________________
કહેવાનો આશય સ્પષ્ટ છે કે ઉત્કૃષ્ટ-શ્રેષ્ઠબુદ્ધિવાળા આત્માઓ ગુણસમ્પન્ન હોય છે. મધ્યમ-બુદ્ધિવાળા આત્માઓ ગુણના રાગી હોય છે અને ગુણી એવા સાધુભગવન્તોને વિશે દ્વેષી જનો અધમબુદ્ધિવાળા હોય છે.
આ શ્લોકમાં જણાવેલી વાતનો વિચાર કરવાની થોડી આવશ્યકતા છે. જન્મમાત્રને અનિષ્ટ-ખરાબ અને દુ:ખરૂપ વર્ણવતા શાસ્ત્રકાર પરમર્ષિઓએ મનુષ્યજન્મની એટલી જ પ્રશંસા કરી છે. અનન્તાનન્ત જીવોમાં મનુષ્યોની સંખ્યા ખૂબ જ અલ્પ છે. મનુષ્યની વિશેષતા તેની બુદ્ધિમત્તાને લઈને છે. બીજાદેવાદિ જીવોની અપેક્ષાએ મનુષ્યોને બુદ્ધિ વિશેષ રીતે પ્રામ થતી હોય છે. શ્રદ્ધા અને જ્ઞાનને કાર્યરત કરી શકે એવી બુદ્ધિ માત્ર મનુષ્યમાં છે. ગુણને ગુણ તરીકે જાણ્યા પછી અને માન્યા પછી પણ તેને પામવા માટેની બુદ્ધિ મનુષ્યમાં છે, દેવાદિમાં નથી. તેથી મનુષ્યને આશ્રયીને અહીં જે બુદ્ધિનો વિચાર કરાયો છે તે સમજી લેવો જોઈએ. સામાન્ય રીતે મનુષ્યો ઉપર જણાવ્યા મુજબ ત્રણ પ્રકારના છે. ઉત્કૃષ્ટ, મધ્યમ અને અધમ બુદ્ધિના કારણે એવો વિભાગ કર્યો છે. અને બુદ્ધિના એ પ્રકાર ગુણ, ગુણરાગ અને ગુપ્તેષના કારણે છે. મુળદ્વેષી = સાધુષુ શ્લોકમાંનું આ પદ કાયમ માટે યાદ રાખવું જોઈએ. પૂ. સાધુભગવન્તોને છોડીને બીજે ક્યાંય ગુણ નથી-એનો ખ્યાલ જેને છે તે; તે પદનો પરમાર્થ બરાબર સમજી શકશે. સર્વસાવદ્યયોગથી વિરામ પામેલા અને સર્વકર્મથી રહિત બનવા માટે નિરન્તર પ્રયત્નશીલ બનેલા પૂ. સાધુભગવન્તો જ ગુણસમ્પન્ન છે. બીજા કોઈને પણ
૫૮