Book Title: Marg Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 50
________________ ઇચ્છાયોગનું સ્વરૂપ જ એવું છે કે શુદ્ધપ્રવૃત્તિ પ્રત્યે તીવ્રપક્ષપાત હોવાથી ઈચ્છાયોગના યોગી; યિાની ઉત્કટ ઇચ્છા હોવાથી શક્તિ અને ઉલ્લાસ અનુસાર તે તે ક્રિયાઓ કર્યા વગર રહી જ શકતા નથી. અર્થાત્ એવી ક્રિયાઓ જ તેમના ઈચ્છાયોગની નિર્વાહિકા છે. ક્લિાઓ બરાબર થતી નથી તેથી સર્વથા કરવામાં ન આવે તો તેની પ્રત્યે ધીરે ધીરે ઉપેક્ષાભાવ આવવાથી તેના વિશેની પ્રીતિ નાશ પામે છે. ઈચ્છાયોગ, અનુમોદનાદિ અને અર્યાદિમાં ચિત્તના ઉપયોગના કારણે સંવિગ્ન પાક્ષિક મહાત્માઓનું આવશ્યકાદિ અનુષ્ઠાન વ્યર્થ નથી. પરંતુ તે અનુષ્ઠાનથી શ્રદ્ધા, મેધા અને ધૃતિ વગેરેની ઉપપત્તિ થાય છે. ૩-૨૪ સંવિગ્ન પાક્ષિક મહાત્માઓની આવશ્યકાદિ ક્રિયાઓ ભાવસાધુની અપેક્ષાએ દ્રવ્યસ્વરૂપ હોવાથી તે તુચ્છ (વ્યર્થ) છેઆવી શંકાનું સમાધાન કરવા માટે પચીસમો લોક છે – द्रव्यत्वेऽपि प्रधानत्वात् तथाकल्पात् तदक्षतम् । यतो मार्गप्रवेशाय मतं मिथ्यादृशामपि ॥३-२५॥ ભાવસાધુઓની અપેક્ષાએ સંવિગ્નપાક્ષિકોની આવશ્યકાદિ ક્રિયાઓ, પ્રધાનદ્રવ્યસ્વરૂપ હોવાથી અને પોતાના આચાર મુજબ હોવાથી તે અક્ષત છે અર્થા વ્યર્થ (તુચ્છ) નથી. કારણ કે મિથ્યાદૃષ્ટિઓને મોક્ષમાર્ગે પ્રવેશ કરાવવા માટે પ્રધાન દ્રવ્યક્યિા આવશ્યક મનાય છે.” – આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સંવિગ્નપાક્ષિક મહાત્માઓની આવશ્યકાદિ ક્રિયાઓ ભાવસાધુઓની અપેક્ષાએ દ્રવ્યક્તિાસ્વરૂપ (૪૭)

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66