Book Title: Mohanlalji Arddhshatabdi Smarak Granth
Author(s): Mrugendramuni
Publisher: Mohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
View full book text
________________
૧૬
શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથઃ અને ઘણું લાંબા વિરહ બાદ ગુરુ-શિષ્યનું મિલન થયું. આંખથી આંખ મળી. મિલનથી બંને હૈયાં નાચી ઉઠ્યાં.
મેહનનું વ્યક્તિત્વ હવે સેળે કળાએ દીપી ઉઠયું હતું. લોકે એના વચન પાછળ, એની સાત્વિકતા પાછળ અને એના સમર્પણભાવ પાછળ ઘેલા બની જતા હતા.
એક દિવસ મુંબઈ સંઘના અનહદ આગ્રહ વચ્ચે રૂપચંદ્રજી, મેહન અને બીજાઓને લઈ માળવા તરફ નીકળી પડ્યા. અને બે માસના સતત વિહાર બાદ માળવામાં પગ મૂક્યો. ત્યારે સૂરિજી વાલિયરમાં બિરાજતા હતા. રૂપચંદ્રજી વચમાં કયાંય ન રોકાતા સીધા જ વાલીયર પહોંચ્યા. અને ઘણા સમય બાદ યતિશ્રી અને સૂરિજી ભેગા થયા.
બનારસ (કાશી) વિદ્યાનું મથક હોવાથી મેહનને વિદ્યાભ્યાસ માટે ત્યાં મોકલવાનું તેમણે નક્કી કર્યું.
યતિશ્રી રૂપચંદ્રજીની અહીં તબીયત અસ્વસ્થ રહેવા લાગી અને ચિત્ર સુદ અગિયારસને જ તેઓ દેવલોક પામી ગયા !!!
આ આઘાત મેહન માટે અસહ્ય હતો. પણ જે અનિવાર્ય છે એને કેઈપણ ફેરવી નથી શકતું, એ વિચારે એમને સ્વસ્થ કર્યા. પછી ફક્ત ચાર વરસના અંતરે જ પિતાના વિદ્યાગુરુ પૂ. મહેન્દ્રસૂરિ પણ નિર્ગમન કરી ગયા!! મેહનની તે જાણે બે પાંખ તૂટી ગઈ ! ! ! પિતાના જીવન ઘડવૈયા ચાલ્યા ગયા. આજ બંનેની જગા ખાલી હતી.
સમય વીતે છે. કઈ વાત જુની બને છે. તે કઈક હકીકત ન જન્મ લેતી હોય છે. વિ. સં. ૧૯૧૪ પછી સમય યતિશ્રી મેહનલાલજીના જીવનસંઘર્ષને સમય હતે. આ પછી જ લેકે મેહનલાલજીનાં યતિજીવનમાં સંઘરાયેલા વૈરાગ્યને જોઈ શક્યા હતા. અમુક વગને તે યતિરાજ શ્રી મેહનનું આ પરિવર્તન જોઈ આશ્ચર્ય થતું હતું. કેટલાકને તે એ ગમ્યું પણ નહિ. તેમાંના કેટલાક આવીને તેમને કહેતા–“આમ વારસાને શા માટે ફગાવી દે છે? આ ધન ને સાહ્યબીને તિલાંજલી કાં આપે? આમ વણમાંગી સલાહ આપનાર અમારા જેવા ફરી નહિ મળે. યતિરાજ ! માટે માની જાઓ...”
પણ યતિશ્રી મૌન રહેતા. કદાચ સમજાવે છે પણ એ વર્ગ સમજે તેમ ન હતું. બોલવા કરતાં કરવામાં એમણે સારો અને એક દિવસ એ ભાવનાને મૂર્ત સ્વરૂપ પણ આપી દીધું.
મળેલી વિગતે કહે છે કે-યતિરાજે એ સઘળી દૌલત ધર્મના કાર્યમાં ખર્ચી નાંખી. સંઘ આદિમાં એ નશ્વર ધન અમર બની ગયું.
(૧) “મેહન ચરિત્ર” સંસ્કૃત કાવ્યના આધારે.
यतित्वे यद्विधेयं तत्, संविग्नत्वे न संभवेत् । एवमालोच्य वित्तं स, धर्मकर्मण्ययोजयत् ॥४-९७
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org