SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ કાઢવો નહિ; અલ્પ ઉપધિ રાખવી, ગમે તેવાં વસ્ત્ર-પાત્ર રાખવાં ઇત્યાદિ બાહ્ય આચારો ઉત્કટ રીતે તેઓ પાળે છે. તેથી તે આચાર(બાહ્ય આચાર)ની અપેક્ષાએ તેમને અહીં સંવિગ્ન તરીકે વર્ણવ્યા છે. બાકી તો સ્વેચ્છાચારી હોવાથી અગીતાર્થ અને અસંવિગ્ન જ છે. માત્ર બાહ્ય આચારને જોઈને સંવિગ્ન તરીકે તેઓને વર્ણવ્યા છે. . આ રીતે સમુદાય-ગુરુકુલવાસમાં રહેવાથી સંભવિત તે દોષથી ઉત્પન્ન ભયના કારણે સમુદાયથી છૂટા પડી પોતાની ઈચ્છા મુજબ જેઓ વિચરે છે તે અગીતાર્થ એવા સંવિગ્ન જનો તે અસંવિગ્ન જનોની અપેક્ષાએ કાંઈ જુદા – સારા નથી. જેમ અસંવિગ્ન જનો પોતાના અનાચારથી દોષના ભાજન બને છે, તેમ આ સ્વેચ્છાચારી અગીતાર્થ સંવિગ્નો પણ પોતાના ઉત્કટ બાહ્ય આચારથી દોષના જ ભાજન બને છે... 113-9411 સ્વેચ્છાવિહારી અગીતાર્થ સંવિગ્ન જનોને પ્રાપ્ત થતા દોષને જણાવાય છે - वदन्ति गृहिणां मध्ये पार्श्वस्थानामवन्द्यताम् । यथाच्छन्दतयात्मानमवन्द्यं जानते न ते ॥३-१६॥ શ્લોકાર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે સમુદાયને છોડીને પોતાની ઇચ્છા મુજબ વિચરનારા સંવિગ્ન અગીતાર્થ સાધુઓ વ્યાખ્યાનાદિમાં ગૃહસ્થોને સમજાવતા હોય છે કે પાર્થસ્થ (પાસસ્થા) શિથિલાચારી વંદનીય નથી. એ શિથિલ હોવાથી તેમને વંદન કરીએ તો પાપ લાગે...વગેરે કહીને પોતાના પરિચિતોને પાસસ્થાદિ સાધુઓને વંદન કરતા રોકે છે. પરન્તુ ૩૧
SR No.023208
Book TitleMarg Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy