધા ભાગતા હતા. તેના સીમાડામાં , પગ મૂકવાની હામ કઈ સંગીએ ભીડી ન હતી. પહેલવહેલે એ પ્રસંગ હતે, એક સંવેગી
યુગલને એ પહેલે જ પ્રવેશ હતે. ' વાતાવરણ ગંભીર હતું. આવવાને ઉદ્દેશ સફળ થાય એવા એંધાણ જરા પણ દેખાતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org