Book Title: Marg Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ કરે છે. ઈષ્ટસાધનતાનું અને આગમમૂલતાનું અહીં જ્ઞાન હોવાથી પ્રવૃત્તિ શક્ય બને છે. યદ્યપિ શિષ્ટજનોના આચરણથી અન્ય જનોની પ્રવૃત્તિ ઉપપન્ન થાય એ માટે શિષ્ટજનોના આચરણમાં ઈષ્ટસાધનતાના અનુમાનથી જ નિર્વાહ થઈ જાય છે. કારણ કે પ્રવૃત્તિની પ્રત્યે ઇષ્ટસાધનતાનું જ્ઞાન કારણ છે. તેથી આગમમૂલતાના અનુમાનને સૂચવવા માટે શ્લોકમાં ‘મા’ પદનું ગ્રહણ નિરર્થક છે. પરંતુ શિષ્ટપુરુષોના આચરણથી પ્રવર્તનારા સપુરુષોની પ્રવૃત્તિમાં અંધની પરમ્પરાનો દોષ ન આવે એ માટે મૂળમાં ‘મા’ પદનું ગ્રહણ કર્યું છે. મૂળમાં ‘મા’ પદનું ઉપાદાન ન કરીએ તો ઈષ્ટસાધનતાનું અનુમાન કરીને શિષ્ટાચરણથી પ્રવૃત્તિ તો શક્ય બનશે; પણ ઉપર જણાવ્યા મુજબ એમાં અર્ધપરંપરાની શંકાનું નિરાકરણ નહિ થાય - એ સ્પષ્ટપણે સમજી શકાય છે. કારણ કે “મા” પદના ઉપાદાનથી શિષ્ટાચારની આગમમૂલકતાનો નિર્ણય થાય છે. શિષ્ટાચાર આગમમૂલક છે અને અજ્ઞાનમૂલક નથી. તેથી તેમાં અધપરંપરાની શંકાનો અવકાશ નથી. શ્રી સર્વજ્ઞપરમાત્માના વિધિસ્વરૂપ શબ્દોથી મુમુક્ષુ આત્માઓ ઈષ્ટસાધનતાનું જ્ઞાન કરીને તે તે અનુષ્ઠાનમાં પ્રવર્તે છે તેમ જ ઉપર જણાવ્યા મુજબ શિષ્ટાચારથી પણ તેમાં આગમમૂલતાનું અનુમાન કરીને તે આગમ દ્વારા ઈષ્ટસાધનતાનું જ્ઞાન થવાથી મુમુક્ષુ આત્માઓ તે તે અનુષ્ઠાનમાં પ્રવર્તે છે. તેથી શબ્દ(આગમ) તથા શિષ્ટાચાર બન્નેની પ્રવર્તક્તા એકસરખી જ હોવાથી શિષ્ટાચારમાં શબ્દસાધારણ્ય (શબ્દ જેવું જ પ્રામાણ્ય)

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66