Book Title: Marg Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan
Catalog link: https://jainqq.org/explore/023208/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કે ની અનેકાનપ્રકાશન પૂ.આ.ભ.શ્રી.વિ. વ કલવ! એક પરિશીલન ભાઈટીસી મહામહોપાધ્યાય શ્રીમદ્યશોવિજયજી મહારાજાવિરચિત BBA RE JEE EST EE STEEEEEEEEEEET કરી છે . ? BEEN BE HEET | BEST SET = = B - ખસમ, R: REBEIT BEEEEEEE રામ કથા TIAL ES. E STATE DE જ વાત Re rth B GEETA RAB E કે પણ એક ક Eલ LET T n files 11 | I d. I IT - SET TET EDIT TEST SEE WHERE THE BEST # પણ in a series H - ni Re is use is a E ! , ERE REALTHY u a miss if ESE કે આ માં T THAT THE TE TH TT TT TT INEERB TT TT T લા" TWITTER: HTTTT IT કોઇક કામો English G H દેન છે THE ENTIRE FREE ghts RE IS filed Ri is Rif it ' ' TET RESERENT TREES ; છે કે , Page #2 -------------------------------------------------------------------------- ________________ મહામહોપાધ્યાય શ્રીમદ્યશોવિજયજી મહારાજ વિરચિત‘ત્રિશ-áિશિ.' પ્રતિ [ G ) માર્ગ બત્રીશી-એક પરિશી" : પરિશીલન : પૂ. પરમશાસનપ્રભાવક પૂજ્યપાદ સ્વ.આ.ભ.શ્રી.વિ. રામચન્દ્રસૂ. મ.સા. ના પટ્ટાલંકાર પૂ. સ્વ. આ. ભ. શ્રી.વિ. અતિચન્દ્ર સૂ. મ. સા. ના શિષ્યરત્ન પૂ. સ્વ. આ. ભ. શ્રી. વિ. અમરગુમ સૂ. મ. સા. ના શિષ્યરત્ન પૂ. આ. ભ. શ્રી. વિ. ચન્દ્રગુપ્ત સૂ. મ. : આર્થિક સહકાર : અ.સૌ. સ્વ. જશોદાબેન રસીકલાલના પુણ્યસ્મરણાર્થે શા. કેશવલાલ વાડીલાલ પરિવાર (કેશવલાલ માણેકલાલ પૂનાવાળા) ૫૫૩, સેંટરસ્ટ્રીટ, પુણે કૅમ્પ, પુણે-૪૧૧૦૦૧. Page #3 -------------------------------------------------------------------------- ________________ આવૃત્તિ – પ્રથમ નકલ – ૧૦૦૦ માર્ગ બત્રીશી - ૩ : પ્રકાશન : વિ. સં. ૨૦૧૬ શ્રી અનેકાન્ત પ્રકાશન શ્રાવણ સુદ ૭, રવિવાર : પ્રાપ્તિસ્થાન : શા. સૂર્યકાન્ત ચતુરલાલ રજનીકાંત એફ. વોરા મુ. પો. મુરબાડ (જિ. ઠાણે) ૬૫૫, સાચાપીર સ્ટ્રીટ, પુણે કૅમ્પ, પુણે - ૪૧૧૦૦૧. મકુંદભાઈ આર. શાહ ૫, નવરત્ન લેટ્સ નવા વિકાસગૃહ માર્ગ પાલડી- અમદાવાદ-૭ વિજયકર કાંતિલાલ ઝવેરી પ્રેમવર્ધક ફલેટ્સ નવા વિકાસગૃહ માર્ગ-પાલડી અમદાવાદ- ૩૮૦૦૦૭ જતીનભાઇ હેમચંદ શાહ (કોમલ' છાપરીયાશેરી : મહીધરપુરા સુરત – ૩૯૫૦૦૩ : આર્થિક સહકાર : અ.સૌ. સ્વ. જશોદાબેન રસીકલાલના પુણ્યસ્મરણાર્થે શા. કેશવલાલ વાડીલાલ પરિવાર (કેશવલાલ માણેકલાલ પૂનાવાળા) ૫૫૩, સેંટરસ્ટ્રીટ, પુણે કૅમ્પ, પુણે-૪૧૧૦૦૧. : મુદ્રણ વ્યવસ્થા : - કુમાર ૧૩૮- બી. ચંદાવાડી : બીજે માળે: સી.પી. ટેક રોડ, મુંબઈ ૪૦૦૦૦૪. Page #4 -------------------------------------------------------------------------- ________________ अथ मार्गद्वात्रिंशिका प्रारभ्यते । બીજી દેશના-દ્વાત્રિંશિકામાં દેશનાવિધિનું વર્ણન કર્યું. હવે એ પરમતારક દેશનાથી જે માર્ગનું વ્યવસ્થાપન કરાય છે તે માર્ગનું સ્વરૂપ જણાવાય છે — मार्गः प्रवर्त्तकं मानं शब्दो भगवतोदितः । संविग्नाशठगीतार्थाचरणं चेति स द्विधा ॥ ३ - १॥ “પ્રવર્તક પ્રમાણને માર્ગ કહેવાય છે. શ્રી સર્વજ્ઞ ભગવન્તનો શબ્દ અને સંવિગ્ન, અશઠ એવા ગીતાર્થ પુરુષોનું આચરણ : એ બે રીતે માર્ગ બે પ્રકારનો છે.' - આ પ્રમાણે પહેલા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે બાલ, મધ્યમ અને પંડિત જનોને તેમના માટે ઉચિત એવી દેશના આપવા દ્વારા શુદ્ધસંયમની પ્રાપ્તિ કરાવવા માટે ધર્મદેશકનો પ્રયત્ન હોય છે. શુદ્ધ સંયમના ઉપાયને માર્ગ કહેવાય છે. અહીં પ્રવર્ત્તક એવા પ્રમાણને માર્ગ તરીકે વર્ણવ્યું છે. ઇષ્ટની પ્રાપ્તિ માટે જે પ્રવૃત્તિ કરાવે છે તે પ્રવર્તક છે. ઇષ્ટવસ્તુને પ્રાપ્ત કરવાના ઉપાયનું જ્ઞાન થાય એટલે તે ઉપાયને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય અને એ ઈચ્છા ઇષ્ટ વસ્તુના ઉપાયમાં પ્રવૃત્તિ કરાવે છે. આ રીતે સમજી શકાય છે કે પ્રવૃત્તિની પ્રત્યે ઇચ્છા કારણ છે. અને ઇચ્છાની પ્રત્યે જ્ઞાન કારણ છે. ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિના ઉપાયોનું જ્ઞાન કરાવનાર પ્રમાણ પ્રવર્તક છે. પ્રવૃત્તિજનક (ઉત્પન્ન કરનાર) જે ઈચ્છા; એ ઇચ્છાનું જનક જે જ્ઞાન; તે જ્ઞાનને ઉત્પન્ન કરવા દ્વારા જે પ્રવૃત્તિને ઉત્પન્ન કરે છે; તેને પ્રવર્તક કહેવાય છે. આવું પ્રવર્તક Page #5 -------------------------------------------------------------------------- ________________ જે પ્રમાણ છે; તેને માર્ગ કહેવાય છે, જે શુદ્ધસંયમના ઉપાય સ્વરૂપ છે. એ માર્ગના સેવનથી આત્માને શુધસંયમની પ્રાપ્તિ થાય છે. આ માર્ગ બે પ્રકારનો છે. શ્રી સર્વજ્ઞભગવન્ત કહેલો વિધિસ્વરૂપ શબ્દ માર્ગ છે અને સંવિગ્ન, અશઠ એવા ગીતાર્થમહાત્માઓનું આચરણ પ્રમાણ - માર્ગ છે. આવા (પ્રાણાતિપાતાદિ કર્મબન્ધકારણ) નો ત્યાગ કરવો જોઈએ અને સંવર(તપ વગેરે)નું ઉપાદાન કરવું જોઈએ.... ઇત્યાદિ વિધિસ્વરૂપ શબ્દો (વચનો) શ્રી સર્વજ્ઞભગવતે કહેલા છે. એ વચનોથી ઉપર જણાવ્યા મુજબ જ્ઞાન થવાથી આશ્રવના ત્યાગની અને સંવરના ઉપાદાનની ઈચ્છા થાય છે; જેથી આત્મા આશ્રવના ત્યાગમાં અને સંવરના ઉપાદાનમાં પ્રવૃત્ત થાય છે અને તેથી ક્રમે કરી આત્માને શુદ્ધસંયમની પ્રાપ્તિ થાય છે. આવી રીતે શ્રી સર્વજ્ઞપરમાત્માનો શબ્દ પ્રવર્તક બનતો હોવાથી તે માર્ગ છે. સંવેગ(મોક્ષ પ્રાપ્ત કરવાનો તીવ્ર અભિલાષ)વન્ત આત્માને સંવિગ્ન કહેવાય છે. અભ્રાન્ત (ભ્રમથી રહિત) જનોને અશઠ કહેવાય છે. અને સારી રીતે સૂત્ર અને અર્થનો અભ્યાસ જેઓએ ક્ય છે; તેઓ ગીતાર્થ છે. મોક્ષની તીવ્ર અભિલાષા હોવા છતાં અને ભ્રાન્તાવસ્થા ન હોવા છતાં સૂત્ર-અર્થનું જ્ઞાન ન હોવાથી અગીતાર્થ આત્માઓનું આચરણ પ્રમાણ મનાતું નથી. સૂત્રાર્થનું સારી રીતે જ્ઞાન હોય અને ભ્રમથી રહિત હોય તો પણ મોક્ષની અભિલાષા ન હોવાથી અસંવિગ્નોનું આચરણ પ્રમાણ મનાતું નથી. કારણ કે મોક્ષનો આશય ન હોવાથી આચરણનો ઉદ્દેશ Page #6 -------------------------------------------------------------------------- ________________ ઉચિત નથી. તેમ જ મોક્ષની તીવ્ર અભિલાષા હોય અને સારી રીતે સૂત્ર તથા અર્થનો અભ્યાસ પણ કર્યો હોય તોપણ ભ્રાન્ત (કોઇ પૂર્વગ્રહાદિ દોષના કારણે અર્થ કરતી વખતે ભ્રમ થયો છે જેમને એવા) જનોનું આચરણ પ્રમાણ નથી. અશઠ, સંવિગ્ન અને ગીતાર્થ એવા એક-બે આત્માઓને અનુપયોગાદિના કારણે વિપરીત આચરણ થવાનો સંભવ હોવાથી સંવિગ્ન, અશઠ અને ગીતાર્થ એવા ઘણા આત્માઓનું જ આચરણ પ્રમાણ છે-આ વસ્તુને જણાવવા મંવિનાશીતાf-ચરળમ્ અહીં संविग्नाशठ - गीतार्थानामाचरणम् - આ પ્રમાણે બહુવચનની વિવક્ષા કરી છે. શ્રી સર્વજ્ઞભગવન્તના પરમતારક વચનથી જેમ પ્રવૃત્તિ થાય છે તેમ સંવિગ્ન, અશઠ અને ગીતાર્થ એવા શિષ્ટ જનોના આચારથી પણ ઇષ્ટોપાયમાં પ્રવૃત્તિ થાય છે. શિષ્ટ જનોની તે તે પ્રવૃત્તિને જોઈને તે તે પ્રવૃત્તિ કરવાજેવી છે-એવું જ્ઞાન થાય છે અને તેથી શિષ્યોની પ્રવૃત્તિને જોનારા તે તે પ્રવૃત્તિ કરે છે. શ્રી સર્વજ્ઞપરમાત્માના વિધિ- સ્વરૂપ શબ્દોની જેમ શિષ્ટ જનોનો આચાર પણ પ્રવર્તક હોવાથી માર્ગ છે. આ રીતે માર્ગ બે પ્રકારનો છે. આ જ વાત શ્રીધર્મરત્નપ્રકરણમાં જણાવી છે. ‘‘મળ્યો આમળીરૂં...’’ આ ૮૦મી ગાથાના પૂર્વાર્ધમાં જણાવ્યું છે કે આગમની નીતિ માર્ગ છે અને સંવિગ્ન એવા ઘણા આત્માઓનું આચરણ માર્ગ છે. શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનને આગમ કહેવાય છે. તેની નીતિ ઉત્સર્ગ અને અપવાદ સ્વરૂપ છે; જે શુદ્ધસંયમના ઉપાય સ્વરૂપ છે; તે Page #7 -------------------------------------------------------------------------- ________________ માર્ગ છે. અથવા સંવિગ્ન બહુ જનોએ આચરેલું માર્ગ છે. ધર્મરત્નપ્રકરણમાં ખૂબ જ સ્પષ્ટપણે માર્ગનું સ્વરૂપ વર્ણવ્યું છે. વિસ્તારથી જાણવાના અર્થીએ ત્યાંથી જાણી લેવું. અહીં એ વાત સંક્ષેપથી જણાવી છે. ૩-૧ાા. શ્રી સર્વશપરમાત્માએ કહેલો વિધિ સ્વરૂપ શબ્દ માર્ગ છે જ. પરન્તુ સંવિગ્ન, અશઠ અને ગીતાર્થ આત્માઓનું આચરણ પણ માર્ગ છે -એ માનવાનું બરાબર નથી, કારણ કે વાદ્યાર્થજ્ઞાનાદિના ક્રમે ભાવનાજ્ઞાનમાં પ્રધાનપણે આજ્ઞાનું જ પ્રામાણ્ય વર્ણવ્યું છે. આજ્ઞાના પ્રામાણ્યથી જ દરેક અનુષ્ઠાનોનું પ્રામાણ્ય વ્યવસ્થિત છે. શિષ્ટાચારની પ્રામાણિક્તા પણ શ્રી સર્વજ્ઞપરમાત્માના શબ્દની પ્રામાણિકતાને લઈને છે. તેથી સ્પષ્ટ છે કે શ્રી સર્વજ્ઞપરમાત્માનો શબ્દ જ માર્ગ છે. શિષ્ટાચારને માર્ગ માનવાની આવશ્યકતા નથી. આવી શંકાના સમાધાનમાં જણાવાય છે – द्वितीयानादरे हन्त प्रथमस्याप्यनादरः । जीतस्यापि प्रधानत्वं साम्प्रतं श्रूयते यतः ॥३-२॥ “શિષ્ટાચરણને પ્રવર્તક તરીકે આદરવામાં ન આવે તો શ્રી સર્વજ્ઞપરમાત્માના વચનનો પણ વસ્તુત: અનાદર જ થાય છે. કારણ કે વર્તમાનમાં જીતાચારનું પણ પ્રાધાન્ય પ્રસિદ્ધ છે.” - આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે શ્રી સર્વજ્ઞ ભગવાનનો શબ્દ અને સંવિગ્નાશઠ એવા ગીતાર્થપુરુષોનું આચરણ (શિષ્ટાચરણ): આ બે પ્રકારના માર્ગમાં બીજા શિષ્ટાચારને માર્ગ તરીકે માનવામાં ન આવે તો ખરી રીતે Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ શ્રી સર્વજ્ઞભગવન્તના શબ્દને પણ માર્ગ માનવામાં આદર રહેતો નથી. કારણ કે આગમવ્યવહાર; મુતવ્યવહાર અને ધારણાવ્યવહારાદિ વ્યવહાર પ્રતિપાદક શાસ્ત્રમાં જીતવ્યવહારનું પણ પ્રાધાન્ય વર્ણવેલું છે. આમ છતાં છતવ્યવહાર - શિષ્ટાચરણ(સંવિગ્ન, અશઠ, ગીતાર્થમહાત્માઓનું આચરણ)ના પ્રાધાન્યનો આદર ન કરીએ તો જીતવ્યવહારના પ્રાધાન્યને જણાવનારા શાસ્ત્રનો અનાદર સહજ રીતે જ થઈ જાય છે. અને તેથી શાસ્ત્રનો અનાદર કરવા સ્વરૂપ નાસ્તિકતા પ્રગટ રીતે પ્રાપ્ત થાય છે. જે મિથ્યાત્વનું લિંગ છે. મિથ્યાત્વ, ખૂબ જ ભયંકર કોટિનું પાપબન્ધનું કારણ છે. મિથ્યાત્વના કારણે બંધાતા પાપની તીવ્રતાનો ખ્યાલ ન હોય તો તેના કારણે થતા કર્મબન્ધને નિવારવાનું શક્ય નહિ બને. નાસ્તિકતા બધા જ પાપનું મૂળ છે. શ્રી સર્વજ્ઞભગવન્તના વચનનો અનાદર ક્યું પાપ નહિ કરાવે-એ એક પ્રશ્ન છે. ખરી રીતે આગમ પ્રત્યે અનાદર કરવાનું કોઈ જ કારણ નથી. તેથી વ્યવહારનું પ્રતિપાદન કરનારા શાસ્ત્રમાં જણાવ્યા મુજબ છતવ્યવહારસ્વરૂપ શિષ્ટાચરણને પણ પ્રમાણ-મોક્ષમાર્ગ માનવો જોઈએ. અહીં યાદ રાખવું જોઈએ કે-ગમે તેના આચરણને પ્રમાણ માનવાની વાત નથી. પણ સંવિગ્ન, અશઠ અને ગીતાર્થ એવા મહાત્માઓના જ આચરણનું પ્રમાણ માનવાની વાત છે. સંવિગ્ન અશઠ અને ગીતાર્થ કોને કહેવાય છે એનું નિરૂપણ સ્પષ્ટપણે શાત્રે કરેલું જ છે. એ મુજબ જ આચરણને મોક્ષમાર્ગ તરીકે Page #9 -------------------------------------------------------------------------- ________________ માનવાનું ઉચિત છે. દસ-વીસ જણા ભેગા થઈ પોતાની જાતને ગીતાર્થ સંવિગ્ન માની, શાસ્ત્રનિરપેક્ષ નિર્ણયો કરે અને એને માર્ગસ્વરૂપે પ્રમાણભૂત દર્શાવે : એની અહીં વાત નથી. આજની વર્તમાન સ્થિતિમાં નવા માર્ગને સ્થાપન કર્યા વિના શાસ્ત્રીય પ્રણાલિકાનું વ્યવસ્થાપન કરવામાં આપણા સૌનું હિત છે. માર્ગ તો સુનિશ્ચિત છે; એ માર્ગે જ્યારે ચાલવું છે-એનો જ નિશ્ચય કરવાની આવશ્યકતા છે. અચિત્ય પુણ્ય પ્રભાવે પ્રાપ્ત થયેલા પરમતારક માર્ગની આરાધના કરવાની શક્તિ હોવા છતાં એ માર્ગને છોડીને નવો માર્ગ સ્થાપવાની પ્રવૃત્તિ સ્વ-પરના હિતનું કારણ નહિ બને...૩-રા સંવિગ્ન, અશઠ અને ગીતાર્થ એવા મહાત્માઓના આચરણને જોઈને તે મુજબ પ્રવૃત્તિ કરનારા; “એકે કહ્યું માટે બીજાએ કર્યું - આ નીતિથી પ્રવૃત્તિ કરતા હોવાથી તે એક રીતે અંધપરંપરા છે. કારણ કે એ વખતે કોઈ જ્ઞાન નથી.... આવી શંકાનું નિરાકરણ કરાય છે – अनुमाय सतामुक्ताचारेणागममूलताम् । पथि प्रवर्त्तमानानां शङ्क्या नान्धपरम्परा ॥३-३।। સંવિગ્ન, અશઠ એવા ગીતાર્થમહાત્માઓના આચરણથી આગમમૂલકતાનું અનુમાન કરીને માર્ગે પ્રવર્તનારા માર્ગાનુસારી આત્માઓની તે તે પ્રવૃત્તિમાં અર્ધપરંપરાની શક્કા નહિ કરવી જોઈએ." - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે સંવિગ્ન, અશઠ અને ગીતાર્થ એવા શિષ્ટ જનોનું આચરણ જોઈને “એકે કહ્યું માટે બીજાએ કર્યું અને બીજાએ કર્યું માટે Page #10 -------------------------------------------------------------------------- ________________ ત્રીજાએ કર્યું...આ રીતે જડતાપૂર્વક કોઈ પણ આચરણ કરાય તો અંધપરંપરાની શક્કા ઉચિત જ છે. પરંતુ તેવા પ્રકારના શિષ્ટ પુરુષોના આચરણમાં આગમમૂલકતાનું અનુમાન કરીને (એ આચરણને આગમમૂલક માનીને) એ આચરણથી, મહાજનો દ્વારા અનુસરાયેલા માર્ગમાં પ્રવૃત્તિ કરનારા માર્ગાનુસારી-પુરુષો માટે ‘અબ્ધપરંપરા'ની શક્કા કરવાનું ઉચિત નથી. “આ આચરણ આગમમૂલક છે કારણ કે તે સંવિગ્ન, અશઠ અને ગીતાર્થ એવા શિષ્યોએ આચર્યું છે.' - આ પ્રમાણે શિષ્ટોના આચરણમાં આગમમૂલકતાનું અનુમાન કરીને શિષ્ટોના આચરણથી પ્રવૃત્તિ કરનારને “અબ્ધપરંપરાનો દોષ નથી. પરન્તુ માત્ર આગમમૂલકતાનું અનુમાન કરીને શિષ્ટ પુરુષોના આચરણથી અન્ય લોકો તે આચરણમાં પ્રવૃત્તિ નહિ કરી શકે, કારણ કે પ્રવૃત્તિની પ્રત્યે ઈષ્ટસાધનતાનું જ્ઞાન કારણ છે. આગમમૂલકત્વનું જ્ઞાન થયા પછી પણ ઈષ્ટસાધનતાનું જ્ઞાન નહિ હોય તો આગમમૂલક પણ આચરણમાં પ્રવૃત્તિ નહિ થાય. તેથી શ્લોકમાંના ગામમૂતાનનુમાય આ પદોનો અર્થ સ્પષ્ટ કરાય છે-ડ્રત્યે વાત્ર...ઇત્યાદિ ગ્રન્થથી. આશય સ્પષ્ટ છે કે શિષ્ટપુરુષો જે આચરણ કરે છે તે આગમમાં જણાવેલા ઈષ્ટનું સાધન છે. દા. ત. સંયમનું પાલન. શિષ્ટજનો સંયમપાલનાદિ જે અનુષ્ઠાન કરે છે તે ઈષ્ટનાં સાધન છે. જો તે ઈષ્ટનાં સાધન ન હોત તો શિષ્ટ જનો તેનું આચરણ ન કરત. - આ રીતે શિષ્ટ જનોના આચરણમાં આગમ દ્વારા જણાવાયેલી ઈષ્ટસાધનતાનું અનુમાન કરીને અન્ય જનો; મહાજનો દ્વારા અનુસરાયેલા માર્ગમાં પ્રવૃત્તિ Page #11 -------------------------------------------------------------------------- ________________ કરે છે. ઈષ્ટસાધનતાનું અને આગમમૂલતાનું અહીં જ્ઞાન હોવાથી પ્રવૃત્તિ શક્ય બને છે. યદ્યપિ શિષ્ટજનોના આચરણથી અન્ય જનોની પ્રવૃત્તિ ઉપપન્ન થાય એ માટે શિષ્ટજનોના આચરણમાં ઈષ્ટસાધનતાના અનુમાનથી જ નિર્વાહ થઈ જાય છે. કારણ કે પ્રવૃત્તિની પ્રત્યે ઇષ્ટસાધનતાનું જ્ઞાન કારણ છે. તેથી આગમમૂલતાના અનુમાનને સૂચવવા માટે શ્લોકમાં ‘મા’ પદનું ગ્રહણ નિરર્થક છે. પરંતુ શિષ્ટપુરુષોના આચરણથી પ્રવર્તનારા સપુરુષોની પ્રવૃત્તિમાં અંધની પરમ્પરાનો દોષ ન આવે એ માટે મૂળમાં ‘મા’ પદનું ગ્રહણ કર્યું છે. મૂળમાં ‘મા’ પદનું ઉપાદાન ન કરીએ તો ઈષ્ટસાધનતાનું અનુમાન કરીને શિષ્ટાચરણથી પ્રવૃત્તિ તો શક્ય બનશે; પણ ઉપર જણાવ્યા મુજબ એમાં અર્ધપરંપરાની શંકાનું નિરાકરણ નહિ થાય - એ સ્પષ્ટપણે સમજી શકાય છે. કારણ કે “મા” પદના ઉપાદાનથી શિષ્ટાચારની આગમમૂલકતાનો નિર્ણય થાય છે. શિષ્ટાચાર આગમમૂલક છે અને અજ્ઞાનમૂલક નથી. તેથી તેમાં અધપરંપરાની શંકાનો અવકાશ નથી. શ્રી સર્વજ્ઞપરમાત્માના વિધિસ્વરૂપ શબ્દોથી મુમુક્ષુ આત્માઓ ઈષ્ટસાધનતાનું જ્ઞાન કરીને તે તે અનુષ્ઠાનમાં પ્રવર્તે છે તેમ જ ઉપર જણાવ્યા મુજબ શિષ્ટાચારથી પણ તેમાં આગમમૂલતાનું અનુમાન કરીને તે આગમ દ્વારા ઈષ્ટસાધનતાનું જ્ઞાન થવાથી મુમુક્ષુ આત્માઓ તે તે અનુષ્ઠાનમાં પ્રવર્તે છે. તેથી શબ્દ(આગમ) તથા શિષ્ટાચાર બન્નેની પ્રવર્તક્તા એકસરખી જ હોવાથી શિષ્ટાચારમાં શબ્દસાધારણ્ય (શબ્દ જેવું જ પ્રામાણ્ય) Page #12 -------------------------------------------------------------------------- ________________ આ આવે છે.'' આ પ્રમાણે નહિ કહેવું જોઇએ. કારણ કે શ્રીસર્વજ્ઞપરમાત્માના પરમતારક વિધિસ્વરૂપ શબ્દથી(આગમથી) વિધ્યર્થ-ઇષ્ટસાધનતાનો બોધ સાક્ષાત્ થાય છે. શિષ્ટાચારમાં તો આગમમૂલકતાનું અનુમાન કરીને વિધ્યર્થબોધની કલ્પના કરાય છે. ‘આ આચરણ શિષ્ટપુરુષોનું હોવાથી આગમમૂલક છે અને શિષ્ટપુરુષો આ આચરતા હોવાથી તે ઇસાધન છે.’ રીતે આગમમૂલકતાનું અનુમાન કર્યા પછી શિષ્ટ જનોના આચરણથી પ્રવૃત્તિ થવા પૂર્વે વિધ્યર્થ(ઇષ્ટસાધનતા)ના બોધની કલ્પના કરવી પડે છે. તે દ્વારા ત્યાં તે તે અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ થાય છે. ભગવાનના વચનથી તો વિધ્યર્થનો બોધ તુરત જ થતો હોવાથી શબ્દમાં(આગમમાં) પ્રવર્તકતા વ્યવધાન વિના છે અને શિષ્ટાચરણમાં પ્રવર્તકતા વ્યવધાન સાથે છે. તેથી ઉપર જણાવ્યા મુજબ શિષ્ટાચરણમાં પ્રવર્તકતા શબ્દસાધારણ (આગમની પ્રવર્તકતા જેવી) નથી. - યદ્યપિ શિષ્ટાચરણમાં આગમમૂલતાનું અનુમાન કરીને; જે કલ્પિત આગમ છે તે આગમથી જ ઇષ્ટસાધનતાનો બોધ કરી લેવાથી પ્રવર્તકતામાં વ્યવધાન નહિ રહે અને તેથી શબ્દ સાધારણ્યનો (આગમ જેવી જ પ્રવર્તકતા માનવાનો) પ્રસંગ આવશે; પરન્તુ આગમ પ્રત્યક્ષ ન હોવાથી; કલ્પિત આગમ વિધ્યર્થ-ઇષ્ટસાધનતાનો બોધ કરાવી શકશે નહિ. તેથી શિષ્ટાચારમાં પ્રવર્તકતા વિધ્યર્થબોધકલ્પનાદ્વારના વ્યવધાનયુક્ત હોવાથી શબ્દસાધારણ્યનો પ્રસંગ આવશે નહિ. શિષ્ટ જનો જે આચરણ કરે છે તે આગમમૂલક છે. તે આચરણસંબન્ધી આગમ Page #13 -------------------------------------------------------------------------- ________________ યદ્યપિ વ્યવસ્થિત છે, તેમના માટે તે પ્રત્યક્ષ છે, પરન્તુ શિષ્ટાચરણને જોઈને પ્રવૃત્તિ કરનારાને વ્યવસ્થિત તે આગમની ઉપસ્થિતિ નથી. તેથી અનુપસ્થિત આગમથી વિધ્યર્થઈષ્ટસાધનતાનો બોધ શક્ય નથી. શિષ્ટાચરણથી આગમમૂલકતાદિનું અનુમાન કરીને તે તે અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરનારાને આગમની ઉપસ્થિતિ યદ્યપિ છે; પરંતુ શિષ્ટાચરણમાં આગમમૂલતાનું જે અનુમાન કરાય છે, તે સામાન્યથી જ આગમનું અનુમાન કરાય છે, ચોક્કસ અક્ષરોવાળા વિશેષ આગમનું અનુમાન કરાતું નથી. તેથી શિષ્ટાચરણસ્થળે આગમથી (કલ્પિત આગમથી) વિધ્યર્થ-ઈષ્ટસાધનતાનો બોધ શક્ય નથી. અને તેથી ઉપર જણાવ્યા મુજબ શબ્દસાધારણ્યનો પ્રસંગ પણ આવતો નથી. આથી સ્પષ્ટ છે કે શિષ્ટપુરુષોનું આચરણ પણ માર્ગ છે. તે મુજબ અન્યત્ર કહ્યું છે કે- આચરણા (શિષ્ટાચરણ) પણ આજ્ઞા (માર્ગ ) છે. શિષ્ટ- સંવિગ્ન, અશઠ અને ગીતાર્થ- એવા મહાત્માઓના આચરણને જોઈને; તેમાં અવિસંવાદી (ચોક્કસ ફળને આપનારું) ઇષ્ટ-સાધનતાનું જ્ઞાન કરવા દ્વારા તે આચરણથી પ્રવૃત્તિ શક્ય છે. તેમ જ તેમાં અવિસંવાદિત્વ હોવાથી અધપરંપરાની શક્કાનો પણ સંભવ નથી. તેથી આગમમૂલકતાનું અનુમાન કરવાની આવશ્યકતા નથી. કહેવાનો આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ શિષ્ટાચરણ એ એક જાતનો મોક્ષમાર્ગ છે. સર્વજ્ઞભગવાનના શબ્દો જેમ પ્રવર્તક છે, તેમ મુમુક્ષુઓને મોક્ષમાર્ગની પ્રવૃત્તિ કરાવવાનું કાર્ય શિષ્ટાચરણથી પણ થાય છે. શિષ્ટાચરણમાં Page #14 -------------------------------------------------------------------------- ________________ આગમમૂલકત્વનું અને ઇષ્ટસાધનત્વનું અનુમાન કરીને શિષ્ટજનોએ અનુસરેલા માર્ગમાં મુમુક્ષુ આત્માઓ પ્રવૃત્તિ કરે છે. શિષ્યોના આચરણમાં આ રીતે પ્રવર્તકતા રહેલી છે. અહીં ચપિ આગમમૂલકતાના અનુમાનની જરૂર નથી. કારણ કે શિષ્ટોનું આચરણ; શિષ્યોનું હોવાથી એ અવિસંવાદી ઇષ્ટનું સાધન છે, એમ સમજીને મુમુક્ષુ આત્માઓની પ્રવૃત્તિ તેમાં થઈ શકે છે. તેથી તેમાં આગમમૂલકતાનું અનુમાન કરવાની આવશ્યકતા નથી. પરન્તુ આ જ આશયથી શંકાનું સમાધાન કરતાં વસ્તુત ૩૫ત્તિન.... ઇત્યાદિ ગ્રન્થથી જણાવ્યું છે કે - ઉપપત્તિક(અવિસંવાદી) એવા શિષ્ટાચારથી વિધ્યર્થઇષ્ટસાધનતાનું જ્ઞાન (અનુમાન) કરીને શિષ્ટ જનોના આચરણમાં પ્રવર્તકતા સિદ્ધ થઈ જાય છે. તેથી શિષ્ટાચારમાં આગમમૂલકતાનું અનુમાન કરવાની આવશ્યકતા યદ્યપિ નથી; પરન્તુ આગમમૂલકતાનું અનુમાન કરવાથી ભગવાનની પ્રત્યેના બહુમાનથી પરમાત્માની સાથે સમાપત્તિ (પરમાત્માના પરમતારક વચનની સાથે એકરૂપતા) પ્રાપ્ત થાય છે. આ સમાપત્તિની પ્રાપ્તિ માટે શ્લોકમાં આગમમૂલકતાના અનુમાનને શિષ્ટાચારમાં કરવાનું ફરમાવ્યું છે...ઇત્યાદિ ભણાવનાર પાસેથી બરાબર સમજી લેવું જોઇએ. ‘દ્વાત્રિંશદ્-દ્વાત્રિંશિકા:' જેવા ગ્રન્થના પરિશીલનમાં આથી વધારે સરળ કરવાનું શક્ય નથી. અક્ષરશ: ગ્રન્થના અર્થને સમજાવતી વખતે દાર્શનિક પરિભાષાનો ઉપયોગ કર્યા વિના બીજો કોઈ ઉપાય નથી. મુખ્યપણે આવા ગ્રન્થોનું પરિશીલન દાર્શનિકભાષાના પરિચિતો માટે છે. બીજા લોકોને અહીં જણાવેલી ૧૧ - Page #15 -------------------------------------------------------------------------- ________________ બધી જ વાતો સમજાય : એવું તો નહિ બને.... ૩-૩, સંવિગ્ન, અશઠ અને ગીતાર્થ એવા મહાત્માઓનું આચરણ પ્રમાણ (માર્ગ) છે : એનું સમર્થન કરાય છે – सूत्रे सधेतुनोत्सृष्टमपि क्वचिदपोद्यते । हितदेऽप्यनिषिद्धेऽर्थे किं पुनर्नास्य मानता ॥३-४॥ “આગમમાં ઉત્સર્ગસ્વરૂપે પણ જણાવેલું; કોઈ વાર પુષ્ટ (પ્રબળ) આલંબનને લઈને અપવાદસ્વરૂપે (ઉત્સર્ગથી જુદા સ્વરૂપે) જણાવાય છે, તો હિતને કરનારું અને શાસ્ત્રમાં નિષેધ નહિ કરાયેલું એવું શિષ્ટાચરણ કમ પ્રમાણભૂત ન હોય ?” - આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે - આગમમાં આધાકર્મી (પૂ. સાધુ-સાધ્વી માટે તૈયાર કરેલ) આહારાદિના ગ્રહણનો ઉત્સર્ગથી સર્વથા નિષેધ કરેલો છે. આમ છતાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ સ્વરૂપ પ્રબળ આલંબનના કારણે તેવા પ્રકારના નિષેધનો નિષેધ; અપવાદસ્વરૂપે કરાય છે. પ્રમાણભૂત શ્રીસર્વાપરમાત્માના વચનમાં પણ જો આવો ફરક થતો હોય તો સંવિગ્ન, અશઠ અને ગીતાર્થમહાત્માઓનું આચરણ ઈષ્ટને આપનારું હોય અને આગમમાં તેનો નિષેધ ન હોય તો તે શિષ્ટાચારમાં પ્રમાણતા કેમ ન હોય ? અર્થાત્ તેને પ્રમાણ માનવામાં કોઈ દોષ નથી. શ્રી સર્વજ્ઞપરમાત્માએ કહેલા શબ્દોમાં પણ કોઈ વાર પ્રબળ કારણે ફેરફાર કરી અપવાદસ્વરૂપે વિધાન કરાય છે. આધાર્મિક આહારાદિ લેવાનો નિષેધ હોવા છતાં દ્રવ્યાદિ પુષ્ટ આલંબને અપવાદસ્વરૂપે આધાર્મિક આહારાદિને ગ્રહણ કરવામાં Page #16 -------------------------------------------------------------------------- ________________ જે દોષ નથી; તો શાસ્ત્ર જેનો નિષેધ કરતું નથી અને જે ઈષ્ટનું . પ્રદાન કરે છે, તે શિષ્ટાચારને અવશ્યપણે પ્રમાણભૂત માનવો જોઈએ.. ૩-૪ જેનો શાસ્ત્રથી વિધિ-નિષેધ નથી એવા શિષ્ટપુરુષોના આચરણનું પ્રમાણ માનવાનું બરાબર છે. પરંતુ શાસ્ત્રથી જેનું વારણ (અહીં કેટલીક પ્રતોમાં વારિતું આવો પાઠ છે. તેના સ્થાને વારિત આવો પાઠ હોવો જોઈએ.) કરાયું છે (નિષેધ કરાયો છે) તેનું પરાવર્તન હજારો કારણે પણ કરાય નહિ - આવી શક્કાનું સમાધાન કરાય છે – निषेधः सर्वथा नास्ति विधि र्वा सर्वथागमे । आय व्ययं च तुलयेल्लाभाकाङ्क्षी वणिग्यथा ॥३-५।। આગમમાં કોઈ પણ વસ્તુનો સર્વથા નિષેધ નથી અને કોઈ પણ વસ્તુનો સર્વથા વિધિ (વિધાન) પણ નથી. લાભનો (ધનલાભનો)અર્થી એવો વાણિયો; આય (પ્રામિ) અને વ્યય(હાનિ)નો વિચાર કરી જેમ વ્યાપારમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરે છે, તેમ કર્મનિર્જરા અને કર્મબન્ધનો વિચાર કરી મુમુક્ષુ આત્માઓ કોઈ પણ વસ્તુમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરે” – આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે શ્રીવીતરાગપરમાત્માએ પ્રરૂપેલા પરમતારક આગમમાં સામાન્યથી કોઈ પણ વસ્તુનું સર્વથા - એકાન્ત વિધાન પણ નથી અને કોઈ પણ વસ્તુનો એકાન્ત નિષેધ પણ નથી. જે વસ્તુનું સામાન્યથી વિધાન કર્યું છે તેનો સંયોગવિશેષમાં નિષેધ પણ કર્યો છે. અને સામાન્યથી જેનો Page #17 -------------------------------------------------------------------------- ________________ નિષેધ કર્યો છે, સંયોગવિશેષમાં તેનો (નિષેધનો) નિષેધ કરવા દ્વારા તે વસ્તુનું વિધાન પણ કર્યું છે. આ રીતે વિધાન અને નિષેધ; નિષેધ અને વિધાનથી સંવલિત જ હોય છે. તેથી જેનો નિષેધ કરાયો છે; તેમાં હજારો કારણે પણ પરાવર્તન ન થાય : એ કહેવાનું બરાબર નથી. કારણ કે ઉપર જણાવ્યા મુજબ જ્યારે મુખ્ય સ્વરૂપે કોઈના વિધિ કે નિષેધ જણાવાય છે, ત્યારે ગૌણરૂપે તેના નિષેધ કે વિધિને સાથે જ જણાવાય છે. અન્યથા એકાન્ત વિધિ કે નિષેધનું જ પ્રતિપાદન કરાય તો અનેકાન્તવાદની મર્યાદાના અતિક્રમણનો પ્રસંગ આવશે. શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા કોઈ પણ શાસ્ત્રકાર પરમર્ષિઓ અનેકાતવાદની મર્યાદાનું અતિક્રમણ ન જ કરે – એ સમજી શકાય છે. ઉત્સર્ગ અને અપવાદ પરસ્પર સંવલિત જ ગૌણમુખ્યભાવે જણાવાય છે. આવા વખતે પોતાની યોગ્યતાદિનો વિચાર કરી મુમુક્ષુઓએ વ્યાપારી માણસની જેમ પ્રવૃત્તિ કરવી જોઈએ. લાભ અને નુક્સાનનો વિચાર કરી વ્યાપારી માણસો પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરતા હોય છે. તેમ મુમુક્ષુ જનોએ પણ જેમાં કર્મનિર્જરા ઘણી થાય છે એમાં પ્રવૃત્તિ કરવી જોઈએ અને જેમાં કર્મબન્ધ થાય છે એનાથી નિવૃત્ત થવું જોઈએ. અનેકાન્તવાદની મર્યાદાનું પાલન કરવાથી જેમાં ઉત્સર્ગઅપવાદાદિનું સંવલિતત્વ (પરસ્પર સાપેક્ષતા) હોય છે, તેમાં જ પ્રામાણ્ય મનાય છે, નિશ્ચયથી અન્યત્ર પ્રામાણ્ય મનાતું નથી. ઉપદેશરહસ્યમાં આ વિષયમાં વિસ્તારથી નિરૂપણ કરેલું છે. જિજ્ઞાસુઓએ તેનું અધ્યયન કરી લેવું જોઈએ. ૩-પા Page #18 -------------------------------------------------------------------------- ________________ શિષ્ટ જનોના આચરણના પ્રામાણ્યનું જ સમર્થન કરાય છે – प्रवाहधारापतितं निषिद्धं यन्न दृश्यते । अत एव न तन्मत्या दूषयन्ति विपश्चितः ॥३-६॥ “પ્રવાહથી ચાલી આવેલું હોય અને એનો નિષેધ કોઇ સ્થાને જોવામાં આવતો ન હોય તો આથી જ (શિષ્ટાચરણ પ્રમાણ હોવાથી જ) વિદ્વાનો પોતાની બુદ્ધિથી તેને દૂષિત કરતા નથી.' - આ પ્રમાણે છઠા શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. આશય એ છે કે કોઈ શિષ્ટાચરણ ક્યારે શરૂ થયું, કોણે શરૂ કર્યું, ક્યા સંયોગોમાં શરૂ ક્યું... વગેરે જાણી શકાય એમ ન હોય પરન્તુ તે વર્ષોથી ચાલતું આવ્યું હોય - એવા પ્રવાહધારાપતિત શિષ્ટાચરણનો જો કોઈએ નિષેધ કરેલો ન હોય તો, વિદ્વાનો પોતાની બુદ્ધિથી તે શિષ્ટાચરણને દૂષિત કરતા નથી. એનું કારણ એ જ છે કે શિષ્ટાચરણ પ્રમાણ છે. જો શિષ્ટાચરણ પ્રમાણ ન હોત તો પ્રવાહથી - પરંપરાથી ચાલ્યા આવતા શિષ્ટાચરણનો વિરોધ વિદ્વાનોએ પોતાની બુદ્ધિ મુજબ ચોક્કસ ક્ય હોત. આથી સમજી શકાશે કે ઉપર જણાવ્યા મુજબ જે શિષ્ટાચરણમાં શિષ્ટસંમતત્વનો સંદેહ હોય તો પણ તેને વિદ્વાનો દૂષિત (દુષ્ટ-અપ્રમાણ) કરતા નથી, તો જે શિષ્ટાચરણમાં શિષ્ટસંમતત્વ વગેરેનો નિર્ણય છે; એ શિષ્ટાચરણની પ્રામાણિક્તા અંગે કોઈ વિવાદ જ રહેતો નથી. આવા શિષ્ટાચરણને અપ્રમાણ માનવાનું ન્યાયસત નથી. આ વાતનું સમર્થન કરતાં શ્રી Page #19 -------------------------------------------------------------------------- ________________ ધર્મરત્નપ્રકરણમાં ફરમાવ્યું છે કે, “જે આગમમાં વિહિત નથી અને નિષિદ્ધ પણ નથી અને ગીતાર્થ પુરુષોમાં લાંબા કાળથી રૂઢ (માન્ય-પ્રસિધ) છે, તેને પોતાની બુદ્ધિથી દોષોની કલ્પના કરીને ગીતાર્થ મહાત્માઓ દૂષિત કરતા નથી. આથી સમજી શકાશે કે સંવિગ્ન, અશઠ અને ગીતાર્થમહાત્માઓનું આચરણ માર્ગ છે. તેને છોડીને બીજાનાં આચરણો માર્ગ નથી. માટે તે પ્રમાણ નથી. ૩-દો કેટલાંક પ્રમાણભૂત અને અપ્રમાણભૂત આચરણો જણાવાયા છે – संविग्नाचरणं सम्यक्कल्पप्रावरणादिकम् । विपर्यस्तं पुनः श्राद्धममत्वप्रभृति स्मृतम् ॥३-७॥ “સારી રીતે કપડાં ઓઢવાં વગેરે સંવિગ્નમહાત્માઓનું આચરણ છે. અને એનાથી વિપરીત શ્રાવકોની પ્રત્યે મમત્વ....વગેરે અસંવિગ્નોનું આચરણ છે.” - આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે સાધુઓની મર્યાદાથી કલ્પપ્રાવરણ વગેરે સંવિગ્નપુરુષોનો આચાર છે. આ વિષયમાં જણાવતાં શ્રી ધર્મરત્નપ્રકરણમાં ફરમાવ્યું છે કે; સૂત્રમાં બીજી જ રીતે જણાવ્યું હોવા છતાં પણ કાલાદિ કારણને લઈને સંવિગ્ન એવા ગીતાર્થ પુરુષોએ જુદી જ રીતે આચરેલું વર્તમાનમાં દેખાય છે. જેમ કેકલ્પપ્રાવરણ, અગ્રાવતારનો ત્યાગ, ઝોળીની ભિક્ષા, ઔપગ્રહિક કડાઈ તગારું પરાત, તરાણી, તેની ઉપર કાંઠો બનાવવો અને તેમાં દોરો નાંખવો. સાડા ત્રણ હાથ લાંબો અને અઢી હાથ પહોળો જે કપડો છે તેને આગમની પરિભાષામાં કલ્પ કહેવાય Page #20 -------------------------------------------------------------------------- ________________ છે. ગોચરી વગેરે જતી વખતે ખભા ઉપર એ કપડો મૂકવાનું વિધાન આગમમાં છે. વર્તમાનમાં એ કપડો ઓઢીને ગોચરી વગેરે જવાય છે. વર્તમાન ચોલપટ્ટાના સ્થાને પૂર્વે અગ્રાવતાર પહેરવાનું વિધાન હતું. પાછળના ભાગને આચ્છાદિત કર્યા વિના માત્ર આગળના જ ભાગમાં અગ્રાવતાર ધારણ કરવાનું આગમમાં વિધાન હતું. પરતું તેનો ત્યાગ કરી વર્તમાનમાં તેના સ્થાને ચોલપટ્ટો પહેરવાનું વિહિત છે. પૂર્વે ચોરસ કપડામાં પાત્રાં મૂકી મૂઠીમાં વસ્ત્રના ચાર છેડા પકડી ગોચરી લાવવાનું વિહિત હતું. વર્તમાનમાં ઝોળીને ગાંઠ મારી હાથમાં લટકાવીને ભિક્ષા લવાય છે; તેને ઝોળીની ભિક્ષા કહેવાય છે. ઔપગ્રહિક કડાઇ, પરાત વગેરે પાત્રાદિ પૂર્વે ગ્રહણ કરતા નહિ, વર્તમાનમાં લેવાય છે. તેમ જ તરપણી પૂર્વે વપરાતી નહિ, અત્યારે તુંબડા વગેરેમાંથી બનાવેલી તરપણી લેવાય છે, તેની ઉપર કાંઠો કરાય છે અને તેમાં દોરો નંખાય છે.....ઇત્યાદિ સંવિગ્ન ગીતાર્થ મહાત્માઓના પ્રમાણભૂત આચાર વર્ણવ્યા છે. એ આચારોથી વિપરીત અપ્રમાણભૂત આચારોનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે-શ્રાવકો પ્રત્યે મમત્વ; શરીરની વિભૂષા માટે અશુદ્ધ ઉપધિ-અશન-પાનાદિ ગ્રહણ કરવાની પ્રવૃત્તિ; કાયમ માટે આપેલા ઉપાશ્રયાદિને વાપરવા અને ઓશિકા, ગાદી વગેરે વાપરવા-આ બધા પ્રમાદનું કારણ હોવાથી પ્રમાદાચરણસ્વરૂપ છે તેથી પ્રમાણભૂત નથી. સંવિગ્ન, અશઠ એવા ગીતાર્થમહાત્માઓના ૧૭ Page #21 -------------------------------------------------------------------------- ________________ એ આચાર નથી. ૩-બા શિષ્ટ જનોના આચરણમાં અને અશિષ્ટ જનોના આચરણમાં જે ભેદ છે તે જણાવાય છે – आद्यं ज्ञानात् परं मोहाद् विशेषो विशदोऽनयोः । एकत्वं नानयोर्युक्तं काचमाणिक्ययोरिव ॥३-८॥ “આદ્ય-સંવિગ્નગીતાર્થનું આચરણ (કલ્પપ્રાચરણાદિ) જ્ઞાનથી (તત્ત્વજ્ઞાનથી) થયેલું છે. અને બીજું -અસંવિગ્ન પુરુષોનું આચરણ (શ્રાદ્ધમમત્વાદિ) મોહથી (રસગારવાદિ મગ્નતાથી) થયેલું છે. તેથી એ બેમાં મોટો ફરક છે. કાચ અને મણિની જેમ એ બેમાં સામ્ય માનવાનું યુદ્ધ નથી.” - આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે કલ્પપ્રાચરણાદિ કે શ્રાદ્ધમમત્વાદિ આચારોનું શાસ્ત્રમાં વિધાન નથી. પાછંળથી મહાત્માઓએ તે શરૂ કર્યું છે - એ રીતે બંનેની એકરૂપતા હોવા છતાં બંને એકરૂપ નથી. એ બેમાં ઘણું અત્તર છે. કાચ અને મણિમાં જેટલું અંતર છે; એટલું અન્તર એ બેમાં છે. કારણ કે શિષ્ટ જનોનું કલ્પપ્રાચરણાદિસ્વરૂપ આચરણ જ્ઞાનથી જન્ય છે અને શ્રાદ્ધમમત્વાદિનું કારણ મોહ છે. જ્ઞાન અને મોહનું સ્વરૂપ સમજાવતાં ગ્રન્થકારશ્રીએ ખૂબ જ ઓછા શબ્દમાં માર્મિક વાત જણાવી છે. અહીં જ્ઞાનનો અર્થ તત્ત્વજ્ઞાન કર્યો છે અને મોહનો અર્થ ગારમગ્નતા કર્યો છે. સંવિગ્ન, અશઠ એવા ગીતાર્થ પુરુષોના જ્ઞાનની તાત્વિક્તામાં કોઈ વિવાદ નથી. તત્તાનુસારી એ જ્ઞાન આત્મતત્ત્વની પ્રાપ્તિનું ખૂબ જ મહત્ત્વનું કારણ છે. એ શિષ્ટ જનો જે કોઈ આચરણ Page #22 -------------------------------------------------------------------------- ________________ કરે છે, તે આત્મતત્ત્વની પ્રાપ્તિના એકમાત્ર ઉદ્દેશથી કરે છે. સ્વ-પરના આત્માને તત્ત્વની પ્રાપ્તિ માટે ગીતાર્થ મહાત્માઓએ જે આચરણ શરૂ કર્યું હોય તે તત્ત્વજ્ઞાનપૂર્વકનું જ હોય છે. અન્યથા તે આત્મતત્વની પ્રાપ્તિનું કારણ નહીં બને. સંવિગ્નગીતાર્થમહાત્માઓના આચરણને છોડીને અન્ય જે શ્રાદ્ધમમત્વાદિ આચરણ છે; તે મોહથી જન્ય છે. ગ્રન્થકાર પરમર્ષિએ અહીં મોહને ગારવામગ્નતાસ્વરૂપે વર્ણવ્યો છે. રસગારવ, ઋધિગારવ અને શાતાગારવ આ ત્રણ ગારવ છે. આત્માને કર્મથી લચપચ (લિમ) કરનાર ગારવ છે. પાંચ ઇન્દ્રિયના વિષયની આસક્તિ રસગારવ છે. માનપાન અને વૈભવાદિની આસક્તિ ઋદ્ધિગારવ છે અને સુખની આસક્તિવિશેષ શાતાગારવ છે. અનાદિકાળથી ચાલી આવતા અનાચારનું કારણ; એ ગારવની મગ્નતા છે. સર્વવિરતિધર્મને અને પરમશ્રેષ્ઠ કોટિના જ્ઞાનને પ્રાપ્ત ર્યા પછી પણ ગારવની મગ્નતાને લઈને આત્મા પ્રમાદાદિપરવશ નિગોદાદિ ગતિમાં જાય છે. ગારવની મગ્નતા સાચું માનવા; સાચું સમજવા અને સારું કરવા દેતી નથી. શ્રાવકો પ્રત્યે મમત્વ અને અશુદ્ધ વસ્ત્રાપાત્ર-અશનપાનાદિનો ઉપયોગ...વગેરે આચરણો ગારમગ્નતાસ્વરૂપ મોહના કારણે છે. મૂળમાંથી જ સમજણ ન હોવી અને પ્રાપ્ત થયેલી સમજણ ઉપર આવરણ આવી જવું - એ બેમાં ઘણું અન્તર છે. પરિણામ તો બન્નેનું ખરાબ છે જ. ગારવામગ્નતાના કારણે બીજા પ્રકારનું અજ્ઞાન વિસ્તરે છે. વિષયાદિની આસતિની ભયંકરતાના કારણે તેના પરિણામ સ્વરૂપે અનેક દોષોની પરંપરા સર્જાય છે. ભયંકર વિષયની આસતિ; E૧૯) Page #23 -------------------------------------------------------------------------- ________________ જીવને ગારવમગ્ન બનાવે છે અને પછી આત્માને પ્રાપ્ત થયેલી સમજણ ઉપર આવરણ આવવા માંડે છે. રસાદિગારવની સમજણ પણ એ ગારવની મગ્નતાના કારણે નષ્ટ થાય છે. રસાદિગારની મગ્નતા ક્યારે પણ જ્ઞાનાદિમાં મગ્નતા નહિ આવવા દે. રસ, ઋદ્િધ અને શાતાની આસક્તિને તોડવાનું ઘણું જ અઘરું છે. અપ્રતિમ સામર્થ્યને વરેલાને પણ તદ્દન અસમર્થ બનાવવાનું કાર્ય રસાદિ ગારની મગ્નતાનું છે. આ મોહના કારણે વિસ્તાર પામતું અજ્ઞાન ખૂબ જ ભયંકર છે. ઔષધના સેવન પછી પણ વધતા જતા રોગની ભયંકરતાને જેઓ સમજી શકે છે, તેમને ગારવામગ્નતાસ્વરૂપ મોહના કારણે દુષ્ટાચરણ કેવું વધે છે - તે સમજાવવાની જરૂર નથી. આ બત્રીશીના આ આઠમા શ્લોકનું વિવેચન કરનારાએ ‘ત્રિશ વિંશિ’ મી. (પ્રકાશક: - દિવ્યદર્શનટ્રસ્ટધોળકા) આ પુસ્તકમાં એ શ્લોકની ટિપ્પણીમાં જે જણાવ્યું છે, તે અંગે થોડી વિચારણા કરી લેવાનું આવશ્યક છે. તેમના લખાણની વિસંગતિને સ્પષ્ટપણે જણાવવા માટે એકાદ પુસ્તિકા લખવી પડે. અહીં એ શક્ય નથી. સામાન્ય રીતે વિદ્વાન પુરુષોનું ધ્યાન ખેંચવાનો અહીં પ્રયાસ છે. બાકી તો તેઓ સ્વયં તે લખાણમાંની વિસંગતિ સમજી શકશે. પુસ્તકના પૂ. નં ૭૩ ઉપરની એ ટિપ્પણીમાં ભાવાનુવાદક પોતે જે ભાવ સમજ્યા છે, એની પાછળનો એમનો જે આશય છે; અને એ આશયનું જે કારણ છે - એની જેમને ખબર છે, તેઓ બધાને એ લખાણની વિસદ્ગતિ સમજવાનું ખૂબ જ સરળ છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ અહીં એ યાદ રાખવું જોઈએ કે સંવિગ્ન. અશઠ અને ગીતાર્થ એવા શિષ્ટ જનોનું આચરણ પ્રમાણ છે. અસંવિગ્ન, શઠ કે અગીતાર્થ એવા અશિષ્ટ જનોનું આચરણ પ્રમાણ નથી. શિષ્ટસ્વરૂપ એક-બે જનનું પણ આચરણ પ્રમાણ નથી. સૂત્રમાં જેનો સ્પષ્ટ નિષેધ છે અને દ્રવ્યાદિનું પુણાલંબન ન હોય એવું આચરણ પણ પ્રમાણ નથી. જેનું શાસ્ત્રમાં વિધાન છે તેનાથી ઈતરનો નિષેધ હોય છે' - આ ન્યાયનો ઉપયોગ કરતી વખતે વિવેકસમ્પન્નતા કેળવવી જોઈએ. ન્યાયનો ઉપયોગ વૃદ્ધ પુરુષોની લાકડીની જેમ ઈષ્ટની સિદ્ધિ માટે કરવાનો છે, ઈષ્ટના ઉચ્છેદ માટે કરવાનો નથી. દ્રવ્યાદિનું આલંબન આરાધના માટે છે, આજ્ઞાની અનારાધના માટે નથી... ઇત્યાદિ ખૂબ જ વિવેકપૂર્વક વિચારવું જોઈએ. આગમાનુસારી પ્રવૃત્તિમાં ક્યા સંયોગે કઈ જાતનો ફેરફાર કરી શકાય - એ અંગે પણ મર્યાદા છે. એ મર્યાદાનો ખ્યાલ રાખ્યા વિના પોતાની જાતને શિષ્ટ માની એ પ્રવૃત્તિમાં મનસ્વીપણે ફેરફાર કરવાની પ્રવૃત્તિ પ્રમાણભૂત નથી. લોકને રાજી કરવા, લોકચાહના મેળવવા, લોક તરફથી સ્થાનમાનાદિ મેળવવાં અથવા તો એક વ્યક્તિ પ્રત્યેના દ્વેષ, ઇષ્ય, માત્સર્ય વગેરેના કારણે શાસ્ત્રસિદ્ધ આચરણમાં ફેરફાર કરવાનું પ્રમાણભૂત નથી. એ શિષ્ટાચરણ નથી, પરંતુ મહાઅશિષ્ટાચરણ છે. એને માર્ગ ન કહેવાય, ઉન્માર્ગ કહેવાય. ઉત્સર્ગ અને અપવાદ સ્થળે પણ વિવેકનું જ પ્રાધાન્ય છે. રાગાદિ દોષોની જેમાં હાનિ થવી જોઈએ તેના બદલે તેની વૃદ્ધિ થાય એવી પ્રવૃત્તિ પણ શિષ્ટાચાર તરીકે ગણાય તો દુનિયામાં * Page #25 -------------------------------------------------------------------------- ________________ કોઈ જ અશિષ્ટાચાર નથી. બધા જ શિષ્ટાચાર તરીકે વર્ણવવા પડશે. મોક્ષસાધક સંયમની સાધના માટે તે તે જીવોની યોગ્યતાનુસાર ફેરફાર કરી કોઈ પ્રવૃત્તિ કરાવવી પડે – એ સમજી શકાય છે. પરન્તુ એકતા માટે કરાતી પ્રવૃત્તિ મોક્ષસાધક ન હોવાથી તેને શિષ્ટાચરણ તરીકે વર્ણવવાનું ખૂબ જ અનુચિત છે. પ્રવૃત્તિનું પ્રામાણ્ય તેની મોક્ષસાધકતાને લઈને છે. એકતા મોક્ષસાધના માટે ઉપયોગિની નથી. એકતા માટે કરાતી કોઈ પણ પ્રવૃત્તિ શિષ્ટાચરણસ્વરૂપ નથી. મોક્ષ-સાધક વિહિત અનુષ્ઠાનો સામર્થ્યના અભાવે જ્યારે લગભગ સર્વથા અશક્ય બને છે, ત્યારે સંવિગ્ન, અશઠ અને ગીતાર્થ એવા મહાત્માઓ ઉદ્દેશને બાધ ન પહોંચે-એ રીતે તે અનુષ્ઠાનોમાં થોડો ફરક કરી તેનું આચરણ શરૂ કરે છે, જે પ્રમાણભૂત છે. અશિષ્ટ જનોને મોક્ષનો ઉદ્દેશ જ ન હોવાથી તેમના આચરણને પ્રમાણ માનવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. ‘દ્વાત્રિંશદ્ ાત્રિંશિત મા. ’માં ભાવાનુવાદકર્તાએ તિથિચર્ચા અંગે પણ ચિકાર અસંબદ્ધ વાતો કરી છે. એ અંગે ખરી રીતે હવે કાંઈ પણ જણાવવાની જરૂર નથી. અત્યાર સુધીમાં એ બધી વાતો અંગે વિસ્તારથી અનેક વાર જણાવાયું છે. પરન્તુ સાચું સમજવાનું, ગ્રહણ કરવાનું અને આચરવાનું જેમના સ્વભાવમાં જ નથી એવા લોકો માટે સહેજ પણ પ્રયત્ન કરવાની જરૂર નથી. રાજકારણીઓ જેમ દેશકલ્યાણની ભાવનાથી રાતોરાત અંતરના અવાજે પક્ષપલટો કરતા હોય છે તેમ શાસનના કલ્યાણની ભાવનાથી અન્તરના અવાજે રાતોરાત સિદ્ધાન્તમાં ફેરફાર કરનારની પ્રવૃત્તિ શિષ્ટાચરણ નથી એટલું મુમુક્ષુ ૨૨ - Page #26 -------------------------------------------------------------------------- ________________ આત્માઓ યાદ રાખે. સામા પક્ષની માન્યતા સમજવાની જેમનામાં પાત્રતા નથી તેઓ સામા પક્ષનું ખંડન કરે છે. ભાવાનુવાદ કર્તાને બેવડી જવાબદારી નભાવવાની છે. એક તો અત્યાર સુધી તિથિ વગેરેની જે આરાધના કરી તે ખોટી હતી : એ સ્પષ્ટ કરવાનું. અને બીજી એ કે હવે જે રીતે આરાધના કરવાની છે; તે સાચી છે એ સ્પષ્ટ કરવાનું. આથી તાલ ન રહે એ બનવાજોગ છે. આપણે એવી જવાબદારી નભાવવાની નથી એટલે આપણે તાલ ચૂકી જવાની આવશ્યકતા નથી. તિથિ સામાચારી છે કે સિદ્ધાન્ત છે : આ વિષયમાં વિવાદ-વિપ્રતિપત્તિ છે. એના જવાબમાં ભાવાનુવાદકશ્રી સંવત્સરીની આરાધના સામાચારી છે - એ પ્રમાણે જણાવે છે. આવું જ આ. શ્રી નરેન્દ્રસાગરજી મ. પણ જણાવે છે. તિથિ સમાચારી છે કે નહિ અથવા સિદ્ધાન્ત છે કે નહિ : આ પ્રમાણે પ્રશ્ન કરનારાના આશયને સમજીને પ્રશ્નને અનુરૂપ મહાનુભાવો જવાબ આપશે : એવી અત્યારે તો આશા રાખીએ ત્યાં સુધી પરમતારક શ્રીવીતરાગપરમાત્માની આજ્ઞા મુજબ પર્યાપર્વસઘળીય તિથિઓની; ક્ષય-વૃદ્ધિ શ્રી સંઘમાન્ય પંચાંગમાં જણાવ્યા મુજબ માન્ય રાખી ક્ષયે પૂર્વા...ઇત્યાદિ નિયમ મુજબ આરાધના કરવાનું ચાલુ રાખીએ... I૩-૮॥ આ રીતે સંવિગ્ન શિષ્ટ જનોના આચરણને માર્ગ તરીકે જણાવીને હવે ત્રણ શ્લોકથી અવિગ્ન-અશિષ્ટ પુરુષોનું આચરણ, એ માર્ગ નથી : એ જણાવવા પૂર્વક તેનાથી વિશ્વવિડંબના થાય છે-તે જણાવાય છે ૨૩ Page #27 -------------------------------------------------------------------------- ________________ दर्शयद्भिः कुलाचारलोपादामुष्मिकं भयम् । वारयद्भिः स्वगच्छीयगृहिण: साधुसंगतिम् ॥३-९॥ द्रव्यस्तवं यतीनामप्यनुपश्यद्भिरुत्तमम् । विवेकविकलं दानं स्थापयद्भि र्यथा तथा ॥३-१०॥ अपुष्टालंबनोत्सिक्तैर्मुग्धमीनेषु मैनिकैः । इत्थं दोषादसंविग्नैर्हहा विश्वं विडम्बितम् ॥३-११॥ કુલાચારના લોપ(ત્યાગ)થી ભવાન્તરમાં માઠાં પરિણામ ભોગવવાં પડશે..ઇત્યાદિ ભય દર્શાવનારા; પોતાના ગચ્છના ગૃહસ્થોને પૂ. સાધુમહાત્મા પાસે જતા રોકનારા; પૂ. સાધુભગવન્તોને પણ દ્રવ્યસ્તવ ઉત્તમ છે – એ પ્રમાણે માનનારા; જેમ-તેમ પણ દાન આપવું જોઈએ, આપવાથી બહુ લાભ છે...ઇત્યાદિ રીતે વિવેકહીને દાનને ઉપાદેય માનનારા; અપુષ્ટાલમ્બન લેવામાં તત્પર બનેલા એવા અસંવિગ્નોએ, મુગ્ધ માછલીઓને વિશે માછીમારોની જેમ મોહથી વિશ્વની વિડંબના કરી છે. આ પ્રમાણે નવમા, દશમા અને અગિયારમા - ત્રણ શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે-કુલાચારનું ઉલ્લંઘન કરવાથી પરલોકમાં તેના દુષ્ટ વિપાક પ્રાપ્ત થશે’–આ પ્રમાણે કુલાચારલોપથી પ્રાપ્ત થનારા ભયને બતાવતા અસંવિગ્ન પુરુષો પોતાના પરિચિતોને જણાવતા હોય છે કે “આપણે તો વર્ષોથી આ પ્રમાણે જ કરીએ છીએ. તમારા બાપદાદાઓ પણ આ રીતે કરતા હતા. તમારા કુળમાં આ જ પરંપરા છે. માટે અહીં જ આવવાનું, સાધુઓ પાસે નહીં જવાનું...” વગેરે કહીને પોતાના તે તે (૨૪) Page #28 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થને પૂ. સાધુભગવન્તોની પાસે જતા રોતા હોય છે. ત્યાર પછી શ્રી જિનમંદિરાદિ બંધાવવાં, પૂજા-મહોત્સવાદિ કરવા વગેરે સ્વરૂપ દ્રવ્યસ્તવ(દ્રવ્યના વ્યયથી કરાતા અનુષ્ઠાન)નો પૂ. સાધુભગવન્તો માટે નિષેધ હોવા છતાં પૂ. સાધુભગવન્તો પણ તે (દ્રવ્યસ્તવ) કરી શકે છે-એમ તેઓ (અસંવિગ્ન પુરુષો) માનતા હોય છે. સામાન્ય રીતે સુપાત્રને ભકિતપૂર્વક ન્યાયથી પ્રાપ્ત એવી નિર્દોષ વસ્તુનું દાન કરવાનું છે. આમ છતાં અસંવિગ્ન જનો એમ જણાવવાના બદલે એમ જણાવે છે કે આપવાથી એકાન્ત લાભ છે. ગમે તેને ગમે તેનું દાન કરવું જોઈએ. આ રીતે તેઓ વિવેકરહિત દાનનો ઉપદેશ આપે છે. તેમ જ કોઈ પણ જાતના પુષ્ટ આલંબન વિનાનિરંકુશપણે માર્ગમાં અપવાદાદિનો આશ્રય લે છે. આ મોહસ્વરૂપ દોષના કારણે વિશ્વની વિડમ્બના કરી છે. માછીમાર મુગ્ધમાછલીઓના જેમ પ્રાણ હરી લે છે, તેમ આ અસંવિગ્ન પુરુષો પોતાની દુષ્ટ આચરણાથી પોતાના પરિચયમાં આવનારાના ભાવપ્રાણ લઈને તેમની વિડંબના કરે છે. એ અત્યન્ત ખેદજનક છે. અસંવિગ્ન પુરુષોના દુષ્ટ આચરણો અહીં તો બહુ થોડાં વર્ણવ્યાં છે. મોક્ષની સાધનાના અર્થીઓને તેમના માર્ગથી વિચલિત કરનારાં સઘળાંય અનુષ્ઠાનો મોહથી જ થતાં હોય છે. ઉપલક્ષણથી એ બધાંનો જ અહીં સંગ્રહ કરી લેવાનો છે. અહીં યાદ રાખવું જોઈએ કે સંવિગ્ન પુરુષો મુમુક્ષુ આત્માઓને અસંવિગ્ન જનોથી દૂર રાખવા માટે ભવાન્તરના ભય વગેરેની વાત કરે તો તે દુરાચરણ નથી. તેથી વિડંબના પણ થતી નથી. કારણ કે તે મોહજન્ય આચરણ નથી, જ્ઞાનજન્ય આચરણ છે. 'ઝિંદ્ર Page #29 -------------------------------------------------------------------------- ________________ વિંશિક ભા. ૨માં ભાવાનુવાદકારે આ અંગે ઘણી સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કર્યો છે. પરન્તુ જ્ઞાન અને મોહનો ભેદ સમજાવવાનું રહી ગયું લાગે છે. ખરેખર મોહ દુરતિમ છે. ૩-૯૧૦૧૧ અસંવિગ્નોનું જ બીજું આચરણ જણાવવા પૂર્વક મોહની દુષ્ટતા જણાવાય છે. – अप्येष शिथिलोल्लापो न श्राव्यो गृहमेधिनाम् । सूक्ष्मोऽर्थ इत्यदोऽयुक्तं सूत्रे तद्गुणवर्णनात् ॥३-१२॥ “આ પણ, શિથિલ એવા અસંવિગ્ન પુરુષોનો ઉલ્લાપ (બકવાસ) છે કે- “શ્રાવકોને સૂક્ષ્મ અર્થ નહિ જણાવવો.' એ વચન અયુક્ત છે. કારણ કે આગમમાં કેટલાંક ગૃહસ્થના ગુણ તરીકે તેનું વર્ણન કરાયું છે.” - આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે “શ્રાવકોને સૂક્ષ્મ અર્થ જણાવવો નહિ જોઈએ - આ મુજબ શિથિલ- અસંવિગ્ન- જનો જણાવતા હોય છે, પરંતુ તેમનું તે કથન અયુત છે. કારણ કે શ્રી ભગવતી વગેરે ગ્રન્થમાં કેટલાક શ્રાવકોના ગુણ તરીકે તેનો ઉલ્લેખ કર્યો છે. ત્યાં ફરમાવ્યું છે કે કેટલાક શ્રાવકો લબ્ધાર્થ અને ગૃહીતાર્થ છે. અર્થાત્ કેટલાક શ્રાવકો તત્ત્વાર્થને પામેલા છે અને કેટલાક શ્રાવકો મોક્ષમાર્ગને ગ્રહણ કરેલા છે. પૂ. સાધુ ભગવન્તોએ કહેલા સૂક્ષ્મ અર્થને પરિણામ પમાડવાના સામર્થ્યનું એ પદોથી પ્રતિપાદન કરાયું છે. “સખ્યત્ત્વ-ઘર' માં ઉપર જણાવેલી વિગત પ્રસિદ્ધ છે. આથી સમજી શકાશે કે અસંવિગ્ન - શિથિલ જનોના જણાવ્યા મુજબ શ્રાવકોને સૂક્ષ્મ અર્થ Page #30 -------------------------------------------------------------------------- ________________ જણાવવાનો જ ન હોય તો તે તે સૂત્રમાં શ્રાવકોના લધષ્ઠા અને ગહિઅઠા ઇત્યાદિ પદોથી જણાવેલા ગુણોનું વર્ણન સદ્ગત નહીં થાય. પૂ. સાધુભગવતે કહેલા સૂક્ષ્મ અર્થને પરિણાવવાનું સામર્થ્ય શ્રાવકોમાં છે - એ તે પદોથી જણાવાયું છે. પૂ. સાધુભગવન્તો, ગૃહસ્થને એવા સૂક્ષ્મ અર્થને જણાવતા હોય તો જ તે વર્ણન સદ્ગત બને. આ૩-૧૨ અસંવિગ્ન પુરુષોનું જ બીજું આચરણ જણાવાય છે. - तेषां निन्दाल्पसाधूनां बह्वाचरणमानिनाम् । प्रवृत्ताङ्गीकृतात्यागे मिथ्यादृग्गुणदर्शिनी ॥३-१३॥ ઘણા લોકોએ જે આચર્યું છે તે અમે આચરીએ છીએએમ માનનારા તે અસંવિગ્ન પુરુષો અલ્પ એવા સાધુભગવન્તોની જે નિન્દા કરે છે; તે, પોતે સ્વીકારેલ મિથ્યાભૂત આચારનો ત્યાગ નહિ કરવાનું માનવાથી મિથ્યાત્વીઓના ગુણને જોવાના સ્વભાવે પ્રવર્તી છે.” - આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે અસંવિગ્ન જનો દુષ્ટ પ્રવૃત્તિઓ તો કર્યા જ કરે છે. અને સાથે સાથે બહુ જ પરિમિત સંખ્યામાં રહેલા સાધુઓની એ નિન્દા કરે છે. “ઘણા લોકોએ આચરેલું અમે કરીએ છીએ, અમારી બહુમતિ છે, આ સાધુઓ તો થોડા છે, સંવિગ્નપણાનું તેમને અભિમાન છે અને દર્ભને સેવનારા છે.'- આવી જાતના અભિમાનને ધરનારા અસંવિગ્નજનો ખૂબ જ અલ્પસંખ્યામાં રહેલા સાધુઓની એ રીતે નિદા કરે છે. તેમની આ નિન્દા; ઘણા લોકોથી કરાયેલ આચરણ મિથ્યાસ્વરૂપ હોવા છતાં તેનો ત્યાગ નહિ કરવાનું સ્વીકારવાથી સ્પષ્ટ છે કે Oા . Page #31 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વીઓના ગુણને જોઈને પ્રવર્તેલી છે. કારણ કે સમ્યત્વવન્ત આત્માઓની અપેક્ષાએ મિથ્યાત્વીઓની સંખ્યા ઘણી છે. સદાને માટે તેમની જ (મિથ્યાત્વીઓની જ) બહુમતી રહેવાની. ઘણાઓએ આચરેલ જ આચરવાનું હોય તો મિથ્યાત્વીઓનો જ ધર્મ આરાધવો પડશે. આ જ વાત ઉપદેશપદમાં જણાવી છે કે - બહુજનપ્રવૃત્તિ માત્ર જેમને માન્ય હોય તેમણે લૌકિક ધર્મનો ત્યાગ કરવો નહિ, કારણ કે બહુજનપ્રવૃત્તિ લૌકિક ધર્મમાં છે. વસ્તુની સદસપતાનો વિચાર કર્યા વિના, માત્ર ઘણા લોકોની એ પ્રવૃત્તિ છે; એમ માનીને તેને ઉપાદેય માનનારા માટે અહીં જણાવેલી વાતનો વિચાર કરવાનું ખૂબ જ આવશ્યક છે. એકતા, સંગઠન અને બહુમતીના નામે આજે જે રીતે મનસ્વીપણે આચરણ કરાય છે - તે ખૂબ જ ચિન્તાજનક છે. ગંભીરપણે એ અંગે વિચારવામાં નહિ આવે તો આજની પરિસ્થિતિ ક્યાં જઈને અટકશે- એ કહી શકાય એમ નથી. શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શબ્દના પ્રામાણ્યના ઉદ્દેશની હાનિ થાય એ રીતે શિષ્ટાચારનું પ્રામાણ્ય કોઈ પણ ન જ માને એ સમજી શકાય છે. સ્પષ્ટ પાઠ હોવા છતાં અને એ મુજબ ખૂબ જ સરળતાથી વર્તી શકાય એમ હોવા છતાં માત્ર બીજાની સાથે રહેવા માટે આચારમાં ફેરફાર કરવો : એ શિષ્ટાચરણ નથી – એનો ખ્યાલ મુમુક્ષુઓએ તો રાખવો જોઈએ. પોતાની જાતને શિષ્ટ માન્યા કરતાં શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શબ્દને અનુસરવામાં આપણા સૌનું હિત સમાયેલું છે. ૩-૧૩ ઉપર જણાવ્યા મુજબના અશિષ્ટાચરણની દુષ્ટતા વર્ણવાય (૨૮ Page #32 -------------------------------------------------------------------------- ________________ इदं कलिरजः पर्वभस्म भस्मग्रहोदयः । खेलनं तदसंविग्नराजस्यैवाधुनोचितम् ॥३-१४॥ શ્લોકાર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે અસંવિગ્ન પુરુષોનું આચરણ કઈ જાતનું દુષ્ટ છે - તે જણાવવા પૂર્વક વર્તમાનમાં તેમનો જે અભ્યદય જણાય છે તેનું કારણ આ શ્લોકથી જણાવાય છે. - આ (દુષ્ટ આચરણ) કલિકાલની રજ છે. તેમ જ ભસ્મગ્રહના ઉદય સ્વરૂપ આ હોળીની રાખ છે. આવી ધૂળ અને રાખથી રમવાનું કાર્ય અસંવિગ્નોમાં શ્રેષ્ઠ એવા પુરુષને જ હાલમાં ઉચિત છે. જે સામાન્યથી પણ શિષ્ટ હોય તેને આવી રમત કરવાનું ગમે એવું જ નથી. આથી સમજી શકાશે કે હોળીની રાખ અને કલિકાલની રજથી રમવાનું જેમ શિષ્ટજનોચિત નથી, તેમ અસંવિગ્નજનોચિત આચરણ પણ શિષ્ટ પુરુષોને છાજે એવું નથી. આમ છતાં જ્યાં જઈએ ત્યાં હોળીના દિવસોમાં રાખથી રમનારા જ અશિષ્ટ પુરુષો જ જોવા મળશે. તે દિવસોમાં તો શિષ્ટ પુરુષોને ઘરની બહાર નીકળવાનું પણ કપરું થઈ પડે છે. આવું જ ભસ્મગ્રહોદયના પ્રભાવે બન્યું છે. અસંવિગ્ન પુરુષોનો પુણ્યપ્રકર્ષ લગભગ બધે જ જોવા મળે છે. સંવિગ્ન પુરુષોને તો લગભગ શોધવા નીકળવું પડે તેમ છે - આ એક ભસ્મગ્રહની જ અસર છે. એક બાજુ દુષ્ટ આચરણ અને બીજી બાજુ પુણ્યનો ઉદય – આ ભસ્મગ્રહોદયની દુષ્ટ અસર છે. એના ઉપક્રમે અસંવિગ્નો દિન-પ્રતિદિન પૂજાતા જ રહેવાના. હોળીની રાખમાં રમવું કે ન રમવું - એનો નિર્ણય આપણે જાતે જ કરવો પડશે. દુનિયાની હોળી તો વરસમાં એક Page #33 -------------------------------------------------------------------------- ________________ વાર આવે છે. અહીં તો સદાને માટે હોળી છે. તેની રાખમાં રમવાનું સર્વથા દૂર કર્યા વિના ચાલે એવું નથી. અસંવિગ્ન પુરુષોની આચરણાને અહીં હોળીમાં રમનારા અશિષ્ટ જનોના આચાર જેવી વર્ણવી છે. એનાથી એની દુષ્ટતાનો ખ્યાલ આવી જાય છે. ભસ્મગ્રહની અસરના કારણે એવા લોકોનો આદર થતો જ રહેવાનો. એ ખ્યાલમાં રાખી મુમુક્ષુઓએ એવા આદરાદિને જોઈને પ્રભાવિત થવું ના જોઈએ. અન્યથા અસંવિગ્ન જનોના આચરણથી દૂર રહી શકાશે નહિ... ૩-૧૪ અસંવિગ્ન જનોની આચરણાને દુષ્ટસ્વરૂપે વર્ણવીને પ્રસજ્ઞથી કેટલાક સંવિગ્નમહાત્માઓના આચરણની દુષ્ટતા જણાવાય છે – समुदाये मनाग्दोषभीतैः स्वेच्छाविहारिभिः । संविग्नैरप्यगीताथैः परेभ्यो नातिरिच्यते ॥३-१५।। “સમુદાયમાંના થોડા દોષથી ગભરાયેલા એવા પોતાની ઈચ્છા મુજબ વિચરનારા અગીતાર્થ સંવિગ્નજનો પણ અસંવિગ્ન જનોથી જુદા નથી.” - આ પ્રમાણે શ્લોકાર્થ સ્પષ્ટ છે. એનો આશય એ છે કે સમુદાયમાં ગુરુભગવન્તની સાથે રહેવાથી કોઈ વાર સહવર્તી સાધુઓની સાથે સામાન્ય ઝઘડો થઈ જાય, દોષિત ગોચરીપાણી કે વસતિ વગેરે ગ્રહણ કરવા પડે....વગેરે થોડા દોષો સેવવા પડે છે, જેના પરિણામે પાપબન્ધ થાય છે - આવા પ્રકારના ભયને લઈને પોતાની ઇચ્છા મુજબ કેટલાક સંવિગ્ન પુરુષો સમુદાયથી અલગ થઈને વિહાર કરે છે. ખરી રીતે તો આવાઓને સંવિગ્ન માની શકાય નહિ. પરન્તુ કપડાંનો કાપ =૩૦) Page #34 -------------------------------------------------------------------------- ________________ કાઢવો નહિ; અલ્પ ઉપધિ રાખવી, ગમે તેવાં વસ્ત્ર-પાત્ર રાખવાં ઇત્યાદિ બાહ્ય આચારો ઉત્કટ રીતે તેઓ પાળે છે. તેથી તે આચાર(બાહ્ય આચાર)ની અપેક્ષાએ તેમને અહીં સંવિગ્ન તરીકે વર્ણવ્યા છે. બાકી તો સ્વેચ્છાચારી હોવાથી અગીતાર્થ અને અસંવિગ્ન જ છે. માત્ર બાહ્ય આચારને જોઈને સંવિગ્ન તરીકે તેઓને વર્ણવ્યા છે. . આ રીતે સમુદાય-ગુરુકુલવાસમાં રહેવાથી સંભવિત તે દોષથી ઉત્પન્ન ભયના કારણે સમુદાયથી છૂટા પડી પોતાની ઈચ્છા મુજબ જેઓ વિચરે છે તે અગીતાર્થ એવા સંવિગ્ન જનો તે અસંવિગ્ન જનોની અપેક્ષાએ કાંઈ જુદા – સારા નથી. જેમ અસંવિગ્ન જનો પોતાના અનાચારથી દોષના ભાજન બને છે, તેમ આ સ્વેચ્છાચારી અગીતાર્થ સંવિગ્નો પણ પોતાના ઉત્કટ બાહ્ય આચારથી દોષના જ ભાજન બને છે... 113-9411 સ્વેચ્છાવિહારી અગીતાર્થ સંવિગ્ન જનોને પ્રાપ્ત થતા દોષને જણાવાય છે - वदन्ति गृहिणां मध्ये पार्श्वस्थानामवन्द्यताम् । यथाच्छन्दतयात्मानमवन्द्यं जानते न ते ॥३-१६॥ શ્લોકાર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે સમુદાયને છોડીને પોતાની ઇચ્છા મુજબ વિચરનારા સંવિગ્ન અગીતાર્થ સાધુઓ વ્યાખ્યાનાદિમાં ગૃહસ્થોને સમજાવતા હોય છે કે પાર્થસ્થ (પાસસ્થા) શિથિલાચારી વંદનીય નથી. એ શિથિલ હોવાથી તેમને વંદન કરીએ તો પાપ લાગે...વગેરે કહીને પોતાના પરિચિતોને પાસસ્થાદિ સાધુઓને વંદન કરતા રોકે છે. પરન્તુ ૩૧ Page #35 -------------------------------------------------------------------------- ________________ પોતે યથાચ્છન્દ એટલે કે પોતાની ઇચ્છા મુજબ વર્તનારા હોવા છતાં પોતે પણ વંદનીય નથી- એ વાતને જાણતા નથી. આ રીતે સંવિગ્ન અગીતાર્થ બીજાના દોષ જુએ છે, પરન્તુ પોતાના દોષ તેઓ જોતા નથી. તેમની આ મોટી કદર્થના છે. આવી કદર્શના આજે ઘણા લોકો અનુભવી રહ્યા છે, પણ તેનો તેમને ખ્યાલ આવે એવી કોઈ શક્યતા જણાતી નથી. કહેવાતા બે-તિથિવર્ગ ઉપર જેટલા તેઓ આક્ષેપ કરી રહ્યા છે, એ બધા જ આક્ષેપો એમની જાત માટે પણ કરી શકાય છે. પરન્તુ શિષ્ટાચરણના નામે અશિષ્ટ જનોના આચરણને વિસ્તારવાનો તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. જીતાચારના નામે શાસ્ત્રનિષિદ્ધ આચરણના વ્યવસ્થાપનનો ઉદ્દેશ સિદ્ધ કરવા તેઓ પ્રયત્નશીલ છે. આજથી સેંકડો વર્ષ પૂર્વે જણાવેલી વાતો તેના યથાર્થ સ્વરૂપે આજે આપણે જોઈ શકીએ છીએ. સંવિગ્ન અગીતાર્થોની પ્રવૃત્તિમાં કોઈ પણ જાતનો સુધારો થાય એવી આશા લગભગ નથી. આપણે એમની વાતોમાં આવી ના જઈએ. એટલે બસ ! ઓછા-વધતા પ્રમાણમાં આવા લોકોનો વર્ગ લગભગ દરેક સમુદાયમાં જ નહિ દરેક ગ્રુપમાં તૈયાર થઈ ગયો છે. ઉત્કટ આચારોના નામે સ્વેચ્છા મુજબ જીવવાનો ઉપાય સંવિગ્ન અગીતાર્થ મહાત્માઓએ બરાબર શોધી લીધો છે. ગુરુપારતન્ત્ય સમગ્ર સાધુસામાચારીનો એકમાત્ર આધાર છે. સ્વેચ્છાચારિતાએ એ એકમાત્ર આધારને જ તોડી પાડ્યો છે. આધાર વિનાના આધેયની કેવી દશા થાય એનું વર્ણન કરવાની ખરેખર જ - Page #36 -------------------------------------------------------------------------- ________________ જરૂર નથી. આપણે એ નજરે જોઈ જ રહ્યા છીએ. સંવિગ્ન (બાહ્યાચરણની અપેક્ષાએ) અગીતાર્થોનું સ્વેચ્છાચારિતા એ ખૂબ જ મોટું દૂષણ છે... ૩-૧૬॥ સંવિગ્ન અગીતાર્થ આત્માઓ સમુદાયના દોષોના કારણે સમુદાયથી છૂટા થયા છે, જલસા કરવા માટે તેઓ છૂટા થયા નથી. પોતાની બુદ્ધિ મુજબ ચારિત્રની ઉત્કટ આરાધના તેઓ કરે છે. એ ઉત્કટ આરાધનાથી જ તેમને મોક્ષની પ્રાપ્તિ થશે. તો પછી તેમને કદર્થનાનો સંભવ ક્યાં છે?-આવી શંકાનું સમાધાન કરાય છે गीतार्थपरतन्त्र्येण ज्ञानमज्ञानिनां मतम् । विना चक्षुष्मदाधारमन्धः पथि कथं व्रजेत् ॥३- १७।। “અજ્ઞાનીઓને ગીતાર્થની પરતન્ત્રતાના કારણે જ્ઞાન છે. દેખતા માણસના આધાર વિના અન્ય માણસ માર્ગમાં કઈ રીતે ગમન કરે ?'' - આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-મોક્ષપ્રાપ્તિની ભાવનાથી મોક્ષમાર્ગે ગમન કરતી વખતે મુમુક્ષુ આત્માઓને એની ખબર છે કે જ્ઞાન અને ક્રિયા વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી. જ્ઞાન અને ક્રિયામાં પણ પ્રધાનતા જ્ઞાનની છે. ક્રિયા પણ જ્ઞાનપૂર્વકની હોય તો મોક્ષની પ્રત્યે કારણ બને છે, અન્યથા તે કારણ બનતી નથી. સંયમજીવનની સાધનામાં જ્ઞાનનું કેવું મહત્ત્વ છે એ સૌ કોઈ સમજે છે. સમુદાયના થોડા દોષોથી ગભરાઈને જેઓ સમુદાયને છોડીને જતા રહે છે; તે બધાને જ્ઞાનની જ પ્રાપ્તિ થતી નથી. કારણ કે મુખ્યપણે જ્ઞાન; ગીતાર્થમહાત્માઓને જ હોય છે. તેઓશ્રીની ૩૩ Page #37 -------------------------------------------------------------------------- ________________ પરમતારક આજ્ઞા મુજબ વર્તનારા અજ્ઞાનીઓને પણ જ્ઞાન મનાય છે, જે ગીતાર્થની પરતત્રતા સ્વરૂપ છે. સંવિગ્ન (માત્ર બાહ્યાચરણની અપેક્ષાએ) અને અગીતાર્થ એવા એ સાધુઓ સ્વેચ્છાચારી હોવાથી ગીતાર્થ નથી અને ગીતાર્થપરતત્વ પણ નથી. તેથી ઉભય રીતે (મુખ્ય અને ગૌણ રીતે) તેમને જ્ઞાન નથી. જ્ઞાન વિના તેમના ઉત્કટ પણ આચારથી મોક્ષની પ્રાપ્તિ શક્ય નહિ જ બને. તેથી તેમને કદર્થના સ્પષ્ટ છે. કષ્ટ વેઠ્યા પછી પણ જ્યારે ફળની પ્રાપ્તિ થતી નથી, ત્યારે તે કષ્ટ વેઠવાની પ્રવૃત્તિ કદર્થનાસ્વરૂપ છે. તે એક જાતનું અજ્ઞાનકષ્ટ છે. એનાથી ખાસ કોઈ લાભ નથી, ઉપરથી નુકસાન ઘણું છે. મોક્ષપ્રાપ્તિ માટે સાધનાનો આરંભ કર્યા પછી-નહિ જેવા દોષના નિવારણ માટે સ્વચ્છંદી બની સંસારમાં પરિભ્રમણ કરવું - એના કરતાં બીજી કોઈ મોટી કદર્થના છે ? તેથી ગીતાર્થપારતન્ય કોઈ પણ રીતે કેળવી લેવું જોઈએ. એના ત્યાગમાં હિત નથી. ૩-૧ળા | ગીતાર્થપારતન્યનો ત્યાગ કરનારાને જે ફળ મળે છે. તેનું વર્ણન કરાય છે – तत्त्यागेनाफलं तेषां शुद्धोञ्छादिकमप्यहो। विपरीतं फलं वा स्यान्नौभय इव वारिधौ ॥३-१८॥ , , “ગીતાર્થપારતન્યનો ત્યાગ કરવાથી સંવિગ્નાભાસીઓની શુદ્ધભિક્ષા ગ્રહણ કરવાદિની પ્રવૃત્તિ ફળથી રહિત છે તેમ જ સમુદ્રમાં નૌકાનો ભંગ થવા સ્વરૂપવિપરીત ફળવાળી છે.” - આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ગીતાર્થનું પારતન્ય છોડીને પોતાની ઈચ્છા મુજબ જેઓ Page #38 -------------------------------------------------------------------------- ________________ સમુદાયથી જુદા સ્વતન્ત્રપણે વિચરે છે; તેઓ સંવિગ્નાભાસી છે. આવા સંવિગ્નાભાસીઓ જે કોઈ; શુદ્ધ ભિક્ષા ગ્રહણ કરવી; નવકલ્પી વિહાર કરવા; મલિનવસ્ત્ર ધારણ કરવાં અને અપ્રમત્તપણે બધી ક્રિયાઓ કરવી..વગેરે પ્રવૃત્તિ કરે છે તેનું કોઈ જ ફળ નથી. કારણ કે એ બધી સ્વેચ્છામૂલક છે, પૂ. ગીતાર્થ ગુરુભગવન્તની આજ્ઞામૂલક નથી. કોઈ પણ પ્રવૃત્તિની સફળતા તેની ગીતાર્થપરતન્ત્રતાના કારણે છે. વિહિત હોવા છતાં પણ જે પ્રવૃત્તિ ગીતાર્થની નિશ્રા વિના કરાયેલી છે તેનું કોઈ જ ફળ નથી. એટલું જ નહિ તેનું વિપરીત ફળ પ્રાપ્ત થાય છે. સમુદ્રને પાર જવા માટે નાવમાં બેસીને નીકળ્યા પછી અધવચ્ચે નાવ ભાંગી જાય તો; ઇષ્ટસ્થાને તો ન જ પહોંચાય પરન્તુ મધ્ય દરિયે ડૂબી જવાય. આવું જ સંવિગ્નાભાસીઓના જીવનમાં બને છે. આ સંસારસમુદ્રથી પાર ઊતરવા માટે તેઓએ સંયમનૌકાનો આશ્રય તો લીધો પરન્તુ ગીતાર્થ-પારતત્ર્યનો ત્યાગ કરવાથી તેમની નૌકા જ ભાંગી ગઈ. આવી દશામાં તેમને તેમની પ્રવૃત્તિથી ઇષ્ટ-મોક્ષની પ્રાપ્તિ તો થતી જ નથી, પરન્તુ વિપરીત ફળ સ્વરૂપે ભવસમુદ્રમાં ડૂબવાનું જ થાય છે-એ સમજી શકાય છે. શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞા મુજબ આરાધના કરવાના બદલે પોતે માની લીધેલી આરાધના કરવાથી કેવી સ્થિતિ થાય છે - તે દૃષ્ટાન્તથી ખૂબ જ સ્પષ્ટપણે અહીં વર્ણવી છે. દૃષ્ટાન્તનો પરમાર્થ સારી રીતે સમજાય છે. મધ્ય દરિયે નૌકાનો ભંગ થાય તો કેવી કરુણ-દયનીય પરિસ્થિતિ સર્જાય-એને આપણે સૌ બરાબર સમજી શકીએ છીએ. એથી પ્રણ ભયંકર સ્થિતિ ૩૫ Page #39 -------------------------------------------------------------------------- ________________ સંવિગ્નાભાસોની છે. ભવસમુદ્રની ભયંકરતા સમજાયા વગર ગીતાર્થના પારતીનું મૂલ્ય સમજાશે નહિ. આ સંસારસમુદ્રથી તારનારાં બધાં જ સાધનોની તારકતા ગીતાર્થના પારસભ્યને લઈને છે. એ રીતે જોઈએ તો સમજી શકાશે કે ગીતાર્થના પારતન્યને છોડીને બીજા કોઈ જ સાધન સંસારસમુદ્રથી તારનારું નથી. ગીતાર્થની પરતતાનો સ્વીકાર કરવા મન તૈયાર થતું નથી- એનું વાસ્તવિક કારણ એક જ છે કે ભવની ભયંકરતાનો હજી ખ્યાલ આવ્યો નથી. આવી સ્થિતિમાં ભવસમુદ્ર કઈ રીતે તરાશે ? ભવની નિર્ગુણતાનો વાસ્તવિક રીતે પ્રત્યય (વિશ્વાસ) થાય એ પૂર્વે જ ધર્મક્રિયા કરવાનું ચાલુ ક્ય પછી પણ ભવનિર્ગુણતાની વાસ્તવિક પ્રતીતિ કરવા માટે જે રીતે ઉપેક્ષા સેવાય છે, તે અત્યન્ત ચિન્તાજનક છે. મોક્ષની સાધનાનો છેદ કરનાર સ્વચ્છેદતાને દૂર કરવાનું સામર્થ્ય માત્ર ગુરુપારતન્યમાં છે. એના ત્યાગથી અહિત જ થશે...૩-૧૮ સંવિગ્નાભાસીઓએ ગીતાર્થના પારતન્યનો ત્યાગ કર્યો હોવાથી તેમને જો જ્ઞાન નથી તો જ્ઞાનથી રહિત એવા તેઓ દુઃખે કરીને કરી શકાય એવા માસક્ષમણ વગેરે શા માટે કરે ? (અર્થાત્ તેમનાં તે તે દુષ્કર અનુષ્ઠાનોને જોઈને તેમને વિશિષ્ટ જ્ઞાન છેએમ માનવું જોઈએ.) -આવી શંકાનું નિરાકરણ કરવા માટે ઓગણીસમો શ્લોક છે – अभिन्नग्रन्थयः प्रायः कुर्वन्तोऽप्यतिदुष्करम् । बाह्या इवाव्रता मूढा ध्वांक्षज्ञातेन दर्शिताः ॥३-१९॥ - - - - Page #40 -------------------------------------------------------------------------- ________________ “સંવિગ્નાભાસો પ્રાયઃ ગ્રન્થિભેદ કરેલા નથી હોતા. અત્યન્ત દુષ્કર એવા તપ વગેરે કરતા હોવા છતાં તેઓ બાહ્યસાધુસંન્યાસી જેવા, કાગડાના દૃષ્ટાન્તથી મૂઢ છે.'- આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે જેઓ સમુદાયમાં પ્રાપ્ત થતા કલહ વગેરે દોષોના ભયથી ગીતાર્થપારતન્યનો ત્યાગ કરી સ્વચ્છન્દપણે વિચરે છે તે સંવિગ્નાભાસો પ્રાય: કરીને ગ્રન્થિ(રાગ-દ્વેષનો ગાઢ પરિણામ)ના ભેદને કરેલા હોતા નથી. અન્ય (મિથ્યાદૃષ્ટિ) સંન્યાસીઓની જેમ અત્યન્ત દુષ્કર એવા માસક્ષમણ તપ વગેરેને કરતા હોવા છતાં તેમને સ્વાભાવિક રીતે વ્રત(વિરતિ)ના પરિણામ હોતા નથી. કાગડાના દૃષ્ટાન્તથી તેમને અજ્ઞાનથી આવિષ્ટ-મૂઢ તરીકે જણાવ્યા છે. જેમ કે કેટલાક કાગડાઓ નિર્મળ એવા પાણીથી પરિપૂર્ણ એવા સરોવરના વિસ્તારને છોડીને જળના ભ્રમથી મૃગજળ તરફ ચાલવા માંડ્યા. ત્યારે કેટલાકે તેમને ત્યાં જતાં રોક્યા. તે વખતે તેમનું માનીને જે પાછા ફર્યા તે સુખી થયા. જે પાછા ન આવ્યા તે મધ્યાહ્નના સૂર્યના પ્રખર તાપથી વ્યાકુળ બનેલા તરસ્યા જ મરી ગયા. આવી જ રીતે થોડા દોષથી ભય પામીને સમુદાયથી છૂટા પડીને પોતાની પ્રતિકલ્પનાથી વિહરવાની ઈચ્છાવાળા સંવિગ્નાભાસોને ગીતાર્થમહાત્માઓએ છૂટા પડતા રોક્યા. તેમનું માનીને જેઓ સમુદાયમાં રહ્યા તે જ્ઞાનાદિસંપત્તિના ભાજન બન્યા. પરંતુ જેમણે ગીતાર્થભગવન્તોની વાત માની નહિ અને સમુદાયથી છૂટા થઈને મનસ્વીપણે વિચરવા લાગ્યા; તેઓ Page #41 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાદિગુણોથી ભ્રષ્ટ થયા. આ વસ્તુને જણાવતાં અન્યત્ર પણ કહ્યું છે કે – પ્રાયઃ ગ્રન્થિભેદને નહિ કરેલા એવા (સંવિગ્નાભાસો) તપ વગેરે દુષ્કર કરતા હોય છે, પરન્તુ તે સાધુઓ બાહ્ય(શાસનબાહ્ય) સંન્યાસીઓની જેમ કાગડાના દૃષ્ટાન્તથી જાણવા. આ વિષયમાં શ્રી આચારાંગસૂત્રમાં પણ ફરમાવ્યું છે કે – કેટલાક (સંવિગ્નાભાસો) દ્રવ્યથી સંયમજીવનની સાધના કરે છે, પરન્તુ સંયમજીવનનો નાશ કરે છે. અર્થાત્ બાહ્ય રીતે ઉત્કટ તપ વગેરે દુષ્કર અનુષ્ઠાનો કરવા છતાં ગીતાર્થપારતત્ર્ય વગેરેનો ત્યાગ કરવા દ્વારા ભાવથી સંયમજીવનનો નાશ કરે છે. - સંવિગ્નાભાસો ગીતાર્થપારતત્ર્યનો ત્યાગ કરી પોતાની ઇચ્છા મુજબ સમુદાયથી છૂટા રહીને જે સંયમની આરાધના કરે છે – તેને ઉપાદેય ન માને અને વહેલામાં વહેલી તકે ગુરુપારતન્ત્ર કેળવી લેવાની ભાવના હોય એવા જીવો ભિન્નગ્રન્થિવાળા હોય છે - એ જીવોના વ્યવચ્છેદ માટે શ્લોકમાં પ્રાયઃ પદનું ઉપાદાન છે...ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. અન્યથા ગ્રન્થકારશ્રીના કહેવાના આશય સુધી પહોંચવાનું શક્ય નહીં બને... II૩-૧૯ના પોતાની સ્વચ્છન્દપણે વિચરવાની પ્રવૃત્તિને ઉપાદેય માનનારા સંવિગ્નાભાસો કેવા હોય છે તે જણાવાય છે वदन्तः प्रत्युदासीनान् परुषं परुषाशयाः । विश्वासादाकृतेरेते महापापस्य भाजनम् ॥३ - २०॥ ગીતાર્થના પારતત્ર્યનો ત્યાગ કરવાની પ્રવૃત્તિને કરનારા મહાત્માઓને; કોઈ પણ અંગત દ્વેષ ન હોવા છતાં માત્ર હિતબુદ્ધિથી મધ્યસ્થ પુરુષો જ્યારે હિતશિક્ષા આપે ૩૮ Page #42 -------------------------------------------------------------------------- ________________ ત્યારે, “તેમની પ્રત્યે અજ્ઞાનના આવેશને લઈને કઠોર આશયવાળા તે મહાત્માઓ કઠોર વચનો બોલતા હોય છે. તેથી તેઓ તેમની બાહ્ય-ઉત્કટ આચારાદિ સ્વરૂપ આકૃતિ ઉપરના વિશ્વાસથી મહાપાપનું ભાજન બને છે...’-આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે; ગીતાર્થના પારતન્ત્યનો ત્યાગ કરી સ્વચ્છન્દપણે જેઓ વિચરે છે, ત્યારે તેમને સ્ખલનાનો ચિકાર સંભવ હોય છે. એવી જ કોઈ સ્ખલનાને જોઈને કોઈ ગીતાર્થમહાત્માઓ જ્યારે તેમને હિતશિક્ષા આપે છે ત્યારે તે મહાત્માઓ સામેથી તેમને કહેતા હોય છે કે ‘“તમે જ ક્રિયાઓ બરાબર કરતા નથી. અમે તો બધી ક્રિયાઓ બરાબર કરીએ છીએ. તમારે અમને ઉપદેશ આપવાની જરૂર નથી.''...વગેરે કહેતી વખતે સ્વચ્છન્દીઓનો; અજ્ઞાનના કારણે ઉત્પન્ન થયેલા આવેશને લઈને કઠોર આશય હોય છે. એ આશયથી ખૂબ જ કઠોર ભાષા તેઓ બોલતા હોય છે. પરન્તુ શુદ્ધભિક્ષા અને મલિનવસ્રને ધારણ કરવાદિ સ્વરૂપ તેમની આકૃતિ (બાહ્ય પ્રવૃત્તિ) ઉપર લોકોને વિશ્વાસ હોવાથી લોકોને ઠગવા સ્વરૂપ મહાપાપના તેઓ ભાજન બને છે. ગુણના આભાસમાત્રથી પામર પુરુષો ખૂબ જ સહેલાઇથી ઠગાતા હોય છે. આથી સમજી શકાશે કે ગીતાર્થપારતત્ર્યને સ્વીકારવાનું કેટલું દુષ્કર છે. બાહ્ય દૃષ્ટિએ ઉત્કટ ચારિત્રને ધારણ કરવા છતાં ગીતાર્થની આજ્ઞામાં રહેવાનું ખૂબ જ કપરું છે. ગીતાર્થની આજ્ઞામાં રહેવાનું મન ન હોય તો તે ઉત્કટ ચારિત્ર; ગુણનું કારણ ૩૯ Page #43 -------------------------------------------------------------------------- ________________ બનતું નથી પરંતુ ગુણાભાસનું જ કારણ બનતું હોય છે. ગુણ અને ગુણાભાસની વચ્ચેના ભેદને સમજી નહિ શકનારા પામર પુરુષો ગુણાભાસને જ ગુણ માની લે છે, જેથી પરિણામે તેમને ઠગાવાનું બને છે. એમાં સ્વચ્છક્ટપણે વિચરનારા સંવિગ્નાભાસો પ્રબળ નિમિત્ત બને છે અને તેથી જ તેઓ મહાપાપના ભાજન બને છે. વિશ્વસ્ત જનોને ઠગવાનું પાપ ઘણું જ ભયંકર છે, ઇત્યાદિ યાદ રાખવું જોઈએ. આચારનો પ્રેમ કેળવતાં પહેલાં આજ્ઞા પ્રત્યે પ્રેમ કેળવી લેવો જોઈએ. અન્યથા આચારના પ્રેમનું જ નહિ, પાલનનું પણ કોઈ જ મહત્ત્વ નથી...૩-૨ના ઉપર જણાવ્યા મુજબ સ્વચ્છદપણે વિચરનારા સંવિગ્નાભાસોનું વર્ણન કરીને હવે સંવિગ્નપાક્ષિકોનું નિરૂપણ કરાય છે– ये तु स्वकर्मदोषेण प्रमाद्यन्तोऽपि धार्मिकाः । संविग्नपाक्षिकास्तेऽपि मार्गान्वाचयशालिनः ॥३-२१॥ આશય એ છે કે આ પૂર્વે સામાન્યથી સંવિગ્ન, અશઠ એવા ગીતાર્થનું આચરણ માર્ગ છે-એ જણાવીને તેનાથી તદ્દન જુદા એવા સંવિગ્નાભાસોનું આચરણ મોહથી થતું હોવાથી માર્ગ નથી: તે વર્ણવ્યું. હવે જેઓ સ્વયં ગીતાર્થ છે પરંતુ વિર્યાન્તરાયકર્મના ઉદયથી ચારિત્રની આરાધનામાં શિથિલ છે, એવા સંવિગ્નપાક્ષિકોનો આચાર માર્ગ છે કે નહિ ?-આવી શક્કાના સમાધાન માટે એકવીસમો શ્લોક છે. તેનો અર્થ એ છે કે “પોતાના તીવ્ર એવા કર્મદોષથી ચારિત્રની ક્રિયામાં સિદાય છે છતાં જેઓ ધર્મમાં નિરત છે, તે સંવિગ્નપાક્ષિક માર્ગને વળગેલા છે.” Page #44 -------------------------------------------------------------------------- ________________ કહેવાનું તાત્પર્ય એ છે કે જે સાધુભગવન્તો માર્ગના જ્ઞાતા-ગીતાર્થ છે પરંતુ પૂર્વે ઉપાર્જેલા વીર્યાન્તરાયકર્મના ઉદય સ્વરૂપ કર્મદોષના કારણે ચારિત્રની તે તે ક્રિયાઓ કરવા સમર્થ થતા ન હોવા છતાં શક્ય ધર્મમાં નિરત છે, એવા સંવિગ્નપાક્ષિક (સંવિગ્ન સાધુઓનો પક્ષ સ્વીકારનારા) આત્માઓ ભાવસાધુઓની અપેક્ષાએ તેમની પાછળ લાગેલા હોવાથી માર્ગાન્તાચયશાલી છે. તેથી આ સંવિગ્નપાક્ષિકોનો માર્ગ માર્ગપ્રાપક હોવાથી માર્ગ છે. આ વાત જણાવતાં ઉપદેશમાળામાં જણાવ્યું છે કે તેનાથી મોક્ષમાર્ગ મળશે'. એનો આશય એ છે કે બહુવાર સમજાવવા છતાં સાધુવેષ પ્રત્યે અત્યન્ત રાગ હોવાથી જ્યારે કર્મના દોષથી શિથિલ આચારવાળા બનેલા આત્માઓ સાધુવેષનો ત્યાગ કરતા નથી ત્યારે તેમને કહેવામાં આવે છે કે “તો તમે સંવિગ્નપાક્ષિપ્પણું સ્વીકારો તેથી તમને માર્ગ(મોક્ષમાર્ગની)ની પ્રાપ્તિ થશે.’ આ રીતે સંગ્નિપાક્ષિકોનો માર્ગ મોક્ષમાર્ગની પ્રાપ્તિનો માર્ગ હોવાથી માર્ગ છે. અહીં યાદ રાખવું જોઈએ કે સંવિગ્નપાક્ષિક આત્માઓને સાધુપણાની આવશ્યકાદિ ક્રિયા કરવાનું મન નથી – એવું નથી. માત્ર ભૂતકાળના પ્રબળ કર્મના ઉદયથી જ તેઓ તે તે ક્રિયાઓ કરવા માટે સમર્થ બનતા નથી. તેથી સાધુવેષ પ્રત્યેના તીવ્ર અનુરાગના કારણે તેઓ સાધુવેષનો ત્યાગ કરતા નથી અને સંવિગ્ન પાક્ષિકપણાનો સ્વીકાર કરે છે. આગળના શ્લોકોમાં વર્ણવતા તેમના આચારોને જોતાં તેમની ગીતાર્થતાનો અને ચારિત્રધર્મનો પક્ષપાત સ્પષ્ટપણે સમજાશે. આગ વગેરેમાં ફસાયેલા પાંગળા માણસો ખસી શક્તા ન હોવા છતાં તેમની જે મનઃસ્થિતિ = Page #45 -------------------------------------------------------------------------- ________________ છે, તેને આપણે સમજી શકતા હોઈએ તો સંવિગ્નપાક્ષિકોની પરિણતિને પણ આપણે સમજી શકીશું. ૫૩-૨૧॥ સંવિગ્નપાક્ષિક આત્માઓને ભવિષ્યમાં મોક્ષમાર્ગની જે પ્રાપ્તિ થાય છે, તેમાં કારણ બનતા એવા તેમના આચાર જણાવાય છે— शुद्धप्ररूपणैतेषां मूलमुत्तरसम्पदः । सुसाधुग्लानिभैषज्यप्रदानाभ्यर्चनादिकाः ||३ - २२॥ ‘“સંવિગ્નપાક્ષિકોને બધા ગુણોની ઉત્પત્તિના સ્થાન સ્વરૂપ શુદ્ધપ્રરૂપણા હોય છે અને સુસાધુઓને દવા આપવી, તેમની અભ્યર્ચના કરવી વગેરે ઉત્કૃષ્ટ સંપદા હોય છે.’’ - આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે આ સંવિગ્નપાક્ષિકમહાત્માઓને ભવિષ્યમાં જે જે ગુણોની પ્રાપ્તિ થતી હોય છે તેના મૂળમાં તેઓની શુદ્ધ(માર્ગ)પ્રરૂપણા કાર્યરત છે. કારણ કે તેઓ સાધ્વાચારનું પાલન કરવામાં અત્યન્ત શિથિલ હોવા છતાં સાધ્વાચાર પ્રત્યેના દૃઢપક્ષપાતના કારણે જે કોઈ પણ પ્રવૃત્તિ કરે છે તે યતનાપૂર્વક કરે છે. શુદ્ધપ્રરૂપણા; એ યતનામાં ખૂબ જ ઉપયોગી બને છે. શુદ્ધપ્રરૂપણાની અપેક્ષાવાળી તે યતના (શક્ય પ્રયત્ને પાપથી દૂર રહેવાનો પરિણામ) સંવિગ્નપાક્ષિક મહાત્માઓની કર્મનિર્જરાનું કારણ છે. આવી નિર્જરાના કારણે તે મહાત્માઓને ગુણોનો આવિર્ભાવ થાય છે, જે ઉપર જણાવ્યા મુજબ શુદ્ધપ્રરૂપણામૂલક છે. આ વસ્તુને જણાવતાં અન્યત્ર કહ્યું છે કે – આચારથી હીન એવા શુદ્ધપ્રરૂપક સંવિગ્નપાક્ષિક મહાત્માઓની જે જે યતના છે તે તે નિર્જરાને કરાવનારી છે. - ૪૨ Page #46 -------------------------------------------------------------------------- ________________ સંવિગ્નપાક્ષિક મહાત્માઓને જ્ઞાન અને દર્શન હોવા છતાં ચારિત્ર ન હોવાથી તેમને નિર્જરા શક્ય નથી-આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે ઈચ્છાયોગનું પ્રબળ ચારિત્ર હોવાથી પ્રવૃત્તિ, સ્થિરતા કે સિદ્ધિ યોગનું ચારિત્ર ન હોવા છતાં નિર્જરાસ્વરૂપ ફળની વિકલતા થતી નથી. તેમને ઈચ્છાયોગમાં સમ્યગ્દર્શન જ સહકારી કારણ બનતું હોવાથી તેનાથી (ઇચ્છાયોગના ચારિત્રથી) તેવા પ્રકારની નિર્જરા થાય છે. યપિ નિર્જરાની પ્રત્યે સમ્યગ્દર્શન અને સમ્યક્ ચારિત્ર : આ બંન્ને સરખી રીતે કારણ બને છે. પરન્તુ એ વાત શાસ્ત્રયોગને આશ્રયીને છે. શાસ્ત્રયોગના કારણે (વચનાનુષ્ઠાન દરમ્યાન) થતી નિર્જરાની પ્રત્યે સમ્યગ્દર્શનની જેમ સમ્યક્ચારિત્ર પણ સમાન રીતે અપેક્ષિત છે. પરન્તુ ઈચ્છાયોગના કારણે (પ્રીત્યાદિ-અનુષ્ઠાન દરમ્યાન) થનારી નિર્જરાની પ્રત્યે સમ્યગ્દર્શન જેનું સહકારી કારણ છે એવું ઇચ્છાયોગનું ચારિત્ર કારણ છે. તેથી સંવિગ્નપાક્ષિક મહાત્માઓને નિર્જરાસ્વરૂપ ફળની પ્રાપ્તિ થવામાં કોઈ જ અવરોધ નથી. તેથી અન્યત્ર આ પ્રમાણે જણાવ્યું છે કે; “શ્રાવક, ચારિત્રભ્રષ્ટ અને મન્દધર્મીઓને દર્શનનો પક્ષ હોય છે અને પરલોકાકાંક્ષી એવા સાધુભગવન્તોને દર્શન તથા ચારિત્રનો પક્ષ હોય છે.’’ આથી સ્પષ્ટ છે કે શાસ્ત્રયોગના કારણે થનારી નિર્જરા; સંવિગ્નપાક્ષિકોને પ્રામ ન થાય તોપણ ઈચ્છાયોગના કારણે તેમને નિર્જરા થઈ શકે છે. આ રીતે સર્વ ગુણોની ઉત્પત્તિ માટે સંવિગ્નપાક્ષિક મહાત્માઓને મૂળભૂત કારણ તરીકે શુદ્ધપ્રરૂપણા હોય છે. તદુપરાન્ત સુસાધુ-ભગવન્તોને રોગને દૂર કરવા દવા આપવી, ૪૩ Page #47 -------------------------------------------------------------------------- ________________ તેમની ભક્તિ કરવી તેમ જ સંયમની સાધના માટે શક્ય એટલી અનુકૂળતા આપવી વગેરે સંવિગ્નપાક્ષિકોની ઉત્કૃષ્ટ સંપદા છે. આવી પ્રવૃત્તિથી સંવિગ્નો પ્રત્યેનો તેમનો સ્પષ્ટપણે પક્ષપાત જણાય છે. સાધુપણા પ્રત્યે તીવ્ર રાગાદિ હોવાથી જ તેઓ પૂ. સાધુભગવન્તોની વૈયાવચ્ચ કરી શકે છે. અન્યથા કોઈ પણ રીતે તે કરી શકાય નહિ. સાધુપણા પ્રત્યેનો તીવ્ર રાણ, અત્યન્ત બહુમાન અને પરમ આદર જ સંવિગ્નપાક્ષિકોને માર્ગસ્થ રાખે છે... ।।૩-૨૨ આ સંવિગ્નપાક્ષિકોના જ બીજા આચાર જણાવાય છે आत्मार्थ दीक्षणं तेषां निषिद्धं श्रूयते श्रुते । ज्ञानाद्यर्थान्यदीक्षा च स्वोपसम्पच्च नाऽहिता ॥ ३ - २३ ॥ ‘‘શાસ્ત્રમાં સંવિગ્નપાક્ષિકોને પોતાના માટે કોઈને દીક્ષા આપવાનો નિષેધ છે. જ્ઞાનાદિ માટે બીજાને દીક્ષા આપવાનું અને પોતાની પાસે તેને રાખવાનું અહિતકર નથી.’ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે સંવિગ્નપાક્ષિક મહાત્માઓ પૂર્વે જણાવ્યા મુજબ શુદ્ધમાર્ગની પ્રરૂપણા કરતા હોય છે. તેમની દેશનાને સાંભળીને પ્રતિબોધ પામેલાને ‘પોતાની વૈયાવચ્ચ વગેરે સારી રીતે કરશે.' એવી કોઈ સ્વાર્થભાવનાથી દીક્ષા આપવાનો સંવિગ્નપાક્ષિકોને શાસ્ત્રમાં નિષેધ છે. ‘અત્તા નવિ વિજ્ડ'... ઇત્યાદિ પાઠથી તેનો નિષેધ કરાયો છે. - ૪૪ ― ભાવચારિત્રસંપન્ન આત્માઓને અનુસરનારા એવા અપુનર્બન્ધકાદિ જીવોને જ્ઞાનાદિની પ્રાપ્તિ થાય - એ માટે એ Page #48 -------------------------------------------------------------------------- ________________ અપુનર્બન્ધકાદિ આત્માઓને દીક્ષા આપવાનો તેમ જ જ્ઞાનાદિ માટે પોતાની પાસે તેમને રાખવાનું સંવિગ્નપાક્ષિક મહાત્માઓને માટે અહિતકર નથી. અત્યાર સુધીના અસદ્ગહને દૂર કરવા માટે સંવિગ્નપાક્ષિક મહાત્માઓને; અપુનર્બન્ધકાદિ આત્માને દીક્ષા આપવાનો અધિકાર છે. આ પ્રમાણે અન્યત્ર પણ જણાવ્યું છે કે- (આગમને અનુસરી ભાવિત કરાતું આ દીક્ષાવિધાન) - સકૃદબંધક અને અપુનર્બન્ધક આત્માઓના કુગ્રહવિરહને શીવ્ર કરે છે. આ પ્રમાણે સામાન્ય રીતે કુગ્રહવાળા અતાત્વિક આત્માઓને સંવિગ્નપાક્ષિકો પોતે દીક્ષા આપે છે અને પોતાની પાસે પણ રાખે છે. પરન્તુ ફુગ્રહ વગરના તાત્વિક આત્માઓને પ્રતિબોધીને દીક્ષા પ્રદાન કરાવવા માટે પૂ. મુનિભગવન્તોની પાસે મોકલે છે. પોતે દીક્ષા આપતા નથી. કારણ કે તાત્વિકોને તાત્વિકો સાથે મેળવવાનો તેમનો (સંવિગ્નપાક્ષિકોનો) આચાર છે. આથી જ કહ્યું છે કે – સંવિગ્નપાક્ષિક મહાત્માઓ મુમુક્ષુઓને પ્રતિબોધ પમાડીને પૂ. સાધુભગવન્તોને આપી દે છે. આથી સમજી શકાશે કે સંવિગ્નપાક્ષિકોને તત્ત્વનો પક્ષપાત કેટલો ઉત્કટ હોય છે. એના યોગે કરાતી શુદ્ધપ્રરૂપણા એમના માટે પરમનિર્જરાનું કારણ બને છે અને સકલગુણોની ઉત્પત્તિનું મૂળ બને છે. તાત્ત્વિક પક્ષપાતનું અચિન્ય સામર્થ્ય છે, એ સમજાય તે સંવિગ્ન પાક્ષિકોનું મહત્ત્વ સમજાશે. સર્વવિરતિધર્મ પ્રત્યેનો તીવ્ર અનુરાગ અને શ્રીવીતરાગપરમાત્માના પરમતારક શાસનની અવિચલ શ્રદ્ધા શું કામ કરે છે : તે સંવિગ્નપાક્ષિક મહાત્માઓના સ્વરૂપને જાણવાથી સમજી શકાશે. ૩-૨૩યા ૪૫ Page #49 -------------------------------------------------------------------------- ________________ સંવિગ્નપાક્ષિક મહાત્માઓને શુદ્ધપ્રરૂપણા અને સુસાધુઓને ઔષધપ્રદાન વગેરે જેમ નિર્જરાનાં કારણ બનવાથી સફળ બને છે તેમ પોતાના ઉલ્લાસ મુજબ કરાતી આવશ્યકાદિ ક્રિયાઓ પણ વ્યર્થ નથી પણ સાર્થક છે તે જણાવાય છે – नावश्यकादिवैयर्थ्यं तेषां शक्यं प्रकुर्वताम् । अनुमत्यादिसाम्राज्याद् भावावेशाच्च चेतसः ॥३-२४॥ પોતાના ઉલ્લાસ મુજબ શક્ય એવા સ્વાચારને કરતા એવા સંવિગ્નપાક્ષિક મહાત્માઓની આવશ્યક ક્રિયા વગેરે વ્યર્થ (નિષ્ફળ) નથી. કારણ કે એ કરતી વખતે નિરન્તર અનુમોદના વગેરે ચાલુ હોય છે અને ચિત્ત ભાવાન્વિત હોય છે.' - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સંવિઝપાક્ષિક મહાત્માઓ પોતાના વીર્ય-ઉલ્લાસ મુજબ શક્ય એવી પોતાની ક્રિયાઓ કરતા હોય છે. તે વખતે તેવા પ્રકારના ઉલ્લાસાદિના અભાવે તે તે ક્રિયાઓ બરાબર ન થવા છતાં નકામી જતી નથી. કારણ કે તે વખતે પણ જેઓ તે તે ક્રિયાઓ શુદ્ધ રીતે કરતા હોય છે તેમની નિરન્તર અનુમોદના અને તે માટે પ્રેરણા કરવાદિના કારણે તે તે ક્રિયાઓનો સર્વથા ભંગ થતો નથી તેમ જ ચિત્ત; તે તે ક્રિયાઓના અર્થ(પરમાર્થ)ને વિશે ઉપયોગશીલ હોવાથી તેના ફળ સ્વરૂપે શ્રદ્ધા, મેધા અને ધૃતિ વગેરેની પ્રાપ્તિ થાય છે. આવી ક્રિયાઓ કરવાથી જ પોતાના આચાર પ્રત્યેની પ્રીતિના કારણે સંવિગ્ન પાક્ષિક મહાત્માઓને ઈચ્છાયોગ સંગત થાય છે. અન્યથા તેમને ઈચ્છાયોગ પણ સંગત નહિ થાય. Page #50 -------------------------------------------------------------------------- ________________ ઇચ્છાયોગનું સ્વરૂપ જ એવું છે કે શુદ્ધપ્રવૃત્તિ પ્રત્યે તીવ્રપક્ષપાત હોવાથી ઈચ્છાયોગના યોગી; યિાની ઉત્કટ ઇચ્છા હોવાથી શક્તિ અને ઉલ્લાસ અનુસાર તે તે ક્રિયાઓ કર્યા વગર રહી જ શકતા નથી. અર્થાત્ એવી ક્રિયાઓ જ તેમના ઈચ્છાયોગની નિર્વાહિકા છે. ક્લિાઓ બરાબર થતી નથી તેથી સર્વથા કરવામાં ન આવે તો તેની પ્રત્યે ધીરે ધીરે ઉપેક્ષાભાવ આવવાથી તેના વિશેની પ્રીતિ નાશ પામે છે. ઈચ્છાયોગ, અનુમોદનાદિ અને અર્યાદિમાં ચિત્તના ઉપયોગના કારણે સંવિગ્ન પાક્ષિક મહાત્માઓનું આવશ્યકાદિ અનુષ્ઠાન વ્યર્થ નથી. પરંતુ તે અનુષ્ઠાનથી શ્રદ્ધા, મેધા અને ધૃતિ વગેરેની ઉપપત્તિ થાય છે. ૩-૨૪ સંવિગ્ન પાક્ષિક મહાત્માઓની આવશ્યકાદિ ક્રિયાઓ ભાવસાધુની અપેક્ષાએ દ્રવ્યસ્વરૂપ હોવાથી તે તુચ્છ (વ્યર્થ) છેઆવી શંકાનું સમાધાન કરવા માટે પચીસમો લોક છે – द्रव्यत्वेऽपि प्रधानत्वात् तथाकल्पात् तदक्षतम् । यतो मार्गप्रवेशाय मतं मिथ्यादृशामपि ॥३-२५॥ ભાવસાધુઓની અપેક્ષાએ સંવિગ્નપાક્ષિકોની આવશ્યકાદિ ક્રિયાઓ, પ્રધાનદ્રવ્યસ્વરૂપ હોવાથી અને પોતાના આચાર મુજબ હોવાથી તે અક્ષત છે અર્થા વ્યર્થ (તુચ્છ) નથી. કારણ કે મિથ્યાદૃષ્ટિઓને મોક્ષમાર્ગે પ્રવેશ કરાવવા માટે પ્રધાન દ્રવ્યક્યિા આવશ્યક મનાય છે.” – આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સંવિગ્નપાક્ષિક મહાત્માઓની આવશ્યકાદિ ક્રિયાઓ ભાવસાધુઓની અપેક્ષાએ દ્રવ્યક્તિાસ્વરૂપ (૪૭) Page #51 -------------------------------------------------------------------------- ________________ હોવા છતાં તે પ્રધાનદ્રવ્યકિયાસ્વરૂપ હોવાથી વ્યર્થ નથી. કારણ કે આવી દ્રવ્યક્રિયા કરતી વખતે ભાવદિયાસંબન્ધી ઈચ્છા, બહુમાન વગેરે અત્યન્ત હોવાથી એ દ્રવ્યક્રિયા ભાવક્રિયાનું કારણ બને છે. જે ભાવનું કારણ છે; તેને પ્રધાનદ્રવ્ય કહેવાય છે. શ્રી અનુયોગદ્વારસૂત્રની ટીકામાં: ‘દ્રવ્ય પદ કોઈ વાર (ભાવનું કારણ ન બને ત્યારે) અપ્રધાન અર્થને અને કોઈ વાર ભાવના કારણ સ્વરૂપે પ્રધાન અર્થને જણાવે છે - આ પ્રમાણે વર્ણવ્યું છે. આવી ક્ષિાઓ પણ કરવાનો સંવિગ્નપાક્ષિકોનો પોતાનો આચાર છે. વિહિત આચાર વ્યર્થ નથી, પરંતુ ઉપર જણાવ્યા મુજબ સાર્થક છે. પ્રધાન દ્રવ્યક્રિયાસ્વરૂપ તે આવશ્યક; ભાવની પ્રાપ્તિ કરાવવા માટે અક્ષત-સમર્થ છે. આથી જ ગીતાર્થમહાત્માઓએ મિથ્યાદૃષ્ટિઓનું પણ તે પ્રધાન દ્રવ્યાવશ્યક મોક્ષમાર્ગમાં પ્રવેશ કરાવવા માટે યોગ્ય માન્યું છે. આ રીતે મિથ્યાદૃષ્ટિઓનું પણ તે પ્રધાન દ્રવ્યાવશ્યક જો યોગ્ય મનાતું હોય અને નિરર્થક મનાતું ન હોય તો સમ્યગ્દષ્ટિ એવા સંવિગ્નપાક્ષિક મહાત્માઓનું અનુષ્ઠાન કોઈ પણ રીતે વ્યર્થ નથી – એ સમજી શકાય છે. અભ્યાસસ્વરૂપ હોવાથી મોક્ષમાર્ગમાં પ્રવેશ કરાવવા માટે મિથ્યાદૃષ્ટિઓના પણ અનુષ્ઠાનને (દ્રવ્યાનુષ્ઠાનને) પૂ. ગીતાર્થ મહાત્માઓએ માન્ય રાખ્યું છે. જો દ્રવ્ય-અનુષ્ઠાન સર્વથા વ્યર્થ હોય તો; “અખ્ખલિત અહીનાક્ષર... વગેરે ગુણોથી યુક્ત સૂત્ર હોવા છતાં ભાવશૂન્ય(ઉપયોગરહિત) હોય તો તે દ્રવ્યાનુષ્ઠાન(દ્રવ્યાવશ્યક) છે.' - આ પ્રમાણે જે વર્ણન કરાય છે, તે આવશ્યક નહીં રહે; કારણ કે તેની સર્વથા ૪૮) Page #52 -------------------------------------------------------------------------- ________________ વ્યર્થતામાં તેના અસ્ખલિતત્વાદિ ગુણોનું વર્ણન કોઈ પણ રીતે ઉપયોગી નથી બનતું. આમ છતાં એ વર્ણન છે. તેથી સમજાય છે કે અસ્ખલિતાદિ ગુણોથી અભ્યસ્ત સૂત્ર પણ ઉપયોગરહિતપણે બોલાતું હોય તો તે દ્રવ્યાવશ્યક છે. અભ્યસ્ત સૂત્ર ભાવનું કારણ બને તો તે પ્રધાન દ્રવ્યાવશ્યક બને છે. અન્યથા તો તે અપ્રધાન દ્રવ્યાવશ્યક છે. આવું અસ્ખલિતત્વ વગેરે ગુણથી યુક્ત દ્રવ્યાવશ્યક સર્વથા વ્યર્થ નથી. કાલાન્તરે તે ભાવનું કારણ બની શકે છે. તે વખતે અભ્યસ્ત અસ્ખલિતત્વાદિ ગુણો ખૂબ જ ઉપયોગી બને છે. ।।૩-૨૫ ઉપર જણાવ્યા મુજબ સંવિગ્નપાક્ષિક મહાત્માઓનો શુદ્ધપ્રરૂપણા, ગ્લાનાદિને ઔષધપ્રદાન વગેરે જેમ માર્ગ છે તેમ જ્ઞાનાદિનો અભાવ હોવા છતાં આધાર્મિકાદિ દોષોના નિવારણ માટે એકાકી વિહારાદિ પણ એક માર્ગ કેમ ન મનાય આ શક્કાનું સમાધાન કરાય છે. मार्गभेदस्तु यः कश्चिन्निजमत्या विकल्प्यते । - - स तु सुन्दरबुद्ध्याऽपि क्रियमाणो न सुन्दरः ॥ ३- २६ ॥ “પોતાની મતિકલ્પનાથી જે માર્ગવિશેષ પરિકલ્પાય છે; તે સુંદર બુદ્ધિથી પણ કરાતો (પરિકલ્પાતો) હોય તો સુંદર નથી.'' - આ પ્રમાણે છવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે શાસ્ત્રમાં જે માર્ગ જણાવ્યો છે તેને છોડીને અન્ય માર્ગવિશેષની પોતાની મતિલ્પનાથી જે કલ્પના કરાય તે સારું નથી. સુંદર બુદ્ધિ-આશયથી પણ એવી કોઈ કલ્પના કરવાનું ઉચિત નથી. ૪૯ Page #53 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રમાં જેનો ઉલ્લેખ છે તેને માર્ગ માનવામાં કોઈ જ દોષ નથી. પરન્તુ જેનો શાસ્ત્રમાં ઉલ્લેખ નથી; તેને માર્ગ માનવાનું ઉચિત નથી. સંવિશ્વપાક્ષિકોનો જે શુદ્ધપ્રરૂપણાદિ માર્ગ છે, તેનો ઉલ્લેખ પૂર્વે જણાવ્યા મુજબ શાસ્ત્રમાં (ઉપદેશમાલાદિ ગ્રન્થમાં) ઉપલબ્ધ છે. પરન્તુ સમુદાયમાં રહેવાથી સંભવતા આધાકર્મિકાદિ દોષના નિવારણ માટે એકાકી વિહારાદિની અનુજ્ઞાનો શાસ્ત્રમાં ઉલ્લેખ નથી. ગુરુપારતન્ત્યના વિધાનના કારણે એકાકી વિહાર નિષિદ્ધ હોવાથી તેને માર્ગ માનવાનું યોગ્ય નથી. જ્યાં પણ એકાકી વિહારનો ઉલ્લેખ છે તે ગીતાર્થવિશેષને આશ્રયીને છે. મુખ્ય રીતે તો એકાકી વિહાર નિષિદ્ધ છે. તેથી આધાકર્મિકાદિ દોષોના પરિહારની સુંદર બુદ્ધિ(આશય)થી પણ એ રીતે માર્ગવિશેષની કલ્પના કરવી એ ઉચિત નથી. વર્તમાનમાં પોતાની મતિકલ્પનાથી માર્ગવિશેષની પરિકલ્પના ખૂબ જ વધી રહી છે. પારમાર્થિક ગુરુપારતન્ત્યના અભાવે શાસ્ત્રનિરપેક્ષ જ નહિ, શાસ્રનિષિદ્ધ તે તે પ્રવૃત્તિઓ ખૂબ જ ઝડપથી વધતી ચાલી છે. કાલાદિ તેમ જ એકતાદિના આશયથી કરાતી એ પ્રવૃત્તિઓ સુંદરબુદ્ધિપૂર્વકની જણાતી હોય તોપણ શાસ્ત્રવિહિત ન હોવાથી તેને માર્ગસ્વરૂપ માની શકાશે નહિ. સંવિગ્નપાક્ષિક મહાત્માઓની શુદ્ધપ્રરૂપણાદિ ક્રિયાઓ શાસ્ત્રવિહિત હોવાથી તે માર્ગ છે. એને આંખ સામે રાખીને શાસ્ત્રનિરપેક્ષ રીતે કરાતો માર્ગભેદ સુંદર નથી જ - રાખવું જોઈએ. એ પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ રાખવામાં નહીં આવે તો માર્ગ અને ઉન્માર્ગ વચ્ચે જે ભેદરેખા છે તેની રક્ષા કરવાનું એ યાદ ૫૦ Page #54 -------------------------------------------------------------------------- ________________ શક્ય નહીં બને. એ ભેદરેખાનો વિનાશ કરનારો વર્ગ દિવસે દિવસે મજબૂત અને વિશાળ બનતો જાય છે. એની ઉપેક્ષા કરવાથી શાસનને પારાવાર નુકસાન થશે. એ પહેલાં અહીં આ શ્લોક દ્વારા જણાવેલી વાત આપણે બરાબર યાદ કરી લઈએ. પારમાર્થિક માર્ગમાં તેના અનુસરણ માટે જે સત્ત્વ જોઇએ તે મેળવી લેવામાં જ આપણું હિત છે. આપણી પાસે જેટલું સત્ત્વ છે; તેના પ્રમાણમાં માર્ગવિશેષમાં ફેરફાર કરવાથી આપણું હિત નહીં થાય.. T૩-૨ દા સંવિગ્નપાક્ષિકોનો માર્ગ તિપિત નથી પરંતુ શોલ્ફ પ્રસિદ્ધ છે - તે જણાવવા માટે. હપછીન્સ- બે (૨૭/૨૮) શ્લોક છે. निवर्तमाना अप्येके वदन्त्याचारगोचरम् । आख्याता मार्गमप्येको नोञ्छजीवीति च श्रुतिः ॥३-२७।। ‘સંયમથી નિવૃત્ત થનારા પણ કેટલાક યથાવસ્થિત આચારને જણાવનારા છે' તેમ જ માર્ગને જણાવનારા છે પણ ઉછળવી નથી.' - આ પ્રમાણે વચન છે. સત્તાવીસમા શ્લોકમાં જણાવેલી વાતનો આશય એ છે કે કેટલાક આત્માઓ (સંવિગ્નપાક્ષિક મહાત્માઓ જેવા) સંયમથી નિવૃત્ત હોવા છતાં પોતાના અસંયમનો પક્ષપાત કર્યા વિના આચારના વિષયમાં યથાસ્થિત જ પ્રરૂપણા કરે છે. તેઓ સ્પષ્ટપણે જણાવતા હોય છે કે આચાર તે આવો (શાસ્ત્રમાં જણાવ્યા મુજબનો) જ છે. પરંતુ અમે તે પ્રમાણે કરવા માટે શક્તિમાન-સહિષ્ણુ (સહન કરીને પણ કરવાની ભાવનાવાળા) નથી. શ્રી આચારાંગસૂત્રમાં એ જ વાતને જણાવતાં Page #55 -------------------------------------------------------------------------- ________________ ફરમાવ્યું છે કે- કેટલાક સંયમથી - લિંગથી નિવર્તમાન હોય અથવા ન પણ હોય તોપણ તેઓ આચારના વિષયમાં યથાસ્થિત જ પ્રરૂપણા કરે છે. શ્રી આચારાંગના આ સૂત્રમાં નિયદ્દમાળા વેને અહીં વા પદનો પ્રયોગ હોવાથી સંયમલિઙ્ગથી નિવૃત્ત અને અનિવૃત્ત : બન્નેનું ગ્રહણ થાય છે પરન્તુ બંન્ને સંયમથી સિદાતા(શિથિલ) જ સમજવાના છે. સંયમથી સિદાતા હોવા છતાં તેઓ યથાસ્થિત(શાસ્ત્રવિહિત) જ આચારનો ઉપદેશ આપતા હોવાથી તેમને એક જ બાલતા હોય છે. આચારહીનતાના કારણે એ બાલતા છે. બીજી બાલતા નથી. પરન્તુ જેઓ આચારથી હીન હોવા છતાં પણ એમ કહે છે કે “અમે જે આચરીએ છીએ; એવો જ આચાર છે. વર્તમાનમાં દુ:ષમકાળને લઇને શરીરબળાદિનો હ્રાસ થયો હોવાથી મધ્યમ માર્ગ જ કલ્યાણને કરનારો છે. ઉત્સર્ગમાર્ગનો અત્યારે અવસર નથી.” આવાઓને તો બીજી પણ બાલતા પ્રાપ્ત થાય છે. કારણ કે પોતે તો ગુણહીન હતા જ અને ગુણવાન પુરુષોના તેઓ દોષ ગાય છે. આ વાત જણાવતાં આચારાઙ્ગમાં ફરમાવ્યું છે કે, ‘જેઓ શીલ(અઢાર હજાર પ્રકારે આચાર)સંપન્ન; ઉપશાન્ત અને પ્રજ્ઞાથી માર્ગે ચાલનારા છે તેમને અશીલ કહેનારાને બીજી બાલતા (મૂર્ખતા) પ્રાપ્ત થાય છે. આચાર અને પ્રરૂપણા એ બન્નેમાં તેઓ શિથિલ હોવાથી બંન્ને રીતે તેઓ મૂર્ખ બને છે. આવી જ રીતે ઉપર જણાવ્યા મુજબ જેમ આચારથી હીન છે પરન્તુ પ્રરૂપણાથી હીન નથી એ પ્રમાણે જણાવનારું વચન છે; ‘તેમ પ્રરૂપણા બરાબર છે પણ તેઓ ઉછજીવી નથી’ ૫૨ Page #56 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે જણાવનારું પણ વચન છે. જેમ કે શ્રી સ્થાનાઙ્ગસૂત્રમાં જણાવ્યું છે કે, ‘કેટલાક પ્રરૂપણા શુદ્ધ કરતા હોવા છતાં તેઓ ઉછજીવી (શુદ્ધભિક્ષાને ગ્રહણ કરનારા) નથી.’ આથી સ્પષ્ટ થાય છે કે શુદ્ધપ્રરૂપણાદિને લઇને; સંયમથી નિવૃત્ત થનારાને પણ એક જ પ્રકારની બાલતા પ્રાપ્ત થાય છે. તેથી સંવિગ્નપાક્ષિક મહાત્માઓનો પણ માર્ગ છે. તેમની શુદ્ધદેશનાશ્રવણાદિ દ્વારા અનેક આત્માઓને મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે તેથી તે પણ મોક્ષમાર્ગ છે. ।।૩-૨ણા સંવિગ્નપાક્ષિકો સાધુવેષનો ત્યાગ કરતા ન હોવાથી તેમને સંવિગ્નોમાં સમાવી લેવાથી તેમના માર્ગને સ્વતન્ત્ર રીતે માર્ગ માનવાની આવશ્યકતા નથી-આવી શક્કાનું સમાધાન કરાય છેअसंयते संयतत्वं मन्यमाने च पापता । भणिता तेन मार्गोऽयं तृतीयोऽप्यवशिष्यते ॥३-२८॥ “અસંયતને સંયત માનવાથી પાપ લાગે છે એમ જણાવ્યું છે. તેથી સંવિગ્નપાક્ષિકોનો આ ત્રીજો પણ માર્ગ છે.’’ આ પ્રમાણે અઠ્ઠાવીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે જેઓ અસંયત છે તેમને સંયત માનવાથી પાપનો પ્રસંગ આવે છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં ફરમાવ્યું છે કે અસંયતને સંયત કહેવાથી શ્રમણ પાપશ્રમણ કહેવાય છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના પાપશ્રમણીય અધ્યયનના એ પાઠથી અસંયતને સંયત કહેવાથી પાપનો પ્રસંગ આવે છે. અસંયતને અસંયત કહેનારમાં પાપત્વનો ઉલ્લેખ નથી. તેથી સંવિગ્નપાક્ષિકોનો સંયતમાં સમાવેશ શક્ય ન હોવાથી સંવિગ્નપાક્ષિકોનો પણ એક ૫૩ - - Page #57 -------------------------------------------------------------------------- ________________ માર્ગ છે. સાધુભગવન્તો અને શ્રાવકોના આચારને જોઇને જેમ અવિસંવાદિ પ્રવૃત્તિ થાય છે તેમ સંવિગ્નપાક્ષિકોના પણ શુધપ્રરૂપણાદિ આચારને જોઈને અવિસંવાદિ પ્રવૃત્તિ થાય છે. અવિસંવાદિ પ્રવૃત્તિને કરાવનારા એ ત્રણે ય માર્ગ (મોક્ષપ્રાપક માર્ગ) છે. એ પ્રમાણે “શ્રી ઉપદેશમાલા” માં જણાવ્યું છે કે સર્વસાવદ્યયોગનું પરિવર્જન હોવાથી યતિધર્મ સર્વોત્તમ છે. ત્યાર પછી બીજો શ્રાવકધર્મ છે અને ત્રીજો સંવિગ્નપાક્ષિકોનો માર્ગ છે. મોક્ષસાધક આત્મવ્યાપારને યોગ કહેવાય છે. સંવિગ્નપાક્ષિક આત્માઓને એવા યોગમાર્ગની પ્રાપ્તિ કઈ રીતે સંભવે ? કારણ કે તેમને વિરતિનો અભાવ છે. યોગમાર્ગની પ્રાપ્તિ તો વિરતિના સદ્ભાવમાં હોય છે. આવી શંકા કરવી ના જોઈએ. કારણ કે સંવિગ્નપાક્ષિકોનું ચિત્ત મૈત્રી, પ્રમોદ આદિથી ભાવિત હોવાથી મૈત્ર્યાદિભાવથી યુકત તેમના તે તે શુદ્ધપ્રરૂપણાદિ આચારના કારણે તેમને અધ્યાત્મ અને ભાવના સ્વરૂપ યોગની પ્રાપ્તિ થાય છે. સામાન્ય રીતે પોતાની ભૂમિકા (યોગ્યતા) મુજબ ઉચિત પ્રવૃત્તિને કરનારા એવા વ્રતને ધારણ કરનારના મૈચાદિભાવગર્ભિત શાસ્ત્રાનુસારી જીવાદિતત્ત્વચિન્તનને અધ્યાત્મ કહેવાય છે. અધ્યાત્મનો જ દરરોજ ચિત્તવૃત્તિના નિરોધપૂર્વકનો વધતો જે અભ્યાસ છે તેને ભાવના કહેવાય છે. સંવિગ્ન પાક્ષિક મહાત્માઓને મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થના કારણે અધ્યાત્માદિ યોગની પ્રવૃત્તિનો સંભવ છે, તેમાં કોઈ બાધ નથી. યદ્યપિ વિરતિના કારણે પ્રાપ્ત થનારો યોગમાર્ગ પૂ. સાધુભગવતોને અને દેશવિરતિધર શ્રાવકોને હોય છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ સંવિગ્નપાક્ષિક મહાત્માઓને એ યોગ સંભવતો નથી. પરંતુ અપુનર્બન્ધકાદિને એ યોગના કારણ સ્વરૂપ યોગની પ્રાપ્તિમાં કોઈ બાધક નથી. ઇત્યાદિ આગળની બત્રીસીમાં સ્પષ્ટ કરાશે. “કલ્પ(સાધ્વાચાર) અને અકલ્પના જાણકાર, પાંચ મહાવ્રતોમાં રહેલા અને સંયમ તથા તપના