Book Title: Mohanlalji Arddhshatabdi Smarak Granth
Author(s): Mrugendramuni
Publisher: Mohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
View full book text
________________
ગીત સાંભળ્યું:—
સમય પારખુ સંત
[ ૧૧ ]
કે સાહામણા પ્રભાતે નિરવ શાંતિમાં મુનિશ્રીએ ભાવભર્યું
એ.
ૐ ગિરિવર દરશન વિરલા પાવે,
Jain Education International
પૂરવ સ`ચિત કરમ ખપાવે. “
ગીત એવા હલકા સ્વરથી ને ભાવથી ગવાઇ રહ્યું હતું કે મુનિશ્રીની હૃદયસીતાર અણુઅણી ઊડી. જીવનના પૂર્વાધમાં જોયેલે સિદ્ધશૈલેશ-સિદ્ધાચળ એકાએક આંખ સામે ખડા થઇ ગયાં.
એ ગીત સાંભળ્યા પછી એમનું હૈયું જોર કરી ઊઠયું. હવે સિદ્ધાચળ જવું. વિ. સ. ૧૯૪૦ નું અજમેરનું ચૈામાસું પૂરુ થયુ. અને એ ગુરુ-શિષ્યમેલડીની ત્રિપુટી પાલીતાણાના પંથે પડી. રસ્તામાં આવતી ગેલવાડ પ્રાંતની પંચતીર્થી પણ કરી, અને એક શુભ સવારે વરસાથી ઝખેલી પ્રતિમાનાં દર્શન કર્યાં. દાદા આદીશ્વરની ઊર્મિલ હૈયે ભાવના ભાવી. રોકાવા તે ઘણી ઈચ્છા હતી પરંતુ તી યાત્રા કરતાં સયમયાત્રાનું મૂલ્ય તેમને વિશેષ હતું. ત્યાંથી વિહાર કરી તેઓ પાટણ પધાર્યા.
પાટણ એક સમયનું ગુજરાતનું પાટનગર હતું. સરસ્વતીના કિનારે ઊભેલુ એ નગર દરેકના માટે પ્રવાસનું સ્થાન હતું. લાકે એને ત્યારે અણુહિલપુર પાટણના નામથી ઓળખતા. ચાવડા અને ચૌલુકય વંશની તે એ જોડેાજહાલીનુ મુખ્ય કેન્દ્ર હતું. પાટણને તે કઇક રાજવી ને મહિષઓએ પેાતાની જન્મભેામ કહી તેનું ગૌરવ વધાર્યું" છે. મુનિશ્રી પણ અહીં પેાતાની એક ગૌરવવતી અમર સ્મૃતિ મૂકી ગયા છે.
પાટણને કવીની જેમ ધર્મવીર પણ સાંપડ્યા હતા, અને વીસમી સદ્ઘીનું પાટણુ એ જ ધ ધગશથી ધીકતું હતું. સાચી ધગશ હમેશ ઉંડાણ માંગી લે છે અને તેવી નિષ્ઠા અહીંના સગૃહસ્થ શ્રાવકા પાસે હતી. મુનિશ્રીના આગમનના સમાચાર મળતાંજ પાટણના સંઘ આનંદથી નાચી ઊચ્ચો. જો કે વ્યક્તિનુ માન-સન્માન તે તેના ગુણાને જ આભારી છે. આ ષ્ટિએ જોઈએ તે વ્યક્તિપૂજન ગુણુપૂજાનું માધ્યમ જ અની રહે છે, જો આપણે
For Personal & Private Use Only
www.jainelibrary.org