Book Title: Mohanlalji Arddhshatabdi Smarak Granth
Author(s): Mrugendramuni
Publisher: Mohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
View full book text
________________
ભાવળા,લવું જીવન
[ પ ]
૧૯મી સદીનું મુંબઈ આજના જેવું ન હતું. ત્યારે તે એને ઉદયકાળ હિતે. આજે તે એ પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. ફક્ત એક જ સૈકાની એ કાયાપલટ ! ગામડાં ભાંગ્યાં. અને મુંબઈ ભરાવા લાગ્યું. ત્યારે તે મુંબઈમાં તાર-ટપાલ, ટેલીફોન ને દ્રામની શરૂઆત થતી હતી. મુંબઈ એ સમયે વેપારીબંદર તરીકે પિતાને પાયે મજબૂત કરી રહ્યું હતું. તે અરસામાં આપણું ચરિત્રનાયક મુંબઈ આવ્યા.
ત્યારે મુંબઈ ઉગતું હતું અને આપણું ચરિત્રનાયક પણ ત્યારે તે ઉગતા જ હતા ને ? છતાંય ત્યારના એ ઉગતા મુંબઈએ તેમના પર કામણ કર્યું. અને એ કામણ અંત સુધી જળવાઇ રદ, એ જ માહને વિ. સં. ૧૯૪૭ માં સાધુજીવનમાં પધારી શ્રમણ માટે એ માગને ખૂલે મૂક્યો હતો. આજ મુંબઈ સાથે તેમનાં અનેક સંસ્મરણે જોડાયેલાં છે. વાલકેશ્વરનાં ઊંચા ટેકરા પર આવેલું જિનાલય તેમજ માધવબાગની સેન્ટ્રલ લાઈબ્રેરી ને સંસ્કૃત પાઠશાળા એ તેમના જીવનની યાદ આપી જતાં આજ પણ ઊભાં છે.
લકે કહેતા હતા કે યતિરાજ રૂપચંદ્રજી મેહનને માટે સ્થાનની પસંદગી કરવા સારુ જ એને સાથે લઈ મુંબઈ આવેલા. જે હોય તે. પણ ભાવિના એંધાણ સદાય અકળ રહ્યાં છે.
એક દિવસની વાત છે. યતિશ્રી રૂપચંદ્રજીને સમાચાર મળ્યા કે “આચાર્ય શ્રી મહેન્દ્રસૂરિજી મહારાજ માળવામાં આવેલ ઇદર (મ. પ્ર.) માં બિરાજે છે.” ત્યારબાદ થોડા સમય પછી આચાર્ય મહારાજને તેમના પર પત્ર આવ્યે –“મેં કામ તો થિત દૂ કર कुछ दिनों बाद मक्षीजी यात्रार्थे जाने की भावना है । संघ का आग्रह भी है। अतः चातुर्मास સુપર હો ો ”
પત્ર વાંચી યતિરાજે નક્કી કરી લીધું. “મેહનને આચાર્યશ્રી પાસે મેકલ અને મક્ષીજી તીર્થમાં પૂજ્ય આચાર્ય ભગવંતના વરદ હસ્તે મેહનને યતિપદ આપવું.” યતિરાજે આ સંજેગને વધાવી લીધો. તુરત જ નમતી સાંજે મેહનને બેલાવી બધી હકીકત જણાવી. મોહનને લાગ્યું કે હવે સ્વપ્ન સાકાર બની રહ્યું છે. એનું હૈયું આનંદથી નાચી ઊઠયું. ઊર્મિઓને સ્વસ્થ કરી એ ગુરુની આજ્ઞા માટે ઊભે રહ્યો.
મેહન! શું વિચાર કરે છે?”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org