વૈભવવાળા (કરનારા) એવા પૂ. સાધુભગવન્તોના વચનમાં વિકલ્પ વિના (એકાન્ત) તથાકાર (તહત્તિ) કરવો. અન્યત્ર વિકલ્પથી તથાકાર કરવો... આ પ્રમાણેના વચનથી પૂ. સાધુભગવન્તોના જ વચનમાં અવિકલ્પથી તથાકાર કરવાનું જણાવ્યું છે. સંવિગ્નપાલિકો સાધુ ન હોવાથી તેમના વચનમાં અવિકલ્પથી તથાકાર (તથાસ્તુ કહેવા પૂર્વકનો સ્વીકાર) કરાતો નથી, તેથી તેમનો શુદ્ધપ્રરૂપણાદિ ધર્મ માર્ગ નથી – આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે ઉપર જણાવ્યા મુજબના વચનમાં; પૂ. સાધુભગવન્તોના વચનથી અન્યત્ર સંવિગ્નપાક્ષિકાદિ મહાત્માઓના વચનમાં જે વિકલ્પથી તથાકાર જણાવ્યો છે ત્યાં સંવિગ્ન પાક્ષિકોનો માર્ગ ત્રીજો છે - આ વચનના સામર્થ્યથી તે વિકલ્પને વ્યવસ્થિતવિભાષાસ્વરૂપે વર્ણવ્યો છે. સામાન્ય રીતે જ્યાં વિભાષા - વિકલ્પથી જે કાર્યનું વિધાન કરાય છેત્યાં તે કાર્ય તે તે સ્થાને કરાય અથવા ન પણ કરાય. પરન્તુ જ્યાં જે કાર્યનું વિધાન વ્યવસ્થિતવિભાષાથી કરાય છે ત્યાં તે કાર્ય કેટલાંક સ્થાને ચોક્કસ થાય છે અને કેટલાંક સ્થાને તે કાર્ય થતું જ નથી. સામાન્ય વિભાષાસ્થળે સર્વત્ર તે કાર્ય અને તે કાર્યનો અભાવ : બન્ને થાય છે. અહીં પૂ. સાધુભગવન્તોના વચનમાં તો અવિકલ્પ (વિકલ્પ વિના) તથાકાર છે. તેને છોડીને ૪૫૫ Page #59 -------------------------------------------------------------------------- ________________ અન્ય-સંવિગ્નપાક્ષિકોના વચનમાં અવિકલ્પથી જ તથાકાર છે. અને સંવિગ્નપાક્ષિકોથી પણ અન્યના વચનમાં વિકલ્પથી જ તથાકાર છે. આ વ્યવસ્થિતવિભાષા છે. આ બધી વાત ગ્રન્થકારશ્રીએ સામાચારીપ્રકરણમાં વિસ્તારથી જણાવી છે. આથી સમજી શકાશે કે સંવિગ્નપાક્ષિકોના વચનમાં પૂ. સાધુભગવન્તોના વચનની જેમ જ વિકલ્પ વિના એકાન્ત તથાકાર કરવાનો હોવાથી સંવિગ્ન પાક્ષિકોનો પણ માર્ગ છે. શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનાનુસાર શુદ્ધ પ્રરૂપકોના વચનમાં વિકલ્પનો કોઈ અવકાશ નથી. કોઈ પણ જાતના ખચકાટ વિના એ પરમતારક વચનમાં તથાકાર (પરમસત્યતાનો સ્વીકાર) કરી જ લેવો જોઈએ. સંવિગ્નપાક્ષિક મહાત્માના વચનમાં પણ એ રીતે જ તથાકાર કરવાથી મોક્ષમાર્ગની પ્રાપ્તિ થતી હોય છે. તેથી તેમનો ત્રીજો માર્ગ છે. ૩-૨૮ પ્રકરણાર્થનો ઉપસંહાર કરતાં નિષ્કર્ષ જણાવાય છે – साधुः श्राद्धश्च संविग्नपक्षी शिवपथास्त्रयः । शेषा भवपथा रोहिद्रव्यलिङ्गिकुलिङ्गिनः ॥३-२९॥ “સાધુ, શ્રાવક અને સંવિગ્નપક્ષી - આ ત્રણ મોક્ષમાર્ગ છે. અને બાકીના ગૃહસ્થ, દ્રવ્યલિફ્ટી અને કુલિફ્ટી – આ ત્રણ ભવ-(સંસાર)માર્ગ છે.' - આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે પૂ. સાધુભગવન્તોનું આચરણ શ્રી તીર્થંકર-પરમાત્માની પરમતારક આજ્ઞાનું જ્ઞાન કરાવવા દ્વારા મોક્ષમાર્ગમાં મુમુક્ષુ આત્માઓને પ્રવર્તાવે છે. આવી જ રીતે શ્રાવકોનું દેશવિરતિનું આચરણ અને સંવિગ્નપાક્ષિક Page #60 -------------------------------------------------------------------------- ________________ મહાત્માઓનું શુદ્ધપ્રરૂપણાદિસ્વરૂપ આચરણ પણ શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞાનું જ્ઞાન કરાવવા દ્વારા મુમુક્ષુ આત્માઓને મોક્ષમાર્ગમાં પ્રવર્તાવે છે. તેથી તે ત્રણે ય મોક્ષમાર્ગ છે. આનાથી તદ્દન વિપરીત ગૃહસ્થ, દ્રવ્યલિંગી (માત્ર સાધુવેષ રાખનાર) અને કુલિંગી(બાવાઓ વગેરે)ઓનો માર્ગ સંસારમાં ભટકાવનારો છે. ગૃહસ્થો વગેરેનું આચરણ શ્રી તીર્થંકરભગવન્તની આજ્ઞાથી સર્વથા વિપરીત હોવાથી એ માર્ગે ચાલનારાને કોઈ પણ સંયોગોમાં મોક્ષની પ્રાપ્તિ થતી નથી, સંસારમાં ભટકવું પડે છે. આ શ્લોકમાં જણાવેલા શિવપથ અને ભવપથને કોઈ પણ જાતના પૂર્વગ્રહ(કદાગ્રહ) વિના સમજી લેવાનું ખૂબ જ આવશ્યક છે. અહીં એ યાદ રાખવું જોઈએ કે સંવિગ્નપાક્ષિક મહાત્માઓના ત્રીજા મોક્ષમાર્ગની જેમ પૂ. સાધુભગવન્તો અને શ્રાવકોનો જે મોક્ષમાર્ગ છે, તે શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞાના પાલનને લઈને છે. માત્ર દ્રવ્યલિંગને ધારણ કરનારા એવા તેમનો માર્ગ શિવપથ નથી; પરન્તુ ભવપથ છે...૩-૨ા. ત્રણ પ્રકારના મોક્ષમાર્ગનું અને ત્રણ પ્રકારના સંસારમાર્ગનું નિરૂપણ કરીને હવે તે તે માર્ગની માર્ગતાનું બીજ જણાવાય છે गुणी च गुणरागी च गुणद्वेषी च साधुषु । श्रूयन्ते व्यक्तमुत्कृष्टमध्यमाधमबुद्धयः ॥३-३०॥ “ગુણી, ગુણના અનુરાગી અને પૂ. સાધુમહાત્માઓને વિશે ગુણના દ્રષી : આ ત્રણ અનુક્રમે ઉત્કૃષ્ટબુદ્ધિવાળા, મધ્યમબુદ્ધિવાળા અને અધમબુદ્ધિવાળા પ્રગટ રીતે સંભળાય છે – પ્રસિદ્ધ છે.” – આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અર્થ છે. Fપ૭ Page #61 -------------------------------------------------------------------------- ________________ કહેવાનો આશય સ્પષ્ટ છે કે ઉત્કૃષ્ટ-શ્રેષ્ઠબુદ્ધિવાળા આત્માઓ ગુણસમ્પન્ન હોય છે. મધ્યમ-બુદ્ધિવાળા આત્માઓ ગુણના રાગી હોય છે અને ગુણી એવા સાધુભગવન્તોને વિશે દ્વેષી જનો અધમબુદ્ધિવાળા હોય છે. આ શ્લોકમાં જણાવેલી વાતનો વિચાર કરવાની થોડી આવશ્યકતા છે. જન્મમાત્રને અનિષ્ટ-ખરાબ અને દુ:ખરૂપ વર્ણવતા શાસ્ત્રકાર પરમર્ષિઓએ મનુષ્યજન્મની એટલી જ પ્રશંસા કરી છે. અનન્તાનન્ત જીવોમાં મનુષ્યોની સંખ્યા ખૂબ જ અલ્પ છે. મનુષ્યની વિશેષતા તેની બુદ્ધિમત્તાને લઈને છે. બીજાદેવાદિ જીવોની અપેક્ષાએ મનુષ્યોને બુદ્ધિ વિશેષ રીતે પ્રામ થતી હોય છે. શ્રદ્ધા અને જ્ઞાનને કાર્યરત કરી શકે એવી બુદ્ધિ માત્ર મનુષ્યમાં છે. ગુણને ગુણ તરીકે જાણ્યા પછી અને માન્યા પછી પણ તેને પામવા માટેની બુદ્ધિ મનુષ્યમાં છે, દેવાદિમાં નથી. તેથી મનુષ્યને આશ્રયીને અહીં જે બુદ્ધિનો વિચાર કરાયો છે તે સમજી લેવો જોઈએ. સામાન્ય રીતે મનુષ્યો ઉપર જણાવ્યા મુજબ ત્રણ પ્રકારના છે. ઉત્કૃષ્ટ, મધ્યમ અને અધમ બુદ્ધિના કારણે એવો વિભાગ કર્યો છે. અને બુદ્ધિના એ પ્રકાર ગુણ, ગુણરાગ અને ગુપ્તેષના કારણે છે. મુળદ્વેષી = સાધુષુ શ્લોકમાંનું આ પદ કાયમ માટે યાદ રાખવું જોઈએ. પૂ. સાધુભગવન્તોને છોડીને બીજે ક્યાંય ગુણ નથી-એનો ખ્યાલ જેને છે તે; તે પદનો પરમાર્થ બરાબર સમજી શકશે. સર્વસાવદ્યયોગથી વિરામ પામેલા અને સર્વકર્મથી રહિત બનવા માટે નિરન્તર પ્રયત્નશીલ બનેલા પૂ. સાધુભગવન્તો જ ગુણસમ્પન્ન છે. બીજા કોઈને પણ ૫૮ Page #62 -------------------------------------------------------------------------- ________________ આવી ગુણસમ્પન્નતા પ્રાપ્ત થઈ નથી... વગેરે સમજીને જેઓ શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞાનુસાર સર્વવિરતિધર્મના આરાધક બન્યા છે તેમને ખરેખર જ ઉત્કૃષ્ટબુદ્ધિ પ્રાપ્ત થઈ છે. પોતાની બુદ્ધિનો એ જ એક ઉત્કૃષ્ટ ઉપયોગ છે. ચારિત્રધર્મ પ્રત્યેની શ્રદ્ધા, જ્ઞાન અને પ્રવૃત્તિ : આ ત્રણે ય જ્યારે ભેગા થાય છે ત્યારે જ વાસ્તવિક રીતે મોક્ષની સાધનાનો પ્રારંભ થાય છે. આવી સાધનાના સાધકોને ઉત્કૃષ્ટ બુધિ હોય છે. જેમને આ રીતે જ્ઞાન, દર્શન અને ચારિત્રની એકતાની બુદ્ધિ (આત્મપરિણામ) પ્રાપ્ત થઈ છે તેમને બધું જ પ્રાપ્ત થયું છે. આ સંસારમાં એ સિવાય કોઈ શ્રેષ્ઠ નથી. સાધુપણા સિવાય આ સંસારમાં કોઈ પણ વસ્તુ શ્રેષ્ઠ લાગે તો સાધુપણાની પ્રાપ્તિ કે પાલન શક્ય નહીં બને. આથી સમજી શકાશે કે ગુણો સાધુપણામાં જ છે અને પૂ. સાધુમહાત્મા જ ગુણી-ગુણસમ્પન્ન છે, એ મહાત્માઓની જ ઉત્કૃષ્ટ બુદ્ધિ છે. જેમને સર્વવિરતિધર્મસ્વરૂપ ગુણની પ્રત્યે રાગ છે; તે આત્માઓ ગુણરાગી છે. તેમને મધ્યમબુદ્ધિ હોય છે. ચારિત્રધર્મ વિના બીજો ગુણ નથી. વહેલામાં વહેલા એ મળે-એ માટેનો શક્ય પ્રયત્ન ચાલુ હોવા છતાં ભૂતકાળના તથાવિધ કર્મયોગે જેમને એ ગુણની પ્રાપ્તિ થતી નથી; એવા સમ્યગ્દર્શનવા આત્માઓ ગુણરાગી હોય છે. અને તેમને જ મધ્યમબુદ્ધિ પ્રાપ્ત થઈ હોય છે. ગુણને ગુણરૂપે જાણ્યા પછી અને માન્યા પછી જ્યાં સુધી એ મળે નહિ ત્યાં સુધી ગુણનો રાગ વધતો જ હોય છે. સમ્યગ્દર્શનની આ અવસ્થા મધ્યમ બુદ્ધિમાનોની હોય છે. (૫૯ Page #63 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અને શ્રદ્ધાની તીવ્રતા હોવા છતાં અહીં આચરણના પરિણામ ન હોવાથી મધ્યમબુદ્ધિ હોય છે. જ્ઞાન અને શ્રદ્ધાને કાર્યરત બનાવનારી એ ઉત્કૃષ્ટબુદ્ધિ અહીં હોતી નથી. ચારિત્રમોહનીયનો તીવ્ર ઉદય; તેને ક્ષયોપશમને રોકે - એ સમજી શકાય છે. ઉપર જણાવ્યા મુજબ ગુણસમ્પન્ન એવા પૂ. સાધુભગવન્તોને વિશે જેઓ ગુણદ્વેષી છે; તેઓ અધમબુદ્ધિવાળા છે. ખરી રીતે જોઈએ તો ગુણસંપન્ન આત્માઓને વિશે દ્વેષ થવો ના જોઈએ પરંતુ ઈર્ષ્યા; સુખની આસતિ અને અજ્ઞાનાદિ પરવશ એ રીતે ગુણ ઉપર દ્વેષ થતો હોય છે. ગુણ અને ગુણનો રાગ : એ બેના બદલે ગુણસંપન્નોના ગુણોની પ્રત્યે દ્વેષ થાયએ અધમબુદ્ધિને સૂચવનારું છે. બુદ્ધિની અધમતા આત્માના અનતાનઃ ગુણોના સ્વરૂપને જોવા પણ દેતી નથી. અનન્તગુણસ્વરૂપી આત્માને ગુણદ્વેષી બનાવનારી બુદ્ધિની અધમતા ભારે વિચિત્ર છે ! . ૩-૩ના ઉત્કૃષ્ટબુદ્ધિ, મધ્યમબુદ્ધિ અને અધમબુધિ જે ભૂમિકામાં હોય છે તે ભૂમિકા જણાવાય છે – ते च चारित्रसम्यक्त्वमिथ्यादर्शनभूमयः । अतो द्वयोः प्रकृत्यैव वर्तितव्यं यथाबलम् ॥३-३१॥ ‘ઉત્કૃષ્ટ, મધ્યમ અને અધમ બુદ્ધિને આશ્રયીને કરેલા ત્રણ વિભાગ અનુક્રમે ચારિત્ર, સમ્યકત્વ અને મિથ્યાત્વની ભૂમિકાએ છે; તેથી સ્વભાવથી જ શક્તિ મુજબ ગુણ અને ગુણરાગને વિશે પ્રવૃત્તિ કરવી જોઈએ.'-આ પ્રમાણે એકત્રીસમાં શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે ઉત્કૃષ્ટ, મધ્યમ અને Page #64 -------------------------------------------------------------------------- ________________ અધમ બુદ્ધિવાળા આત્માઓ પૂર્વે જણાવ્યા મુજબ અનુક્રમે ગુણી, ગુણરાગી અને ગુણદ્વેષી હોય છે. એમાં ગુણસમ્પન્ન આત્માઓ ચારિત્રસંપન્ન હોય છે. ગુણરાગી સભ્યત્વવન્ત હોય છે. અને ગુણષી આત્માઓ મિથ્યાત્વી હોય છે. આ પૂર્વે જણાવ્યા મુજબ આ સંસારમાં ગુણસંપન્ન આત્માઓનો ગુણ ચારિત્ર હોવાથી તે ઉત્કૃષ્ટબુદ્ધિવાળા આત્માઓની ભૂમિકા ચારિત્રસ્વરૂપ જ છે. ચારિત્રના રાગી આત્માઓ સમ્યત્વવંત હોવાથી મધ્યમબુદ્ધિધવાળા આત્માઓની ભૂમિકા સમ્યકત્વસ્વરૂપ જ છે. અને ચારિત્રના દ્વેષી એવા આત્માઓ મિથ્યાત્વી હોવાથી અધમબુદ્ધિવાળા તે આત્માઓની ભૂમિકા મિથ્યાદર્શન-મિથ્યાત્વની છે. તેથી પોતાના બળ અનુસાર ચારિત્ર અને સમ્યકત્વની ભૂમિકા વખતે પ્રાપ્ત થતા ગુણ અને ગુણાનુરાગમાં પ્રવર્તવું જોઈએ........ ૩-૩૧ાા શ્રી વીતરાગપરમાત્માના વચનની જેમ જ સંવિગ્ન, ગીતાર્થ અને અશઠ એવા મહાત્માઓના આચરણને માર્ગ તરીકે વિસ્તારથી વર્ણવીને; તે મોક્ષનું કારણ કઈ રીતે બને છે - તે છેલ્લા શ્લોકથી જણાવાય છે – इत्थं मार्गस्थिताचारमनुसृत्य प्रवृत्तया । मार्गदृष्टयैव लभ्यन्ते परमानन्दसम्पदः ॥३-३२॥ “ આ રીતે માર્ગમાં રહેલાના આચારનું અનુસરણ કરીને પ્રવર્તેલી માર્ગદૃષ્ટિથી જ પરમાનન્દ-સમ્મદા પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે બત્રીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનથી જેમ માર્ગ(મોક્ષમાર્ગ)નું જ્ઞાન થવાથી ક્રમે કરીને પરમાનંદસ્વરૂપ મોક્ષની સખ્ખદા પ્રાપ્ત થાય ૬૧) Page #65 -------------------------------------------------------------------------- ________________ છે તેમ અહીં પણ માર્ગમાં રહેલા સંવિગ્ન, ગીતાર્થ અને અશઠ વગેરે મહાત્માઓના આચારને અનુસરવાથી જે માર્ગદૃષ્ટિ (દર્શનજ્ઞાન) પ્રવર્તે છે; તેથી જ પરમાનન્દસર્પદા પ્રાપ્ત થાય છે. માત્ર સંવિગ્ન મહાત્માઓ વગેરેના આચરણના અનુસરણથી પરમાનન્દસ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ થતી નથી. પરંતુ તેઓશ્રીના આચરણના અનુસરણથી માર્ગનું જ્યારે જ્ઞાન થાય છે ત્યારે જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ એક જાતની માર્ગાનુસારી પ્રજ્ઞા છે. આ શ્લોકમાંનું માસ્થિતીવીરમ્ આ પદ ખૂબ જ સ્પષ્ટ રીતે રહસ્યભૂત અર્થને જણાવે છે. સંવિગ્નાદિ મહાત્માઓની વિશેષતા એ છે કે તેઓ માર્ગસ્થિત છે. તેથી જ તેઓના આચારનું અનુસરણ કરવાથી માર્ગદૃષ્ટિ પ્રવર્તે છે. જેઓ માર્ગસ્થિત નથી; તેમના આચારનું અનુસરણ કરવાથી માર્ગનું જ્ઞાન થતું નથી. તેથી આચરણનું અનુસરણ કરતાં પૂર્વે માર્ગસ્થિતાદિનો વિવેક કરવાનું આવશ્યક છે. કોઈ પણ જાતના વિવેક વિના ગમે તેના આચરણનું અનુસરણ કરવાથી માર્ગદૃષ્ટિ પ્રાપ્ત થતી નથી. અને તેથી પરમાનંદસંપદા પણ પ્રાપ્ત થતી નથી. અંતે માર્ગાનુસારિણી પ્રજ્ઞાને પ્રાપ્ત કરી પરમાનંદસંપદાની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા... ૩-૩રા | રૂતિ મા-વિંશિકા अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ।। Page #66 -------------------------------------------------------------------------- _